Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંદુ છોકરી સાથે લગ્ન પછી મુદસ્સર ટ્રોલ થયો:કોરિયોગ્રાફરે કહ્યું- મને અવારનવાર કોમેન્ટ્સમાં જિહાદી કહેવામાં આવે છે

    1 day ago

    કોરિયોગ્રાફર મુદસ્સર ખાને તાજેતરમાં આંતરધર્મીય લગ્ન અને ટ્રોલિંગ વિશે વાત કરી. તેણે જણાવ્યું કે હિંદુ છોકરી રિયા કિશનચંદાણી સાથે લગ્ન કર્યા પછી તેને અને તેની પત્નીને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવ્યા. જોકે, તેણે સ્પષ્ટ કહ્યું કે આવા લોકોને તે વધુ મહત્વ આપતો નથી. ફિલ્મીજ્ઞાનને આપેલા ઇન્ટરવ્યૂમાં મુદસ્સર ખાને કહ્યું, ‘જો કોઈ ગાળો આપે કે ખરાબ વાતો કરે, તો હું તેને સીધો બ્લોક કરી દઉં છું. આવા લોકોને ભાવ આપવાનો કોઈ અર્થ નથી.’ તેણે કહ્યું કે સોશિયલ મીડિયા પર ઘણા લોકો ફક્ત બીજાને પરેશાન કરવા માટે આવે છે. તેના મતે, આવા લોકો ફેક એકાઉન્ટ બનાવીને ગાળો આપે છે અને બીજાનો મૂડ ખરાબ કરવાનો પ્રયાસ કરે છે. રિયાને અવગણવાનું શીખવ્યું મુદસ્સરે જણાવ્યું કે શરૂઆતમાં તેની પત્ની રિયા પણ આ કોમેન્ટ્સથી પરેશાન થઈ જતી હતી, પરંતુ પછીથી તેણે તેને સમજાવ્યું કે આવા લોકોને અવગણવા એ જ સૌથી સાચો રસ્તો છે. આ પછી બંનેએ સોશિયલ મીડિયા પર લોકોને ફિલ્ટર કરવાનું શરૂ કરી દીધું. તેણે કહ્યું, 'જ્યારે લગ્ન થઈ જાય છે, ત્યારે ધીમે ધીમે લોકોની વાતો આપોઆપ ઓછી થવા લાગે છે. પહેલા લોકો સતત કોમેન્ટ કરે છે, પરંતુ પછીથી પોતે જ શાંત થઈ જાય છે.' 'મને અવારનવાર જિહાદીવાળી કોમેન્ટ્સ મળે છે'- મુદસ્સર કોરિયોગ્રાફરે કહ્યું, 'મને અવારનવાર જિહાદીવાળી કોમેન્ટ્સ મળે છે. હંમેશા, જો હું પોસ્ટ કરું છું તો મને પણ સામાન્ય રીતે મળે છે, તો મને લાગે છે કે આ લોકો એવા છે, જે નાની બિલ્ડિંગોમાં, ચાર માળની બિલ્ડિંગોમાં દીવાલના ખૂણામાં પાન થૂંકે છે, તે લાલ થઈ જાય છે ને, તો આ એવા લોકો છે જેની કોઈ કિંમત નથી. એક દિવસ સાફ થવાના છે. મુદસ્સરે એમ પણ કહ્યું કે- તે આ બાબતોને ગંભીરતાથી લેતા નથી. તેણે કહ્યું- ‘હું આવા લોકોને બિલકુલ મહત્વ આપતો નથી. મારા જીવનમાં આનાથી ક્યાંય મોટા કામ છે. હું મારા પરિવાર, મિત્રો અને દેશ માટે સારું કામ કરવા માંગુ છું. હું જીવનમાં કંઈક મોટું બનાવવા અને સર્જન કરવા માંગુ છું. તેથી હું નાની-નાની બાબતો પર ધ્યાન આપતો નથી.’ વર્ષ 2023માં મુદસ્સરના લગ્ન થયા હતા મુદસ્સર ખાન અને રિયા કિશનચંદાનીએ વર્ષ 2023માં લગ્ન કર્યા હતા. તેના લગ્નમાં સલમાન ખાન પણ હાજર રહ્યો હતો. મુદસ્સર લાંબા સમયથી સલમાન સાથે કામ કરી રહ્યો છે અને તેણે 'દબંગ', 'બોડીગાર્ડ' અને 'રેડી' જેવી સલમાનની ઘણી ફિલ્મોના ગીતોને કોરિયોગ્રાફ કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    Neetu Kapoor reveals diet, fitness, skincare: ‘I go outside and stand in the sun’
    Next Article
    આખા રાજ્યમાં બફારો ને ઉકળાટ, સુરેન્દ્રનગર 44.7°C સાથે સૌથી ગરમ:48 કલાક બાદ ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી; 15 રાજ્યોમાં વરસાદનું એલર્ટ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment