Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગરમીને કારણે PM મોદીના ભવ્ય રોડ શોમાં પાણી-ORSની વ્યવસ્થા:શહેર ભાજપ પ્રમુખે કહ્યું: વડોદરાના નાગરિકો પશ્ચિમ બંગાળની જીત બદલ વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરશે, રોડ-શોના રૂટ પર કુલ 15 સ્ટેજ તૈયાર કરાયા

    8 hours ago

    વડોદરા શહેરમાં આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો યોજાનાર છે. રોડ શોને લઈને શહેરમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ગદા સર્કલથી એરપોર્ટ સુધી અંદાજે દોઢ કિલોમીટર લાંબા રૂટ પર રોડ શો યોજાશે. રોડ શોને ભવ્ય બનાવવા ભાજપ દ્વારા માર્ગ પર આશરે 15 જેટલા થીમ આધારિત સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે. વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને સજાવટ રોડ શોની આકર્ષણ વધારશે. ખાસ કરીને પશ્ચિમ બંગાળની સંસ્કૃતિની ઝાંખી રોડ શોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. ગરમીને ધ્યાનમાં રાખીને કાર્યકર્તાઓ અને લોકો માટે પાણી તેમજ ORSની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. રોડ શો દરમિયાન કોઈ અગવડ ન સર્જાય તે માટે પ્રશાસન દ્વારા જરૂરી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. રોડ શોમાં હજારો કાર્યકર્તાઓ અને નાગરિકો જોડાશે. વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડો.જયપ્રકાશ સોનીએ જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળની ભવ્ય જીત બાદ, જેમની કર્મભૂમિ વડોદરા રહી છે અને જેમને વૈશ્વિક સ્તરે નેતૃત્વનો સ્વીકાર થયો છે, તેવા આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે વડોદરા પધારી રહ્યા છે. તેઓ સરદારધામ છાત્રાલયના લોકાર્પણ માટે આવી રહ્યા છે. આ પ્રસંગે વડોદરાના નાગરિકો દ્વારા પશ્ચિમ બંગાળની જીત બદલ તેમનું ભવ્ય સ્વાગત અને અભિવાદન કરવા માટે એક રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીનો રોડ-શો સોમવારના રોજ સાંજે 5:30 કલાકે શરૂ થશે. આ કાર્યક્રમ ગદા સર્કલથી લઈને જૂના એરપોર્ટ સુધી યોજવામાં આવશે. વડોદરાના નાગરિકો આખા રૂટ દરમિયાન વડાપ્રધાન મોદીનું ઉષ્માભેર સ્વાગત કરશે. રોડ-શોના રૂટ પર કુલ 15 સ્ટેજ બનાવવામાં આવ્યા છે. આ સ્ટેજ પરથી દેશના અલગ-અલગ રાજ્યોના સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી રજૂ કરવામાં આવશે. આ રીતે આપણે વિવિધતામાં એકતાનો સંદેશ પણ આપીશું અને વડાપ્રધાનનું ભવ્ય સન્માન કરીશું. તેઓએ વધુમાં કહ્યું કે, હું આપના માધ્યમથી વડોદરાના તમામ નગરજનોને નમ્ર અપીલ કરું છું કે, આવતીકાલે સાંજે મોટી સંખ્યામાં ઉમટી પડે અને આપણા લોકપ્રિય નેતા નરેન્દ્રભાઈ મોદીનું ભવ્ય સ્વાગત અને અભિવાદન કરે. ચાલો સૌ સાથે મળીને આ રોડ-શોને યાદગાર બનાવીએ.
    Click here to Read More
    Previous Article
    સુરત રેલવે સ્ટેશન પર 45 લાખના સોનાની સનસનાટીભરી ચોરી:દાન માટે લાવેલા 300 ગ્રામ સોનાના ત્રણ બિસ્કિટ લિફ્ટની ભીડમાં ચોરાયા, ગણતરીના કલાકોમાં કાકા-ભત્રીજી સહિત ત્રણની ધરપકડ
    Next Article
    Somnath Amrut Mahotsav LIVE Updates | PM મોદી સોમનાથ આવે તે પહેલા રિહર્સલ | PM Modi | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment