Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત રેલવે સ્ટેશન પર 45 લાખના સોનાની સનસનાટીભરી ચોરી:દાન માટે લાવેલા 300 ગ્રામ સોનાના ત્રણ બિસ્કિટ લિફ્ટની ભીડમાં ચોરાયા, ગણતરીના કલાકોમાં કાકા-ભત્રીજી સહિત ત્રણની ધરપકડ

    8 hours ago

    સુરત રેલવે સ્ટેશન પર ભીડનો લાભ ઉઠાવી વૃદ્ધ મુસાફરના પેન્ટનું ચોર ખિસ્સું કાપી 45 લાખની કિંમતના સોનાના ત્રણ બિસ્કિટ ચોરી લેવાની ચોંકાવનારી ઘટના બની હતી. જોકે, વડોદરા પશ્ચિમ રેલવે લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સુરત રેલવે પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી સીસીટીવી ફૂટેજ અને રિક્ષા ચાલકની મદદથી ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી સહિત ત્રણની ધરપકડ કરી મુદ્દામાલ રિકવર કર્યો છે. દાન માટે લાવેલું સોનું લિફ્ટની ભીડમાં ચોરાયું મળતી માહિતી પ્રમાણે, મૂળ બનાસકાંઠાના અને હાલ સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં રહેતા 77 વર્ષીય કાંતિલાલ મહેતા પોતાના વતન ધનાલી ખાતે ગયા હતા. ત્યાં શીતલનાથ જૈન દેરાસરની દાનપેટીમાંથી નીકળેલા 100-100 ગ્રામના સોનાના 3 બિસ્કિટ (કુલ 300 ગ્રામ) તેઓ સુરતના મંદિરોમાં કોરિડોર બનાવવા માટે દાનમાં આપવા લાવ્યા હતા. તા. 9 મેના રોજ ભુજ-બાંદ્રા એક્સપ્રેસ દ્વારા સુરત ઉતરી જ્યારે તેઓ પ્લેટફોર્મ નંબર 2 પરથી લિફ્ટમાં ચઢ્યા, ત્યારે ભીડનો લાભ લઈ અજાણ્યા તસ્કરે તેમના પેન્ટનું ચોર ગજવું કાપી 45 લાખનું સોનું સેરવી લીધું હતું. 100થી વધુ સીસીટીવી અને રિક્ષા નંબરે રસ્તો બતાવ્યો ઘટનાની ગંભીરતા જોઈ રેલવે એસ.પી. અભય સોનીના માર્ગદર્શન હેઠળ એલસીબી અને રેલવે પોલીસની ટીમો કામે લાગી હતી. પોલીસે સ્ટેશનથી લઈને બહારના પાર્કિંગ સુધીના સીસીટીવી તપાસતા એક શંકાસ્પદ ઇસમ પ્લેટફોર્મ નંબર 4 થી બહાર નીકળી રિક્ષામાં બેસતો જણાયો હતો. વરાછા અને કાપોદ્રા વિસ્તારના આશરે 100 જેટલા કેમેરા ફંગોળ્યા બાદ રિક્ષા નંબર મળી આવ્યો હતો. રિક્ષા ચાલકની પૂછપરછમાં જાણવા મળ્યું કે તેણે પેસેન્જરને વરાછાની શક્તિવિજય સોસાયટી પાસે ઉતાર્યો હતો. કાકાએ ચોરી કરી, ભત્રીજી અને દાદીએ સોનું છુપાવ્યું પોલીસે શક્તિવિજય સોસાયટીમાં વોચ ગોઠવી કરણ શંકર મકવાણા નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. કડક પૂછપરછમાં તેણે ચોરીની કબૂલાત કરી જણાવ્યું કે સોનું તેની ભત્રીજી (બાળ કિશોરી) ને આપ્યું છે. બાળકીની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તેણે સોનું પોતાની દાદી ગીતાબેન અજયભાઈ સોલંકીને આપ્યું હતું. પોલીસે ગીતાબેન પાસેથી ₹45 લાખની કિંમતના ત્રણેય સોનાના બિસ્કિટ સુરક્ષિત રીતે કબજે કર્યા છે. આરોપીનો ગુનાહિત ઈતિહાસ પકડાયેલ મુખ્ય આરોપી કરણ મકવાણા અગાઉ પણ સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં ચોરી અને અન્ય ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું છે. આ સમગ્ર કામગીરીમાં LCB પી.આઈ. ટી.વી. પટેલ, સુરત રેલવે પી.આઈ. જે.બી. મીઠાપરા અને તેમની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી.
    Click here to Read More
    Previous Article
    7 દિવસ ગરમી ગાભા કાઢશે:PMના આગમન પહેલા સોમનાથ-વડોદરા ઝગમગ્યા, લગ્નની લાલચે દુષ્કર્મ કરનાર આપ પ્રવક્તાની ધરપકડ; અકસ્માતમાં સાતનાં મોત
    Next Article
    ગરમીને કારણે PM મોદીના ભવ્ય રોડ શોમાં પાણી-ORSની વ્યવસ્થા:શહેર ભાજપ પ્રમુખે કહ્યું: વડોદરાના નાગરિકો પશ્ચિમ બંગાળની જીત બદલ વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરશે, રોડ-શોના રૂટ પર કુલ 15 સ્ટેજ તૈયાર કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment