Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં 2 દિવસમાં 3000 લોકોએ સ્વગણના કરી:કલેક્ટરે પોતાનું સેલ્ફ એન્યુમરેશન કરી લોકો માટે સરળ ઓનલાઇન પ્રક્રિયાનો ડેમો વિડિયો જાહેર કર્યો

    2 weeks ago

    ગુજરાત રાજ્યમાં જનગણનાની કામગીરી 1 થી 30 જૂન દરમિયાન થવાની છે ત્યારે હાલ સેલ્ફ એન્યુમરેશન એટલે કે સ્વગણના શરૂ થઈ ચૂકી છે. રાજકોટ શહેર અને જિલ્લામાં બે દિવસમાં 3000 થી વધુ લોકોએ સ્વગણના કરી છે. કલેક્ટરે પોતે સેલ્ફ એન્યુમરેશન કર્યા અંગેનો ફોટો બતાવી કહ્યું કે લોકો ઝડપથી ઓનલાઇન સ્વગણના કરે જેથી વસ્તી ગણતરી સરળતાથી થઈ શકે. જેમાં H થી શરૂ થતો 11 અંકનો ડિજિટલ કોડ આવશે. જે ગણતરીદારો આવશે તેને આપતા ડેટા ફેચ થઈ શકશે. જેમાં કયા કયા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે તેની માહિતી સાથેનો ફોટો અને ડેમો વિડિયો પણ જાહેર કરવામાં આવેલો છે. રાજકોટ શહેર અને જિલ્લામાં 7610 ગણતરીદારો દ્વારા પ્રથમ તબક્કાની ઘર ગણતરી કરવામાં આવશે. રાજકોટ જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશે જણાવ્યુ હતુ કે, ગુજરાત રાજ્યમાં જનગણના 2027 ની કામગીરી ટૂંક સમયમાં શરૂ થનાર છે. જેમાં સામાજિક, આર્થિક અને આવાસ સબંધિત માહિતી એકત્રિત કરવામાં આવે છે. જે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને વિકાસકામોના આયોજન અને અમલીકરણ માટે ખૂબ જ ઉપયોગી છે. જે અંતર્ગત સ્વગણના 17 મી મે થી શરૂ થઈ ચૂકી છે. જે 31 મી મે સુધી ચાલશે. જેમાં નાગરિકો https://se.census.gov.in પર પોતાનું નામ, મોબાઇલ નંબર અને OTP નાખશે. જે બાદ અલગ અલગ પેજ ખૂલશે. જેમાં એન્ટ્રી કરવાની રહેશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ સેલ્ફ એન્યુમરેશનમાં ઘરની પરિસ્થિતિ, ઘરની છત, તળિયું, ટોયલેટ, પીવાના પાણીની સુવિધા અને કયા પ્રકારની મિલકતો ઘરમાં છે તેની વિગતો લખવાની રહેશે. જે પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ H થી શરૂ થતો 11 અંકનો ડિજિટલ કોડ મળશે. જેનો સ્ક્રીન શોટ લઈ શકશો અને તે અંગેનો SMS પણ મોબાઇલમાં આવશે. તા.1 થી 30 જૂન દરમિયાન ગણતરીદારો જ્યારે તમારા ઘરે આવશે ત્યારે તેને તે ડિજિટલ કોડ આપવાનો રહેશે. જેથી આ કોડથી તમે જે માહિતી ભરી છે તે ફેચ કરી શકાય. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અધિકૃત ગણતરીદારો અને સુપરવાઇઝરને નમૂનાનું આઈ કાર્ડ આપવામાં આવશે. જે આઈ કાર્ડ અધિકૃત વ્યક્તિ બતાવે તેને નાગરિકોએ પોતાનો ડિજિટલ કોડ આપવાનો રહેશે. જેની સાથે કોઈ ડોક્યુમેન્ટ કે ઓટીપી આપવાનો રહેશે નહીં. જેથી માહિતી ફેચ કરી શકાશે. રાજકોટ જિલ્લામાં 7610 ગણતરીદારો રાજકોટ જિલ્લામાં ગ્રામ્ય અને નગરપાલિકામાં 3476 ગણતરીદારો છે. જેમાં 2982 ગણતરીદારો અને 494 સુપરવાઇઝર છે. જ્યારે મહાનગરપાલિકામાં 4134 નો મેન પાવર છે જેમાં ગણતરીદારો 3528 ગણતરીદારો અને સુપરવાઇઝર 606 છે. આમ રાજકોટ જિલ્લામાં કુલ 7610 નો મેન પાવર છે. જેમાં 6570 ગણતરીદારો છે અને 1100 જેટલા સુપરવાઇઝર છે. 2 દિવસમાં 3000 થી વધુ લોકોએ સેલ્ફ એન્યુમરેશન કરવામાં આવેલું છે. જિલ્લામાં 2928 બ્લોક્સ છે. કોર્પોરેશનમાં 3100 હાઉસિંગ બ્લોક્સ છે.
    Click here to Read More
    Previous Article
    લૂંટ વિથ મર્ડરના ગુનામાં ફરાર આરોપી 17 વર્ષે ઝડપાયો:વેળાવદર હાઇવે પર ટ્રક ડ્રાઇવરની હત્યા કરી 1.20 લાખની લૂંટ ચલાવનાર નાગેન્દ્રને અમદાવાદથી દબોચાયો
    Next Article
    બોટાદના નવહથા હનુમાનજી મંદિરે 42 મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા:ગોલ્ડન વર્લ્ડ રેકોર્ડમાં નોંધ લેવાઈ, બન્યું નવગ્રહ શાંતિ મંદિર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment