Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોનિયા ગાંધીનું પુસ્તક લોન્ચ, કોઈપણ ઈવેન્ટ વગર દુકાનોમાં વેચાણ શરૂ:કવર પર રાજીવે ક્લિક કરેલો ફોટો; 7 ચેપ્ટરમાં પ્રેમ-લગ્ન અને PM પદ ઠુકરાવવાની કહાની

    10 hours ago

    સોનિયા ગાંધીનું પુસ્તક ‘બિલોન્ગિંગ: અ જર્ની ઑફ લવ’ આજે લોન્ચ થયું છે. કોઈપણ લોન્ચ ઇવેન્ટ વિના તે સીધું જ બજારમાં ઉપલબ્ધ થવા લાગ્યું છે. સોનિયાએ આ સંસ્મરણને અંગત પુસ્તક ગણાવ્યું છે અને કહ્યું છે કે આ રાજકીય પુસ્તક નથી. સોનિયાએ 24 ઓક્ટોબરે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. તેમાં તેમણે દાવો કર્યો હતો- "મારું પુસ્તક આવશે ત્યારે ચોક્કસ કંઈક ‘તમાશો’ થશે. દાયકાઓથી લોકો મારી કહાની કહેતા આવ્યા છે, હવે મારી કહાની કહેવાનો મારો વારો છે." હાર્પરકોલિન્સ ઇન્ડિયા દ્વારા પ્રકાશિત આ પુસ્તકમાં ગાંધી પરિવાર સાથે બનેલી મોટી દુર્ઘટનાઓ અને 2004ના રાજકીય ઘટનાક્રમનો ઉલ્લેખ છે. 527 પાનાંના પુસ્તકમાં 7 ચેપ્ટર ઋગ્વેદની ઋચાઓમાં સાથે મળીને ચાલવાનો સંદેશ પુસ્તકમાં એક પાનાં પર ઋગ્વેદની ઋચાઓ લેવામાં આવી છે. તેમાં જે લખ્યું છે તેનો અર્થ છે… 'સાથે મળીને ચાલો, સાથે મળીને બોલો અને તમારા વિચારો એક હોય. તમારો ઉદ્દેશ્ય એક હોય અને તમારા હૃદયમાં પરસ્પર સુમેળ હોય. તમારા વિચારો એકજૂથ હોય, જેથી તમે સૌ સાથે મળીને એકતા અને પૂર્ણતા સાથે જીવન જીવી શકો.' ‘બિલોન્ગિંગ..’ વિશે સોનિયા શું વિચારે છે સોનિયાએ જણાવ્યું હતું કે 2004માં વડાપ્રધાન પદ કેમ ઠુકરાવ્યું હતું આ પુસ્તક પર ‘ધ હિન્દુ’ને આપેલા ઇન્ટરવ્યૂમાં સોનિયાએ આ નિર્ણયથી લઈને રાજીવ ગાંધી સાથેના પોતાના સંબંધો, ઇમરજન્સી, કોંગ્રેસના ભવિષ્ય અને દેશની વર્તમાન રાજનીતિ અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ભારતને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની વિચારસરણી અલગ છે. સોનિયાએ છેલ્લા 12 વર્ષમાં દેશના લોકતંત્ર અને સંસ્થાઓને થયેલા નુકસાન અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. સાથે જ કહ્યું હતું, ‘રાજીવ સાથે મુલાકાતને 60 વર્ષ થયા પછી પણ હું એ જ વ્યક્તિ છું, બસ હવે પહેલાં જેટલું હસતી નથી.’ સવાલ: તમે X પર લખ્યું હતું—‘બીજા લોકો દાયકાઓથી મારી કહાની કહેતા આવ્યા છે, હવે મારો વારો છે.’ AIની મદદથી જાણવા મળ્યું કે તમારા જીવન પર ઓછામાં ઓછા 75 પુસ્તકો લખાઈ ચૂક્યા છે. શું તમે તેમાંથી કેટલા વાંચ્યા છે અથવા ક્યારેય એ જાણવાનો પ્રયાસ કર્યો છે કે બીજા લોકો તમારી કહાનીને કેવી રીતે જુએ છે? જવાબ: મને તો અંદાજ પણ નહોતો કે આટલી બધા પુસ્તકો છે! પરંતુ મારા વિશે લખાયેલાં પુસ્તકો વાંચવાની ઇચ્છા મને ક્યારેય થઈ નથી. ઘણા સમય પહેલાં રાજીવ અને મેં સમજી લીધું હતું કે અમારા વિશે જે કંઈ લખાઈ રહ્યું છે, તે વાંચતા રહેવું વ્યર્થ છે. પરંતુ જેમ કે મેં મારા પુસ્તકમાં પણ કહ્યું છે, એક સમય એવો આવ્યો જ્યારે મને લાગ્યું કે હવે મારે મારી કહાની પોતે કહેવી જોઈએ. સવાલ: પુસ્તક લખવામાં કુલ કેટલો સમય લાગ્યો? જવાબ: આટલો લાંબો સમય વીતી ગયો છે કે હવે ચોક્કસપણે યાદ પણ નથી કે તેની શરૂઆત ક્યારે થઈ હતી. એટલું જરૂર કહી શકું કે મેં પહેલી વાર કંઈક લખવાનું એક દાયકાથી પણ પહેલાં શરૂ કર્યું હતું. જોકે, ગંભીરતાથી લખવાનું શરૂ કર્યું તેને લગભગ પાંચ વર્ષ જ થયાં છે. આ સિલસિલો સતત ચાલ્યો નહોતો. ક્યારેક એવું બનતું કે શબ્દો અને વિચારો આપમેળે આવતા રહેતા, તો ક્યારેક કંઈપણ લખવું મુશ્કેલ થઈ જતું. આવા પ્રસંગોએ હું નિરાશ થઈને હાથ ઊંચા કરી દેતી હતી. સવાલ: તમે ‘બિલોન્ગિંગ’ને વ્યક્તિગત સંસ્મરણ ગણાવ્યું છે, પરંતુ તેના કેન્દ્રમાં રાજીવ ગાંધી સાથેની તમારી પ્રેમકથા પણ છે. શું આ સફર કોઈ ફિલ્મી કહાની જેવી લાગે છે? જવાબ: હા! આ જ એક કારણ હતું કે આટલા લાંબા સમય સુધી મને મારી આ કહાની વિશે વાત કરવાની ઇચ્છા થઈ નહોતી. આ માત્ર અમ બંનેની પ્રેમકથા નથી. આ વાતની પણ કહાની છે કે કેવી રીતે મને રાજીવના પરિવાર અને જે દેશ સાથે તેમનો સંબંધ હતો, તે દેશ સાથે પ્રેમ થઈ ગયો. ધીમે-ધીમે હું પણ એ પરિવાર અને દેશનો હિસ્સો બની ગઈ. આ વાત એ વાતની પણ કહાની છે કે આ જ પ્રેમે મને જાહેર જીવનમાં પ્રવેશવા માટે પ્રેરિત કરી. જ્યારે મને લાગ્યું કે તે તમામ લોકોના બલિદાનોનો હેતુ જોખમમાં મૂકાઈ રહ્યો છે અને પાર્ટી નબળી પડી રહી છે, ત્યારે મને લાગ્યું કે મારે કંઈક કરવું જ પડશે. સવાલ: તમારું બાળપણ ઇટાલીના એક નાના શહેરમાં વીત્યું. છેલ્લા છ દાયકાથી તમે ભારતમાં રહી રહ્યાં છો. એ યુવાન ઇટાલિયન યુવતીના કયા સંસ્કારો અને ગુણો આજે પણ તમારા વ્યક્તિત્વમાં મોજૂદ છે? જવાબ: મને લાગે છે કે આ બાબતોમાં હું આજે પણ એ જ વ્યક્તિ છું, જેને રાજીવ 60 વર્ષ પહેલાં મળ્યા હતા. જોકે, તે સમયે હું આજની સરખામણીએ ઘણી વધારે સ્મિત કરતી અને હસતી હતી. સવાલ: રાજીવ ગાંધી, જે તમારા જીવનનો પ્રેમ હતા, અને ઈન્દિરા ગાંધી, જેમની સાથે તમારો અત્યંત નજીકનો સંબંધ હતો, તમારી કહાનીના બે મુખ્ય પાત્રો છે. આ બંનેએ તમારા જીવન અને વિચારોને કેવી રીતે પ્રભાવિત કર્યા? જવાબ: જ્યારે હું દુલ્હન તરીકે ભારતમાં આવી, ત્યારે મને આ દેશ વિશે જરાય ખબર નહોતી. આજે હું જે કંઈ છું અને ભારત વિશે જે કંઈ જાણું છું, તે બધું મેં એ બંને પાસેથી શીખ્યું છે. તેમની હિંમત, અન્યો પ્રત્યેની સંવેદનશીલતા, ધર્મનિરપેક્ષ અને લોકતાંત્રિક ભારત પ્રત્યેનો વિશ્વાસ અને સૌથી વધીને પોતાની જવાબદારીઓ નિભાવવાની ભાવના મને હંમેશાં પ્રેરિત કરતી રહી. બંને માટે કર્તવ્ય સૌથી વધુ મહત્વપૂર્ણ હતું. આ જ ગુણોએ મુશ્કેલ અને શંકાભર્યા સમયગાળામાં પણ મને મજબૂતીથી અડગ રહેવાની શક્તિ આપી. સવાલ: તમે લખ્યું છે કે રાજીવ ગાંધી કટોકટી દરમિયાન થઈ રહેલા અત્યાચારોની ફરિયાદો ઇન્દિરા ગાંધી સુધી પહોંચાડતા હતા. શું તમને લાગે છે કે કટોકટીના અત્યાચારોને રોકી શકાયા હોત? જવાબ: આ માટે માત્ર સંજય ગાંધી જવાબદાર નહોતા, જોકે સામાન્ય લોકોની નજરમાં ઘણી વાર તેમનું નામ કટોકટીનું પર્યાય બની ગયું છે. ઇન્દિરા ગાંધી પર તેમના કેટલાક વરિષ્ઠ સહયોગીઓનું પણ ઘણું દબાણ હતું. સવાલ: તમે તમારા પુસ્તકમાં કટોકટી દરમિયાન બનેલી અનેક ઘટનાઓ પ્રત્યે અસહમતિ વ્યક્ત કરી છે. જવાબ: કટોકટી દરમિયાન ખરેખર શું-શું થઈ રહ્યું હતું અને તેની ગંભીરતા કેટલી હતી, તેની જાણ મને કટોકટી પૂરી થયા પછી જ થઈ. હા, તે દરમિયાન લોકશાહી અધિકારો પર અંકુશ મૂકવામાં આવ્યો હતો અને હેબિયસ કોર્પસના અધિકારને સ્થગિત કરી દેવામાં આવ્યો હતો. જોકે, આ બધું બંધારણીય રીતે કરવામાં આવ્યું હતું. પરંતુ જ્યારે હું પોતાને એ સમયગાળામાં લઈ જઈને શ્રીમતી ગાંધીના દૃષ્ટિકોણથી પરિસ્થિતિને જોવાનો પ્રયાસ કરું છું, ત્યારે મને લાગે છે કે તેઓ ઝડપથી વણસી રહેલી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે સંઘર્ષ કરી રહ્યાં હતાં. આપણે એ ભૂલવું ન જોઈએ કે ખુદ ઇન્દિરા ગાંધીએ જ અંતે પરિસ્થિતિને સમજી અને માર્ચ 1977માં ચૂંટણી યોજવાનો નિર્ણય લીધો હતો. તમે સારી રીતે જાણો છો કે બાદમાં તેમણે જાહેરમાં કટોકટી દરમિયાન થયેલા અતિચારો પર ખેદ પણ વ્યક્ત કર્યો હતો અને તેના માટે માફી પણ માંગી હતી. સવાલ: તમે તમારી પુસ્તકમાં RSS, BJP અને સંઘ પરિવારને લોકશાહી, બિનસાંપ્રદાયિકતા અને બંધુત્વ જેવા બંધારણીય મૂલ્યો માટે પડકાર ગણાવ્યો છે. જવાબ: બિલકુલ! હું માનું છું કે પાર્ટીની અંદર કેટલાક એવા લોકો રહ્યા છે, જેઓ માનતા હતા કે બિનસાંપ્રદાયિકતાના મુદ્દે આપણે એટલું સ્પષ્ટ અને નિખાલસ વલણ અપનાવવું જોઈએ નહીં. પરંતુ આ પાર્ટીનું સત્તાવાર વલણ નથી. મને લાગે છે કે પોતાની નીતિઓ અને કાર્યો દ્વારા અમે સતત આ વાત પર અડગ રહ્યા છીએ કે દેશના દરેક નાગરિકને કોઈપણ ભય વિના પોતાના ધર્મ અને આસ્થાને માનવાનો તથા તેનું પાલન કરવાનો બંધારણીય અધિકાર છે. સવાલ: તમે લખ્યું છે કે મોદી અને ભારતને લઈને તમારી વિચારસરણી અલગ છે, પરંતુ તમે તેમના સામાન્ય સામાજિક પરિવેશમાંથી નીકળીને સત્તા સુધી પહોંચવાની વાત પણ સ્વીકારી છે. જવાબ: આ સાચું છે કે મોદી એકદમ અલગ વૈચારિક દુનિયામાંથી આવે છે. પરંતુ રાજકારણમાં સફળતા મેળવવાના અનેક માર્ગો હોય છે. કોંગ્રેસ પાર્ટીની અંદર જ ઉદાહરણ તરીકે ડૉ.મનમોહન સિંહ અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને જોઈ શકાય છે. મને નથી લાગતું કે આપણે RSS પાસેથી કંઈ શીખવાની જરૂર છે. સવાલ: 2004માં UPAની જીત બાદ તમે વડાપ્રધાન પદ સ્વીકાર્યું નહોતું. તમારા પુસ્તક અનુસાર, રાહુલ-પ્રિયંકા પણ તેના પક્ષમાં નહોતા. ત્યાર બાદ ડૉ.મનમોહન સિંહ વડાપ્રધાન બન્યા. શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો તમે વડાપ્રધાન બન્યાં હોત, તો UPA સરકારની નીતિઓ અને કોંગ્રેસની વ્યૂહરચના અલગ હોત? જવાબ: ના, બિલકુલ નહીં. આ સવાલ ક્યારેય મારા મનમાં આવ્યો જ નથી. અમારો અનુભવ એકંદરે ઘણો સકારાત્મક રહ્યો. અમે એક ટીમ તરીકે કામ કર્યું અને અમારી બંનેની ભૂમિકાઓ સ્પષ્ટપણે અલગ-અલગ હતી. તેઓ સરકારનું નેતૃત્વ કરી રહ્યા હતા અને હું પક્ષનું નેતૃત્વ કરી રહી હતી. સવાલ: તમારા પુસ્તક ‘બિલોન્ગિંગ’ના લોન્ચિંગના થોડા મહિના પહેલાં પ્રકાશક બદલાઈ ગયો હતો. પેંગ્વિનથી હાર્પરકોલિન્સ સુધીના આ બદલાવને લઈને દાવો કરવામાં આવ્યો હતો કે મોદી, આરએસએસ, સાંપ્રદાયિકતા અને ગલવાન સાથે જોડાયેલા અંશો અંગે મતભેદો હતા. જવાબ: હું આ વિવાદોમાં પોતાને સામેલ કરવાનું પસંદ નહીં કરું. --------------------------- આ સમાચાર પણ વાંચો: 'હું નહોતી ઈચ્છતી કે રાજીવ PM બને':સોનિયા ગાંધીએ કહ્યું- મારું પુસ્તક બહાર પડશે ત્યારે હોબાળો જરૂર થશે, 5 દિવસમાં ત્રીજો VIDEO પોસ્ટ કર્યો સોનિયા ગાંધીએ કહ્યું- જ્યારે રાજીવ ગાંધીને દેશના વડાપ્રધાન બનાવવામાં આવી રહ્યા હતા, ત્યારે હું આ નિર્ણયના વિરોધમાં હતી. હું ક્યારેય ઇચ્છતી નહોતી કે રાજીવ ગાંધી વડાપ્રધાન બને. મારું પુસ્તક બહાર પડશે ત્યારે થોડો ‘હોબાળો’ તો ચોક્કસ થશે. દાયકાઓથી લોકો મારી કહાની કહેતા આવ્યા છે, હવે મારી કહાની કહેવાનો વારો મારો છે. સોનિયા ગાંધી પર લખાયેલું પુસ્તક ‘બિલોન્ગિંગ: અ જર્ની ઓફ લવ’ 10 નવેમ્બરે રિલીઝ થશે. તેમણે મંગળવારે X પર તેનો નવો વીડિયો પોસ્ટ કર્યો. વાંચો સંપૂર્ણ સમાચાર…
    Click here to Read More
    Previous Article
    हेमा मालिनी ने रणबीर कपूर- साई पत्लवी की रामायण देख कर जमकर की तारीफ, बोलीं- उम्मीद से बढ़कर, स्पेशल इफेक्ट्स देखकर थम सी गईं सांसें
    Next Article
    'પાણી નહીં મળે તો પારો તોડી નાખીશું':ડેમમાં 90% પાણી છતાં પાક સુકાઈ રહ્યો છે, જૂનાગઢ-ગીર સોમનાથના 15 ગામોના ખેડૂતોનો આક્રોશ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment