Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વરસાદ ખેંચાતા વિવિધ પાકોની આવક ઘટી‎:યાર્ડમાં સફેદ તલ 1640 કિલો અને સીંગદાણાની 1500 કિલોની આવક

    1 day ago

    પોરબંદરના માર્કેટિંગ યાર્ડ ખાતે સફેદ તલમાં 1640 કિલો અને સીંગદાણાની 1500 કિલોની આવક નોંધાઈ હતી ત્યારે યાર્ડમાં જીરૂના ભાવ રૂ.3725એ પહોંચ્યા હતા તો તલ અને સીંગદાણાની સારી આવક નોંધાઈ હતી. પોરબંદરની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સંચાલિત માલદેવજી ઓડેદરા માર્કેટિંગ યાર્ડ ખાતે તા. 19/08/2026ના દૈનિક માર્કેટ અહેવાલ મુજબ વિવિધ કૃષિ જણસીઓની આવક સાથે સારો વેપાર નોંધાયો હતો. યાર્ડમાં મસાલા પાકોમાં જીરૂના 20 કિલોના ભાવ રૂ.3725 સુધી બોલાયા હતા, જ્યારે ધાણાના ઊંચા ભાવ રૂ.2550 રહ્યા હતા.યાર્ડમાં તેલીબિયાં પાકોમાં સફેદ તલની 1640 કિલો આવક સાથે ભાવ રૂ.1525 થી રૂ.2300 તેમજ કાળા તલના ઊંચા ભાવ રૂ.2605 રહ્યા હતા. આ ઉપરાંત સીંગદાણા 1500 કિલો આવક સામે 20 કિલોના ભાવ રૂ.1765 થી રૂ.1975 બોલાયા હતા. સીંગ ફાડાના ભાવ રૂ.1400 થી રૂ.1660 અને મગફળી જાડીના ભાવ રૂ.1000થી રૂ.1355 સુધી રહ્યા હતા. વરસાદ ખેંચાતા વિવિધ પાકોની આવક ઘટી પોરબંદરના યાર્ડમાં હાલ વિવિધ પાકોની જણસીની આવક ખૂબ ઓછી જોવા મળી રહી છે.જિલ્લામાં આ વર્ષે ખૂબ ઓછો વરસાદ નોંધાયો છે જેને લઈને હાલ યાર્ડમાં વિવિધ પાકની જણસીની આવક પણ ઘટાડો થયો છે.
    Click here to Read More
    Previous Article
    દંડ ન ભર્યો તો શું થશે?:નિયમોનું ઉલ્લંઘન કરનાર હવે 45 દિવસમાં દંડ નહીં ભરે તો વાહન RTOમાં બ્લેકલિસ્ટ થશે
    Next Article
    Ground Report | તાંડવ સામે લાચાર તાત । રહસ્યમયી કૂવો | Heavy Rain | Weather | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment