Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રૂ.45 કરોડના ટાઉનહોલ પ્રોજેક્ટ સામે નાગરિકોનો ઉગ્ર વિરોધ:વિકાસના નામે કરોડોનો વેડફાટ?, જૂનાગઢ ટાઉનહોલના લોકેશન બદલવા સામે નાગરિકે મોરચો માંડ્યો, PMO-CMO સુધી રજૂઆત

    2 weeks ago

    જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા મજેવડી દરવાજા પાસે ₹45 કરોડથી વધુના અતિભારે ખર્ચે આકાર પામનારા નવા ટાઉનહોલ પ્રોજેક્ટ સામે સ્થાનિક સ્તરે ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. શહેરના જાગૃત નાગરિકોએ મનપાના આ નિર્ણય સામે મોરચો માંડ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, જૂનાગઢના વિકાસના નામે જનતાના ટેક્સના કરોડો રૂપિયાનો આડેધડ ધુમાડો અને વેડફાટ થઈ રહ્યો છે. વહીવટી તંત્રના આયોજન સામે સવાલો ઉઠાવીને પ્રજા વિરોધી નીતિઓ સામે આરપારની લડત શરૂ કરવામાં આવી છે. મજેવડી દરવાજા પાસે નવો ટાઉનહોલ બનાવવાનો નિર્ણયનો સ્થાનિકોએ વિરોધ કર્યો ​આ સમગ્ર મામલે જૂનાગઢના જાગૃત નાગરિક અમૃત દેસાઈએ જણાવ્યું છે કે મનપા દ્વારા મજેવડી દરવાજા પાસે નવો ટાઉનહોલ બનાવવાનો નિર્ણય લેવાયો છે જે તદ્દન ખોટો છે. જૂનાગઢ એ નરસિંહ મહેતાની ઐતિહાસિક નગરી છે, પરંતુ અહીં યોગ્ય રંગમંચ ભૂમિના અભાવે ઘણા સમયથી સાંસ્કૃતિક કાર્યક્રમો કે નાટ્ય પ્રવૃત્તિઓ થઈ શકતી નથી. જૂના ટાઉનહોલને માત્ર ચોક્કસ વગદાર લોકોને કરોડો રૂપિયાનો આર્થિક ફાયદો કરાવવાના હેતુથી અને મોટો ભ્રષ્ટાચાર આચરવાના ઇરાદે બંધ કરી દેવાયો છે. સ્ટ્રક્ચર રિપોર્ટના બહાના હેઠળ આ ફાઇલને લાંબા સમય સુધી પેન્ડિંગ રાખવામાં આવી હતી. ‘​બે-ચાર લોકોને જ ફાયદો કરાવવા માટે આ કરોડો રૂપિયાનું આંધણ થઈ રહ્યું છે’ અમૃત દેસાઈએ વધુમાં ઉમેર્યું હતું કે, જો જૂના ટાઉનહોલનું માળખું જર્જરીત બન્યું હોય તો તે જ મૂળભૂત જગ્યા પર તેને તોડીને નવેસરથી ભવ્ય નિર્માણ કરવું જોઈએ. શામળદાસ ગાંધીના ગૌરવવંતા નામ અને શહેરની સાંસ્કૃતિક ધરોહર સાથે જોડાયેલી આ જગ્યાને બદલવાનો કોઈ તર્ક નથી. નવી જગ્યાએ ટાઉનહોલ બનાવવાથી જૂનાગઢની સામાન્ય પ્રજાને કોઈ વાસ્તવિક લાભ થવાનો નથી, માત્ર ગણતરીના બે-ચાર લોકોને જ ફાયદો કરાવવા માટે આ કરોડો રૂપિયાનું આંધણ થઈ રહ્યું છે. કોઈપણ સંજોગોમાં ટાઉનહોલ તેના મૂળ સ્થાને જ બનવો જોઈએ તેવી લોકમાગ છે. PMO-CMO સુધી રજૂઆત ​આ આડેધડ આયોજન અને જનતાના નાણાંના વેડફાટ સામે જાગૃત નાગરિકો દ્વારા વ્યાપક સ્તરે કાયદાકીય અને વહીવટી લડત શરૂ કરાઈ છે. આ લોકેશન ફેરબદલના વિરોધમાં સ્થાનિક ધારાસભ્ય, મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સમક્ષ તીવ્ર વિરોધ નોંધાવાયો છે. આટલું જ નહીં, સ્થાનિક તંત્રના બહેરા કાન સુધી અવાજ પહોંચાડવા માટે આ સમગ્ર મામલે મુખ્યમંત્રી કાર્યાલય અને વડાપ્રધાન કાર્યાલય પોર્ટલ પર પણ લેખિત રજૂઆતો કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદના નવહથા હનુમાનજી મંદિરે 42 મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા:ગોલ્ડન વર્લ્ડ રેકોર્ડમાં નોંધ લેવાઈ, બન્યું નવગ્રહ શાંતિ મંદિર
    Next Article
    વડોદરા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસો.માં બે ફાંટા પડ્યા:AIOCDના 20 મેના બંધમાં ન જોડાવાની પ્રમુખની જાહેરાત, ટ્રેઝરરે પ્રેસ કોન્ફરન્સ યોજી બંધમાં જોડાવાની જાહેરાત કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment