Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાણીની આવક ઘટીને 45 હજાર કયુસેક થઇ‎:નર્મદા ડેમ 138.11 મીટર, પૂર્ણ ભરાવાથી હજી 57 સેમી દૂર રહ્યો

    16 hours ago

    નર્મદા ડેમની જળસપાટી 138.11 મીટર પર પહોંચી છે. ડેમ 138.68 મીટરની પૂર્ણ સપાટીથી ભરાવામાં માત્ર 57 સેમી દૂર રહ્યો છે. ઉપરવાસમાંથી પાણીની આવક ઘટીને 45 હજાર ક્યુસેક થઈ છે. ડેમનું રિવરબેડ પાવરહાઉસ અને કેનાલ હેડ પાવરહાઉસ ચાલુ કરી દેવામાં આવ્યા છે. આરબીપીએચમાંથી 5300 ક્યુસેક અને સીએચપીએચમાંથી 7 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાં 9276 એમસીએમ પાણીનો સંગ્રહ થયો છે. ગત વર્ષે નવરાત્રીના પ્રથમ દિવસે ડેમ 138.68 મીટરની પૂર્ણ સપાટી સુધી ભરાયો હતો. ગુજરાત માટે આગામી ઉનાળા સુધી પીવાના અને સિંચાઈના પાણીની ચિંતા દૂર કરનાર મોટા રાહતના સમાચાર છે. નર્મદા ડેમમાંથી પાણી છોડાતાં ભરૂચના નર્મદા કિનારાના નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું સંકટ ન સર્જાય તે માટે વહીવટી તંત્ર તરફથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ટુંપણી પાસેનો બનાવ, વીજપોલ પાસે વાયરને અડકી જતા કરન્ટ લાગ્યો‎:વાડીએ અર્થીગ વાયરનો સ્પર્શ બન્યો જીવલેણ, વીજશોકથી યુવકનું મોત
    Next Article
    શાળાનું મકાન ન હોવાથી 114 બાળકો એક ઓરડામાં:2021-22 દરમિયાન અહીંનું જૂનું શાળા મકાન તોડી પાડવામાં આવ્યું, હવે નવું બનાવાતું નથી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment