Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દંડ ન ભર્યો તો શું થશે?:નિયમોનું ઉલ્લંઘન કરનાર હવે 45 દિવસમાં દંડ નહીં ભરે તો વાહન RTOમાં બ્લેકલિસ્ટ થશે

    एक दिन पहले

    નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો માટે હવે ઈ-ચલણની પ્રક્રિયા વધુ કડક અને ટેકનોલોજી આધારિત બનાવવામાં આવી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના નોટિફિકેશન મુજબ 12 ઓગસ્ટ, 2026થી નવી નેક્સ્ટ જનરેશન ઈ-ચલણ સિસ્ટમ અમલી બનાવી દેવામાં આવી છે. જો ટ્રાફિક ચલણને અવગણવાની ભૂલ થશે તો ભારે નુકસાન ભોગવવું પડી શકે છે. 45 દિવસમાં દંડ નહીં ભરવામા આવે તો ગાડી RTOમાં બ્લેકલિસ્ટ થશે. દંડ ન ભર્યો તો શું થશે? RTO સેવાઓ બંધ: વર્ષમાં 5 કે તેથી વધુ ઈ-ચલણ બાકી હશે તો લાયસન્સ રિન્યૂ, વાહન ટ્રાન્સફર જેવી RTO સેવાઓ સ્થગિત કરી દેવાશે. વાહન જપ્ત થઈ શકે: બાકી ચલણ વાળા વાહનને RTO પોર્ટલ પર Not to be Transacted તરીકે ચિહ્નિત કરી દેવાશે અને પોલીસ કે RTO અધિકારીઓ વાહન અટકાવી શકશે. ઈ-ચલણ મળવાની અને‎ચુકવણીની નવી સમયમર્યાદા‎ ઈ-ચલણ ડિલિવરી: ઈ-પોસ (e-POS) દ્વારા ઈલેક્ટ્રોનિક માધ્યમથી 3 દિવસમાં અને સ્પીડ પોસ્ટ દ્વારા 15 દિવસમાં ચલણ RTO ચોપડે નોંધાયેલા એડ્રેસ પર મોકલાશે. 45 દિવસની લિમિટ: ઈ-ચલણ જનરેટ થયાની તારીખથી 45 દિવસની અંદર રકમ ચૂકવવાની રહેશે. વાંધા અરજી : જો ચલણ સામે વાંધો હોય તો 45 દિવસની અંદર જ echallan.parivahan.n ic.in પોર્ટલ પર પુરાવા (જેમ કે લોકલ નોટિફિકેશન, પરવાનગી વગેરે) સાથે અપીલ કરવાની રહેશે. પુરાવા વગરની અરજી અમાન્ય ગણાશે.
    Click here to Read More
    Previous Article
    બખરલા ગામનો યુવાન‎આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પસંદગી પામ્યો‎:ટ્વેન્ટી-20 વર્લ્ડ કપમાં પોરબંદરના યુવાને 2 વિકેટ ઝડપી ઇઝરાયલને જીત અપાવી
    Next Article
    વરસાદ ખેંચાતા વિવિધ પાકોની આવક ઘટી‎:યાર્ડમાં સફેદ તલ 1640 કિલો અને સીંગદાણાની 1500 કિલોની આવક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment