Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'પાણી નહીં મળે તો પારો તોડી નાખીશું':ડેમમાં 90% પાણી છતાં પાક સુકાઈ રહ્યો છે, જૂનાગઢ-ગીર સોમનાથના 15 ગામોના ખેડૂતોનો આક્રોશ

    9 hours ago

    જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના સરહદી વિસ્તારોમાં આવેલા ગામોના ખેડૂતો હાલ સિંચાઈના પાણી માટે ત્રાહિમામ પોકારી રહ્યા છે. લાછડી ડેમમાં હાલ 80થી 90 ટકા જેટલો વિપુલ પાણીનો જથ્થો સંગ્રહિત હોવા છતાં તંત્ર દ્વારા સિંચાઈ કે પીવાના પાણી માટે કોઈ વ્યવસ્થા ન કરાતાં આ અમૂલ્ય જળરાશિ વેડફાઈ રહી છે. આસપાસના 15 જેટલા ગામોના ધરતીપુત્રોએ જન્માષ્ટમી બાદ તુવેર, ચણા સહિતના શિયાળુ પાકોનું મોંઘા ભાવના બિયારણો વાપરીને વાવેતર કર્યું છે. ચોમાસું નબળું રહેવાના કારણે હવે આ પાકને તાતી જરૂરિયાતના સમયે પિયત ન મળતાં લાખો રૂપિયાનો પાક નિષ્ફળ જવાની ગંભીર ભીતિ સેવાઈ રહી છે. ડેમ બન્યાને 20 વર્ષ વીત્યા છતાં કેનાલ અધૂરી ખેડૂત અગ્રણી અશ્વિનભાઈ વાળાએ રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આસપાસના 15 ગામોના ખેડૂતોએ મહેનત કરીને અત્યાર સુધી પાકને સાચવ્યો છે, પરંતુ હવે આગળ પિયતની કોઈ સુવિધા ન હોવાથી ખેડૂતોની આખી સીઝનની મહેનત એળે જાય એવી દયનીય સ્થિતિ સર્જાઈ છે. લાછડી ડેમનું નિર્માણ થયાને 20 વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં કેનાલનું કામ હજુ અધૂરું છે. કેનાલ માટે ખેડૂતોની જમીનો સંપાદિત થઈ ગઈ, નાણાં ચૂકવાઈ ગયા અને 7/12ના દાખલામાંથી જમીન પણ કમી થઈ ગઈ છતાં સરકારી તંત્રએ આગળ કોઈ કામગીરી કરી નથી. ખેડૂતોની માંગ છે કે હાલ પૂરતું આ ડેમનું પાણી દેવકા નદીમાં છોડવામાં આવે તો હજારો હેક્ટર જમીનમાં ઊભેલો પાક બચી શકે તેમ છે. નદીમાં પાણી છોડાય તો 8થી 10 ચેકડેમો ભરાય માળીયા હાટીના તાલુકાના આછીદ્રા ગામના ખેડૂત અરશીભાઈ ચાંડેરાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ખેતી માટે લાછડી બંધારા યોજના ઊભી કરવામાં આવી તે આવકાર્ય છે, પરંતુ હાલ પીવાના કે સિંચાઈના ઉપયોગ વિના પાણી પડ્યું રહ્યું છે. ચાલુ વર્ષે ઓછો વરસાદ હોવાથી શિયાળુ મોસમમાં ચણા અને તુવેર જેવા કઠોળ પાકને જીવતદાન આપવા તાત્કાલિક પાણી છોડવું અનિવાર્ય છે. જો ડેમમાંથી પાણી વહેવડાવવામાં આવે તો માર્ગમાં આવતા 8થી 10 ચેકડેમો છલકાઈ જશે અને આસપાસના ભૂગર્ભ જળસ્તર ઊંચા આવતાં ખેડૂતોના કુવાઓ રીચાર્જ થશે. આનાથી માત્ર પાક જ નહીં પરંતુ, પંથકના અબોલ પશુઓ માટે પીવાના પાણીનું જોખમ પણ ટળી જશે. 8થી 10 ગામોના ખેડૂતોએ પારો તોડવાની ચીમકી ઉચ્ચારી સ્થાનિક ખેડૂતોએ અગાઉ વહીવટી તંત્રને અનેકવાર રૂબરૂ રજૂઆતો તેમજ આવેદનપત્રો આપ્યા હોવા છતાં કોઈ સકારાત્મક પગલાં લેવાયા નથી. જો સરકાર તાત્કાલિક ડેમમાંથી પાણી છોડવાનો આદેશ નહીં કરે તો આછીદ્રા, છાપરી, પીપળવા, દાંડેરી, દેદા, અસનાદર સહિતના 8થી 10 ગામોના ખેડૂતો એકત્રિત થઈને ઉગ્ર આંદોલન છેડશે. રોષે ભરાયેલા ખેડૂતોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો તંત્ર પાક સુકાતો તમાશો જોતું રહેશે તો ખેડૂતોએ મજબૂર બનીને ડેમ પાસે પહોંચી જાતે પારો તોડી નદીમાં પાણી વહાવવાની ફરજ પડશે, જેની તમામ જવાબદારી સ્થાનિક પ્રશાસનની રહેશે.
    Click here to Read More
    Previous Article
    સોનિયા ગાંધીનું પુસ્તક લોન્ચ, કોઈપણ ઈવેન્ટ વગર દુકાનોમાં વેચાણ શરૂ:કવર પર રાજીવે ક્લિક કરેલો ફોટો; 7 ચેપ્ટરમાં પ્રેમ-લગ્ન અને PM પદ ઠુકરાવવાની કહાની
    Next Article
    India vs UAE Live Score Updates, U19 Asia Cup 2026: 4,6,4,6 - Sehwag Jr Goes Berserk After Slamming Ton vs UAE

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment