Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસો.માં બે ફાંટા પડ્યા:AIOCDના 20 મેના બંધમાં ન જોડાવાની પ્રમુખની જાહેરાત, ટ્રેઝરરે પ્રેસ કોન્ફરન્સ યોજી બંધમાં જોડાવાની જાહેરાત કરી

    2 सप्ताह पहले

    ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ દ્વારા 20 બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેને લઈને વડોદરા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનમાં બે ફાંટા પડી ગયા છે. વડોદરા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખે બંધમા ન જોડાવાની જાહેરાત કરી હતી, ત્યારે આજે વડોદરા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના ટ્રેઝરરે પ્રેસ કોન્ફરન્સ યોજીને બંધમાં જોડાવાની જાહેરાત કરી છે. ત્યારે હવે વડોદરામાં કેટલા મેડિકલ સ્ટોર બંધ રહેશે, તે સવાલ ઉભા થયા છે. ડ્રગિસ્ટ એસોસિએશનના ટ્રેઝરરની બંધમાં જોડાવવા વિનંતી વડોદરા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના ટ્રેઝરર રોમિલ કાનપરાએ જણાવ્યું હતું કે, ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ દ્વારા કેમિસ્ટ બંધનું એલાન કરવામાં આવ્યું છે. આ કેમિસ્ટ સ્ટ્રાઇકને લઈને હું વડોદરા કેમિસ્ટ ડ્રગિસ્ટ એસોસિએશન વતી અમારા તમામ રિટેઈલ અને હોલસેલ વેપારીઓને વિનંતી કરવા માંગુ છું કે, તેઓ આ બંધમાં જોડાય. માતૃ સંસ્થાને ક્યારેક ને ક્યારેક આપણી જરૂર હોય છે, તો આ બંધ રાખીને પોતાનો સપોર્ટ જાહેર કરે. ભૂતકાળમાં પણ અને ભવિષ્યમાં પણ માતૃ સંસ્થા આપણને હંમેશા ફાયદો અપાવશે. 99 ટકા હોલસેલ વેપારીઓનું બંધ રાખવાનું સમર્થન વડોદરા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ પટેલે આ બંધમાં જોડાવાની ના પાડી છે, તો એ વિશે તમારું શું કહેવું છે? તેવા સવાલના જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે, મનીષભાઈનો આ બાબતે કોઈ અંગત પ્રશ્ન હોઈ શકે છે, જેના લીધે તેમણે કદાચ આ બંધમાં જોડાવાની ના પાડી છે. પરંતુ આજની તારીખમાં અમારી પાસે 99 ટકા હોલસેલ વેપારીઓનું બંધ રાખવાનું સમર્થન જાહેર કર્યું છે. જ્યારે 70 ટકા રીટેઈલ કેમિસ્ટ સાથે અમે આજ સુધીમાં ટેલિફોનિક અથવા તો વ્હોટ્સએપના માધ્યમથી પહોંચ્યા છીએ. અમે કોઈ કેમિસ્ટને બંધ કરવા માટે પ્રેશર કે ફોર્સ નથી કરતા, પણ તેમણે પોતાની સમજ અને યોગ્ય નિર્ણય લઈને આ બંધમાં જોડાવું જોઈએ. નાર્કોટિક્સથી લઈને બધી જ હેબિટ ફોર્મિંગ દવાઓ સપ્લાય તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સરકારે 'GSR 817' નું જે અમલીકરણ કર્યું હતું, જેના લીધે ઓનલાઇન ફાર્મસીસ દ્વારા તેનો દુરુપયોગ કરીને આજની તારીખમાં ઓનલાઇન વેપાર કરવામાં આવે છે, તે 'GSR' પાછો ખેંચવો જોઈએ. ઓનલાઇન ફાર્મસીસ દ્વારા જે ડીપ ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે, તેનાથી માર્કેટમાં સ્પુરિયસ (નકલી/ભેળસેળયુક્ત) મેડિસિન્સનું ઇન્ફિલ્ટ્રેશન (ઘૂસણખોરી) થાય છે. આ ઉપરાંત કોવિડ-19 દરમિયાન એક 'GSR' લાગુ કરવામાં આવ્યો હતો, જેમાં હોમ ડિલિવરીની સર્વિસ કરવા માટે એસોસિએશન દ્વારા ગવર્મેન્ટને અપીલ કરવામાં આવી હતી અને સરકારે તેને મંજૂર પણ કર્યો હતો. આજની તારીખમાં એ 'GSR' નો દુરુપયોગ કરીને ક્વિક-કોમર્સ દ્વારા મેડિસિન્સની હોમ ડિલિવરી કરવામાં આવે છે. જેમાં નાર્કોટિક્સથી લઈને બધી જ હેબિટ ફોર્મિંગ (આદત પાડતી) દવાઓ સપ્લાય થાય છે. તેથી આ 'GSR' પણ પાછો ખેંચવો જોઈએ. હોલસેલ વેપારી તરીકે મુક્તપણે કોમ્પિટિશન કરવાની તક આપો તેઓએ ઉમેર્યું હતું કે, ઓનલાઇન ફાર્મસીસ દ્વારા જે ડીપ ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે તે બંધ થવું જોઈએ. NPPA દ્વારા દવાઓના ભાવ રેગ્યુલરાઇઝ કરેલા હોવા છતાં, ઈ-ફાર્મસીસ દ્વારા ભારે ડિસ્કાઉન્ટ આપીને બિનઆરોગ્યપ્રદ (ગેરમાર્ગે દોરતી) કોમ્પિટિશન ઊભી કરવામાં આવે છે. જો NPPA ના નિયમો લાગુ પડતા હોય તો તે બધાને પૂરેપૂરા લાગુ પડવા જોઈએ. આ નિયમો સમાન રીતે લાગુ કરો, નહીં તો અમને પણ રીટેલ કેમિસ્ટ અને હોલસેલ વેપારી તરીકે મુક્તપણે કોમ્પિટિશન કરવાનો મોકો મળવો જોઈએ. સર્જીકલની પ્રોડક્ટો કંપની રેટ કરતા સસ્તા દરે ઓનલાઇન વેચાય છે ગુજરાત સર્જીકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ કેતન શાહે જણાવ્યું હતું કે, AIOCD તરફથી જે 20 મેના રોજ ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનનું જે બંધનું એલાન રાખેલું છે, એમાં અમે સર્જીકલ તરફથી પણ સપોર્ટમાં છીએ, કારણ કે અમારા પણ ઓનલાઇનને લગતા પ્રશ્નો છે. અમારી ઘણી બધી સર્જીકલની પ્રોડક્ટો, અમને જે કંપનીના રેટમાં આવે છે, એના કરતાં સસ્તા દરે ઓનલાઇનમાં વેચાતી હોય છે. એટલે એના માટે અમે વિરોધમાં સામેલ થયા છીએ. ત્રણ મુદ્દાઓને લઈ અમારો વિરોધ તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, કોર્પોરેટ્સને લગતા પણ જે પ્રશ્નો છે, એ ત્રણ મુદ્દાઓમાં પણ અમારો વિરોધ છે, એથી કરીને અમે આ સંગઠન જોડે જોડાયેલા છીએ. અને અમારા અત્યારે વડોદરામાં લગભગ 100થી 140 હોલસેલર વેપારી મિત્રો છે, એ પણ આમાં જોડાયા છે. અને ગુજરાતમાં ટોટલ 550થી 600 અમારા જે મિત્રો છે, એ લોકો પણ આનો સપોર્ટ કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    રૂ.45 કરોડના ટાઉનહોલ પ્રોજેક્ટ સામે નાગરિકોનો ઉગ્ર વિરોધ:વિકાસના નામે કરોડોનો વેડફાટ?, જૂનાગઢ ટાઉનહોલના લોકેશન બદલવા સામે નાગરિકે મોરચો માંડ્યો, PMO-CMO સુધી રજૂઆત
    Next Article
    “It Got Killed Very Quickly”: Cate Blanchett Revisits #MeToo Conversation At Cannes 2026

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment