Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટુંપણી પાસેનો બનાવ, વીજપોલ પાસે વાયરને અડકી જતા કરન્ટ લાગ્યો‎:વાડીએ અર્થીગ વાયરનો સ્પર્શ બન્યો જીવલેણ, વીજશોકથી યુવકનું મોત

    15 hours ago

    દ્વારકા તાલુકાના ટૂંપણી ગામે વાડીએ નિંદામણ કામ કરતા યુવાનનું વીજ કરંટ લાગતાં મોત નીપજ્યું હતું. વીજપોલ પાસેના અર્થીંગ વાયરનો અકસ્માતે સ્પર્શ થતાં યુવાનને જોરદાર વીજ આંચકો લાગ્યો હતો. મળતી વિગત અનુસાર ટૂંપણી ગામમાં રહેતા વિજયભાઈ રામાભાઈ મકવાણા(ઉ.વ. 26) સોમવારે એક આસામીની વાડીએ ખડ (નિંદામણ) કાઢવાની કામગીરી કરી રહ્યા હતા. દરમિયાન વીજપોલ નજીક રહેલા અર્થીંગ વાયરને તેઓ અડકી જતાં અચાનક વીજ કરંટ લાગ્યો હતો. આથી ગંભીર હાલતમાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જોકે, હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તપાસ કરતાં વિજયભાઈને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે મૃતકના ભાઈ કિશનભાઈ રામાભાઈ મકવાણાએ દ્વારકા પોલીસને જાણ કરી હતી. પોલીસે બનાવ અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. જયારે અન્ય એક બનાવમાં મૂળ બિહાર રાજ્યનો રહેવાસી અને હાલ ખંભાળિયાના સંજયનગર વિસ્તારમાં આવેલા હર્ષદપુર ખાતે રહેતો શોભરાજભાઈ રતનભાઈ પાસવાને પોતાના રૂમમાં લોખંડના પાઈપ સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. ઘટનાની જાણ થતાં તપાસ કરતાં તેનો નિષ્પ્રાણ દેહ મળી આવ્યો હતો. બનાવ અંગે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામના રહેવાસી અને મૂળ બિહારના લલિતકુમાર નરેનભાઈ પાસવાને પોલીસને જાણ કરી હતી. પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. યુવાને કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગેની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    વીજળી મોઘી થતાં કરોડોનો વધારાનો બોજ પડ્યો:‘ક્રૂડના ભાવ વધે ત્યારે યાર્નના ભાવ તરત વધારી દો છો તો ક્રૂડ ઘટે ત્યારે ભાવ ઘટાડતા કેમ નથી?’
    Next Article
    પાણીની આવક ઘટીને 45 હજાર કયુસેક થઇ‎:નર્મદા ડેમ 138.11 મીટર, પૂર્ણ ભરાવાથી હજી 57 સેમી દૂર રહ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment