Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જાહેર આરોગ્ય સામે ખતરો અને દુર્ગંધ મુક્ત થશે સુરત:સુરત મનપા ભટારમાં બનાવશે 44.33 લાખના ખર્ચે પાલતુ શ્વાન માટે ગેસ આધારિત સ્મશાન ગૃહ

    11 hours ago

    સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પર્યાવરણની સુરક્ષા અને જાહેર આરોગ્યની જાળવણી સાથે પ્રાણીપ્રેમીઓની લાગણીઓને વાચા આપતો એક નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં મૃત્યુ પામતા પાલતુ શ્વાન તેમજ નાના પ્રાણીઓના સન્માનજનક અંતિમ નિકાલ માટે ભટાર સ્થિત એસટીપી (STP) પરિસર ખાતે ગેસ આધારિત આધુનિક ‘પેટ ડોગ ક્રિમેટોરિયમ’ (સ્મશાનગૃહ) સ્થાપવાની યોજના તૈયાર કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે રૂ. 44.33 લાખથી વધુનો અંદાજ મંજૂર કરવા આરોગ્ય સમિતિના ચેરમેન અશોકભાઈ રાંદેરીયા દ્વારા મ્યુનિસિપલ કમિશનર અને સામાન્ય સભાને ભલામણ કરવામાં આવી છે. ભટાર ખાતે પેટ ક્રિમેટોરિયમ મશીન સ્થાપિત કરાશે આરોગ્ય સમિતિના ચેરમેને આપેલી વિગતો અનુસાર, આ સ્મશાનગૃહનું નિર્માણ કેન્દ્ર સરકારના ‘સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016’, તેમજ CPHEEO (સેન્ટ્રલ પબ્લિક હેલ્થ એન્ડ એન્વાયરન્મેન્ટ એન્જિનિયરિંગ ઓર્ગેનાઇઝેશન) અને CPCB (સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ)ની માર્ગદર્શિકાને અનુલક્ષીને કરવામાં આવી રહ્યું છે. ભટાર ખાતે પ્રસ્તાવિત આ પેટ ક્રિમેટોરિયમમાં 100 કિલોગ્રામ પ્રતિ કલાકની ક્ષમતા ધરાવતું ગેસ આધારિત આધુનિક ઇન્સિનરેટર મશીન સ્થાપિત કરવામાં આવશે. આ આધુનિક સુવિધા ઊભી કરવા માટેનો નેટ અંદાજિત ખર્ચ 18 ટકા GST સાથે રૂ. 44,33,638.22 અને ગ્રોસ અંદાજિત ખર્ચ રૂ. 46,96,650.66 નક્કી કરવામાં આવ્યો છે. નવું સ્મશાનગૃહમાં મૃતદેહોનું ઊંચા તાપમાને સંપૂર્ણ દહન અત્યાર સુધી શહેરમાં મરેલા શ્વાન કે નાના પ્રાણીઓના નિકાલ માટે મુખ્યત્વે દફનવિધિનો ઉપયોગ થતો હતો. જોકે, ઝડપથી વધી રહેલા શહેરીકરણના કારણે જમીનની અછત, દુર્ગંધ, ભૂગર્ભ જળ પ્રદૂષિત થવાનો ભય અને ચેપજન્ય રોગો ફેલાવાનું જોખમ સતત રહેતું હતું. ગેસ આધારિત આ નવું સ્મશાનગૃહ ચાલુ થવાથી મૃતદેહોનું ઊંચા તાપમાને સંપૂર્ણ દહન થશે, જેથી પ્રદૂષણ અને દુર્ગંધ નહિવત રહેશે. આ સિવાય જમીન પ્રદૂષણ અને ભૂગર્ભ જળ દૂષિત થવાની સમસ્યા અટકશે, જેનાથી જાહેર આરોગ્યની સુરક્ષા જળવાશે અને શહેરમાં રોગચાળો ફેલાવાનો ભય નોંધપાત્ર રીતે ઘટશે. પ્રાણીપ્રેમીઓ પોતાના વહાલા શ્વાનને સન્માનપૂર્વક વિદાય આપી શકશે આજકાલ લોકો પોતાના પાલતુ શ્વાનને પરિવારના એક અભિન્ન સભ્યની જેમ રાખતા હોય છે, પરંતુ તેમના અકાળ મૃત્યુ બાદ યોગ્ય જગ્યા અને સુવિધાના અભાવે અંતિમ વિધિ કરવી અત્યંત મુશ્કેલ બનતી હતી. સુરત મહાનગરપાલિકાના આ પ્રોજેક્ટથી પાલતુ પ્રાણીપ્રેમીઓ પોતાના વહાલા શ્વાનને સન્માનપૂર્વક વિદાય આપી શકશે. અમદાવાદ બાદ આવી આધુનિક અને પર્યાવરણપૂરક સુવિધા ઊભી કરનાર સુરત ગુજરાતનું બીજું મહાનગર બનશે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં જ ભટાર ખાતે તેનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવશે. બીજા જાનવરો માટે પણ સ્મશાનગૃહનું આયોજન કર્યું આરોગ્ય સમિતિના ચેરમેન અશોક રાંદેરીયાએ જણાવ્યું હતું કે, આજ રોજ સુરત મહાનગરપાલિકામાં દરખાસ્ત મૂકવામાં આવી છે કે જે રખડતા, પાલતુ જાનવર જે લોકોની ડેથ થઈ જાય પછી એ એની જે એનાથી રોગચાળો જે ફેલાય છે તે અટકાવવા માટે આજે સુરત શહેર મહાનગરપાલિકાએ બહુ મોટો નિર્ણય લીધો છે. અમદાવાદની જેમ આપણે પણ અહીંયા પાલતુ કૂતરાઓ હોય કે એનાથી બીજા જાનવરો પણ હોય તેની સ્મશાનગૃહનું આયોજન કર્યું છે. ભટાર ખાતે. તે આપણા આરોગ્ય માટે બહુ સારામાં સારી વસ્તુ છે. અને ભવિષ્યની અંદર બીજા જાનવરો માટે પણ આજે પેટ ડોગ માટે છે. કાલે ભેંસ, ગાય, કોઈ પણ મોટા જાનવર માટે પણ આ વસ્તુનો નિકાલ થશે એ સ્મશાન ભૂમિમાં થયા એવું આયોજન છે.
    Click here to Read More
    Previous Article
    27 ગુનાનો રીઢો ગુનેગાર 'પંચર સલીમ' સિવિલ પાસેથી ઝડપાયો:જેલમાંથી છૂટી ફરી વેશુના બંગલોમાંથી ચોરી કરી, આરોપી સામે 4 વખત પાસા અને શહેરના ખૂણે-ખૂણે નોંધાયેલા ગુનાઓ
    Next Article
    તાપીના આદિવાસી સમાજે સોનમ વાંગચુકના આંદોલનને સમર્થન આપ્યું:કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપી શૈક્ષણિક સુધારાની માંગ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment