Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદના નવહથા હનુમાનજી મંદિરે 42 મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા:ગોલ્ડન વર્લ્ડ રેકોર્ડમાં નોંધ લેવાઈ, બન્યું નવગ્રહ શાંતિ મંદિર

    2 weeks ago

    બોટાદ શહેરના હરણકુઈ વિસ્તારમાં આવેલા સુપ્રસિદ્ધ નવહથા હનુમાનજી મંદિરે શનિ જયંતિના પાવન પર્વે એક ઐતિહાસિક ધાર્મિક પ્રસંગ યોજાયો હતો. આ મંદિરમાં એક સાથે 42 મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેની નોંધ ગોલ્ડન વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા લેવામાં આવી છે. આ અનોખી સિદ્ધિને સત્તાવાર રીતે જાહેર કરવા માટે ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના નેશનલ હેડ આલોક કુમાર સ્થળ પર હાજર રહ્યા હતા. તેમણે મંદિર ટ્રસ્ટને પ્રમાણપત્ર અર્પણ કરીને આ રેકોર્ડની પુષ્ટિ કરી હતી. મંદિરના મહંત નિર્મળાનંદ સરસ્વતિજીએ જણાવ્યું હતું કે, આ ધામને નવગ્રહ શાંતિ મંદિર તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. તે બોટાદ જિલ્લામાં આધ્યાત્મિક અને ધાર્મિક આકર્ષણનું મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન ચાર યુગોના ચાર અલગ-અલગ ગણપતિજી, 27 નક્ષત્રો અને 9 ગ્રહોની મૂર્તિઓની વિધિવત સ્થાપના કરવામાં આવી હતી. નવહથા હનુમાનજી મંદિરને લઈને અનેક લોકવાયકાઓ પ્રચલિત છે. માન્યતા અનુસાર, આ સ્થળ પાંડવકાલીન છે. નાનાજી પેશવા, સ્વામી વિવેકાનંદ અને ગુજરાતી સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણી જેવા મહાનુભાવોએ વિવિધ પ્રસંગોએ અહીં આશ્રય લીધો હોવાનું કહેવાય છે. ઉપરાંત, ઉતાવળી, મધુ અને મહી નદીઓનો સંગમ પણ આ પવિત્ર સ્થળે થાય છે. લોકકથાઓ મુજબ, આ સ્થળે હનુમાનજી મહારાજ અને શનિ મહારાજ વચ્ચે યુદ્ધ થયું હતું. આથી, અહીં શનિદેવની વિશેષ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે અને શનિ મહારાજની મૂર્તિઓ પણ સ્થાપિત કરવામાં આવી છે. આ ભવ્ય ધાર્મિક પ્રસંગે આત્માનંદ સરસ્વતિજી, સ્વામિનારાયણ ગુરુકુળ બોટાદના માધવ સ્વામી, દિપચંડી આશ્રમના મહાસુખાનંદ મહંત, શનિદેવ મંદિરના મહંત જમનાદાસ બાપુ સહિત અનેક સંતો-મહંતો, સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું. બોટાદ જિલ્લામાં એક નવા ધાર્મિક આકર્ષણ કેન્દ્રનો ઉમેરો થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં 2 દિવસમાં 3000 લોકોએ સ્વગણના કરી:કલેક્ટરે પોતાનું સેલ્ફ એન્યુમરેશન કરી લોકો માટે સરળ ઓનલાઇન પ્રક્રિયાનો ડેમો વિડિયો જાહેર કર્યો
    Next Article
    રૂ.45 કરોડના ટાઉનહોલ પ્રોજેક્ટ સામે નાગરિકોનો ઉગ્ર વિરોધ:વિકાસના નામે કરોડોનો વેડફાટ?, જૂનાગઢ ટાઉનહોલના લોકેશન બદલવા સામે નાગરિકે મોરચો માંડ્યો, PMO-CMO સુધી રજૂઆત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment