Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાલચોળ અંગારાના સાથિયા પર અદભુત રાસ:જામનગરના કડિયાવાડમાં 45 મિનિટ સુધી 17 યુવકોના અગ્નિ સાથિયા રાસ રમ્યા; 52 વર્ષ જૂની પરંપરા

    1 day ago

    જામનગરના કડિયાવાડ વિસ્તારમાં આવેલા રાંદલ અંબિકા ગરબી મંડળ દ્વારા નવરાત્રિ પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. ચોથા નોરતે અહીં 52 વર્ષ જૂની પરંપરાને જાળવી રાખીને યુવાનો દ્વારા 'અગ્નિ સાથિયા રાસ' રજૂ કરવામાં આવ્યો હતો. સળગતા અંગારાઓ વચ્ચે રજૂ કરાયેલા આ અદ્ભુત અને રોમાંચક રાસને જોવા માટે મોટી સંખ્યામાં ખેલૈયાઓ અને દર્શકો ઉમટી પડ્યા હતા. અંગારાઓ પાથરી વિશાળ સાથિયો બનાવાયો ગરબી મંડળના પટાંગણમાં ખાસ લાલચોળ અંગારાઓ પાથરીને એક વિશાળ સ્વસ્તિક (સાથિયો) તૈયાર કરવામાં આવે છે. આ સળગતા અગ્નિ સાથિયા વચ્ચે ગરબી મંડળના 17 જેટલા યુવકો સતત 45 મિનિટ સુધી મનમોહક ગરબા અને રાસની રમઝટ બોલાવે છે. અંધકાર વચ્ચે ઝળહળી ઉઠ્યો અગ્નિ સાથિયો રાસની શરૂઆત થતાં જ પાંડાલની તમામ લાઈટો બંધ કરી દેવામાં આવે છે. ઘોર અંધકાર વચ્ચે લાલચોળ સળગતા અંગારાઓથી બનેલો સાથિયો અત્યંત આકર્ષક અને દિવ્ય રીતે ઝળહળી ઉઠે છે. આ નયનરમ્ય અને રોમાંચક દ્રશ્યો જોઈને ઉપસ્થિત તમામ દર્શકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. 52 વર્ષથી જળવાઈ રહી છે પરંપરા કડિયાવાડનું રાંદલ અંબિકા ગરબી મંડળ તેના પરંપરાગત સાહસિક રાસ માટે સમગ્ર શહેરમાં પ્રખ્યાત છે. છેલ્લા 52 વર્ષથી સતત આયોજિત થતો આ 'અગ્નિ સાથિયા રાસ' જામનગરના નવરાત્રિ મહોત્સવનું મુખ્ય આકર્ષણ બની રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    હાઇજેક એલર્ટ, એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ:જર્મનીથી દિલ્હી આવી રહી હતી ફ્લાઇટ, અમદાવાદ ATCને મળ્યો કેપ્ટન સ્મિતની ફ્લાઇટ જેવો જ મેસેજ
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:સન સાઉથ રેયઝ સોસાયટીમાં નવરાત્રીની ઉજવણી, સાઉથ બોપલ, અમદાવાદમાં ત્રીજા નોરતે ગરબાનું આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment