Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાપીના આદિવાસી સમાજે સોનમ વાંગચુકના આંદોલનને સમર્થન આપ્યું:કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપી શૈક્ષણિક સુધારાની માંગ કરી

    10 घंटे पहले

    તાપી જિલ્લાના આદિવાસી સમાજ અને યુવાનોએ દિલ્હીમાં સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકના નેતૃત્વ હેઠળ ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલનને સત્તાવાર સમર્થન આપ્યું છે. શિક્ષણ વ્યવસ્થાની કથળેલી સ્થિતિ અને વારંવાર થતા પેપરલીક કાંડ સામે આ વિરોધ ગુજરાતના આદિવાસી પટ્ટા સુધી પહોંચ્યો છે. આ અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી શિક્ષણ ક્ષેત્રે આમૂલ પરિવર્તનની માંગ કરવામાં આવી હતી. છેલ્લા કેટલાક વર્ષોથી સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર લીક થવાની ઘટનાઓથી લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાયું છે. તાજેતરમાં NEET પરીક્ષામાં થયેલી અનિયમિતતાઓ અને પેપરલીક પ્રકરણે દેશભરના યુવાનોમાં ભારે રોષ ફેલાવ્યો છે. આ મુદ્દે વિદ્યાર્થીઓના હકો માટે સોશિયલ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુક દિલ્હીના જંતરમંતર ખાતે આંદોલન ચલાવી રહ્યા છે. તાપી જિલ્લાના આગેવાનોએ પોલીસ દ્વારા આંદોલનને દબાવવાના પ્રયાસોની આલોચના કરતા સરકારના આ અભિગમ સામે તીવ્ર નારાજગી વ્યક્ત કરી હતી.તાપી જિલ્લાના આદિવાસી સમાજના આગેવાનો, યુવાનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. તેમણે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. આવેદનપત્રમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે જો દેશની શૈક્ષણિક વ્યવસ્થા તાત્કાલિક ધોરણે સુધારવામાં નહીં આવે, તો આંદોલન વધુ વ્યાપક બનશે. તાપીના આદિવાસી સમાજે દિલ્હી ખાતે ચાલી રહેલા આ ન્યાયિક સંઘર્ષમાં મજબૂતાઈથી સાથે રહેવાની ઘોષણા કરી છે.
    Click here to Read More
    Previous Article
    જાહેર આરોગ્ય સામે ખતરો અને દુર્ગંધ મુક્ત થશે સુરત:સુરત મનપા ભટારમાં બનાવશે 44.33 લાખના ખર્ચે પાલતુ શ્વાન માટે ગેસ આધારિત સ્મશાન ગૃહ
    Next Article
    Rahul Gandhi, Priyanka Gandhi के साथ किन लोगों को घसीटकर ले गई पुलिस? | Ground Report

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment