Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આખા રાજ્યમાં બફારો ને ઉકળાટ, સુરેન્દ્રનગર 44.7°C સાથે સૌથી ગરમ:48 કલાક બાદ ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી; 15 રાજ્યોમાં વરસાદનું એલર્ટ

    1 day ago

    હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સમગ્ર ગુજરાતમાં ગરમીનો પારો હજુ પણ ઊંચો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં સુરેન્દ્રનગર 44.7°C મહત્તમ તાપમાન સાથે સૌથી ગરમ શહેર રહ્યું છે. આ ઉપરાંત અમદાવાદમાં 44.4°C, રાજકોટમાં 43.6°C, ગાંધીનગરમાં 43.5°C અને ડીસામાં 42.2°C મહત્તમ તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન પણ 28.8°C નોંધાયું છે, જે સામાન્ય કરતાં 0.6°C વધુ છે. જ્યારે વડોદરામાં રાત્રિનું લઘુત્તમ તાપમાન 30.0°C જેટલું ઊંચું નોંધાતાં અસહ્ય બફારાની સ્થિતિ યથાવત્ છે. ગૂરૂવારે દિવસભર કાળઝાળ ગરમી રહ્યાં બાદ સાંજના સમયે બનાસકાંઠા અને પાટણ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આકાશ વાદળછાયું બન્યું હતું. અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી અને વરસાદી માહોલ બન્યો હતો. પાલનપુર, વડગામ, દાંતા અને અમીરગઢ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી હતી. અન્ય રાજ્યોના હવામાનની વાત કરીએ તો ઉત્તર પ્રદેશ, બિહાર સહિત 15થી વધુ રાજ્યોમાં આજે વરસાદનું એલર્ટ છે. રાજસ્થાનના 12 જિલ્લામાં વરસાદ પડી શકે છે. અહીં વાવાઝોડાનું પણ એલર્ટ છે. ગુરુવારે શ્રીગંગાનગરમાં નૌતપા વચ્ચે સાંજે કરા પડ્યા, પરંતુ અહીં દિવસનું મહત્તમ તાપમાન 47.1°C રહ્યું. યુપીમાં ગરમીને બદલે વરસાદ-વાવાઝોડાનો સિલસિલો ચાલુ છે. શુક્રવારે સવારે લખનઉ, પ્રયાગરાજ, ઝાંસી અને ચંદૌલીમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ થયો. 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાયા. હમીરપુરમાં વાવાઝોડાને કારણે નિર્માણાધીન પુલ ધરાશાયી થયો, જેમાં 6 લોકોના મોત થયા. દરિયાકાંઠાના વિસ્તારો અને મહાનગરો માટે 'હોટ એન્ડ હ્યુમિડ'ની ચેતવણી હવામાન વિભાગ દ્વારા આજે (29 મે)ના રોજ અમદાવાદ, ગાંધીનગર અને વડોદરા સહિત ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના કોસ્ટલ વિસ્તારો, સુરેન્દ્રનગર અને રાજકોટમાં 'હોટ એન્ડ હ્યુમિડ એર' (ગરમ અને ભેજવાળું વાતાવરણ)ને કારણે ભારે અકળામણ થવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે. જોકે, આગામી 24 કલાક બાદ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, પરંતુ ત્યારબાદ મહત્તમ તાપમાનમાં 3 થી 5°Cનો મોટો ઘટાડો થવાની સંભાવના છે. 48 કલાક પછી વાતાવરણ પલટાશે, ગાજવીજ અને વાવાઝોડા સાથે વરસાદની આગાહી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજના દિવસ સુધી સમગ્ર રાજ્યમાં હવામાન સૂકું રહેશે. પરંતુ, 30 મે (DAY-3)થી રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવશે. પંજાબથી પશ્ચિમ પાકિસ્તાન અને ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર સુધી સર્જાયેલા ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. ચોમાસાની પ્રગતિ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું હાલમાં માલદીવ, કોમોરિન વિસ્તાર, દક્ષિણ બંગાળની ખાડી, નિકોબાર ટાપુઓ અને દક્ષિણ આંદામાન સમુદ્ર તરફ આગળ વધી રહ્યું છે. આગામી 2થી 3 દિવસમાં તે બંગાળની ખાડીના બાકીના ભાગો અને આંદામાન સમુદ્રમાં આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. આ પણ વાંચો- જૂન-જુલાઈમાં હીટવેવ રહેશે, ચોમાસું શ્રીલંકામાં અટક્યું:કેરળ પહોંચવામાં 7 દિવસ લાગશે; આ વખતે સામાન્યથી પણ 10% ઓછો વરસાદ આવે એવી શક્યતા ગરમીમાં ગેજેટ્સ બ્લાસ્ટ થવાનું જોખમ! નવતપામાં તાપમાન 45°C ની આસપાસ પહોંચી જાય છે. તેની અસર આપણા પર તેમજ આપણા ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ પર પણ પડે છે. તે પણ ઓવરહીટ થઈ શકે છે. આ દરમિયાન મોબાઇલ, લેપટોપ, ઇયરબડ્સ કે પાવર બેંક ઝડપથી ગરમ થાય છે. તેનાથી બેટરી ડેમેજ, લો પરફોર્મન્સ કે અચાનક ડિવાઇસ બંધ થવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. સંપૂર્ણ વિગતો અહીં ક્લિક કરીને જાણો… આ પણ વાંચો… 15 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, રાજસ્થાનમાં નવતપા વચ્ચે કરા પડ્યા; UPમાં વાવાઝોડું, હમીરપુરમાં પુલ તૂટ્યો, 6નાં મોત ઉત્તર પ્રદેશ, બિહાર સહિત 15થી વધુ રાજ્યોમાં શુક્રવારે વરસાદનું એલર્ટ છે. મધ્ય પ્રદેશના 6 જિલ્લામાં દિવસ દરમિયાન હીટવેવ ચાલશે, જ્યારે સાંજે વરસાદ સાથે કરા પડી શકે છે. રાજસ્થાનના 12 જિલ્લામાં વરસાદ પડી શકે છે. અહીં વાવાઝોડાનું પણ એલર્ટ છે. ગુરુવારે શ્રીગંગાનગરમાં નૌતપા વચ્ચે સાંજે કરા પડ્યા, પરંતુ અહીં દિવસનું મહત્તમ તાપમાન 47.1°C રહ્યું. યુપીમાં ગરમીને બદલે વરસાદ-વાવાઝોડાનો સિલસિલો ચાલુ છે. શુક્રવારે સવારે લખનઉ, પ્રયાગરાજ, ઝાંસી અને ચંદૌલીમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ થયો. 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાયા. હમીરપુરમાં વાવાઝોડાને કારણે નિર્માણાધીન પુલ ધરાશાયી થયો, જેમાં 6 લોકોના મોત થયા. ઓડિશામાં છેલ્લા 24 કલાકમાં વીજળી પડવા અને વાવાઝોડાથી 3 લોકોના મોત થયા છે. મયુરભંજ, કેઓંઝર, રાઉરકેલા અને અંગુલ જિલ્લામાં 250 થી વધુ ઘરોને નુકસાન થયું. ઘણા વૃક્ષો ઉખડી ગયા. વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    હિંદુ છોકરી સાથે લગ્ન પછી મુદસ્સર ટ્રોલ થયો:કોરિયોગ્રાફરે કહ્યું- મને અવારનવાર કોમેન્ટ્સમાં જિહાદી કહેવામાં આવે છે
    Next Article
    કારની ડ્રાઈવિંગ સીટ પર લોહીથી લથપથ લાશ મળી, VIDEO:વડોદરામાં તીક્ષ્ણ હથિયારોનાં ઘા ઝીંકી કેટરિંગ સંચલાકને પતાવી દીધો, શહેરના મધ્યભાગમાં ઘાતકી હત્યાથી ફફડાટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment