Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એનાલિસિસ:રાજસ્થાનના એન્ટિ-સાઇક્લોનથી ફૂંકાયા ગરમ પવનો44.3 ડિગ્રી સાથે શહેર શેકાયું, હજુ 7 દિવસ રાહત નહીં

    9 hours ago

    10 મેના રોજ રવિવારે રાજકોટમાં 44.3 ડિગ્રી તાપમાન નોંધાતા આકાશમાંથી આગ વરસી રહી હોય તેવો અહેસાસ રાજકોટવાસીઓએ કર્યો. પરંતુ, પારો અચાનક આટલો ઊંચો કેમ ગયો? હવામાન વિભાગના ડેટા અને સાયન્સનું એનાલિસિસ દર્શાવે છે કે આ આકરી ગરમી માટે રાજસ્થાન પર સર્જાયેલું ‘એન્ટિ-સાઇક્લોનિક સર્ક્યુલેશન’ એટલે કે હવાનું અત્યંત ભારે દબાણ જવાબદાર છે. આ સિસ્ટમને કારણે પાકિસ્તાન અને રાજસ્થાનના રણની સૂકી અને સળગતી હવા વાતાવરણમાં ઉપર જવાને બદલે જમીન તરફ દબાઈ રહી છે. આ જ હવા ઉત્તર-પશ્ચિમના પવનો મારફતે સીધી રાજકોટ પર ત્રાટકી, જેને કારણે હવામાં રહેલો ભેજ સાવ ગાયબ થઈ ગયો અને શહેર સિવિયર હીટવેવની લપેટમાં આવી ગયું. હવે પછીના દિવસોમાં પણ ગરમીમાંથી કોઈ મોટી રાહત મળવાની નથી. હવામાન વિભાગે આગામી 3 દિવસ માટે ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કર્યું છે અને પાંચ દિવસ સુધી તો હીટવેવ રહેશે તેવી શક્યતા બતાવી છે. બુધવાર સુધી પવનની દિશા ઉત્તર-પશ્ચિમ જ રહેવાની હોવાથી પારો 43થી 44 ડિગ્રી વચ્ચે રમતો રહેશે અને લૂ ફૂંકાશે. જોકે, ગુરુવારથી વાતાવરણની સિસ્ટમમાં ફેરફાર થશે અને પવન દરિયા પરથી એટલે કે પશ્ચિમ તરફથી ફૂંકાવાનું શરૂ થશે. દરિયાઈ પવન આવવાથી તાપમાન 2થી 3 ડિગ્રી ઘટીને 41-42 આસપાસ આવી જશે, પરંતુ હવાની ગતિ ઓછી થઈ તો ભેજને કારણે અસહ્ય બફારો અને પરસેવો શરૂ થશે. એટલે કે, રાજકોટને લૂ માંથી છુટકારો મળશે, પણ બફારો પરેશાન કરશે. અર્બન હીટ આઇલેન્ડ: કોંક્રીટ દિવસે ગરમી શોષે અને રાત્રે છોડે એટલે રાહત મળતી નથી રાજકોટમાં છેલ્લા બે દાયકામાં વૃક્ષોનું આડેધડ છેદન થયું છે અને ડામર-સિમેન્ટના બાંધકામો વધ્યા છે. આ કોંક્રીટના જંગલો ગરમી શોષી લે છે, ત્યારબાદ રાત પડે એટલે શોષેલી ગરમી ફરી હવામાનમાં મુક્ત કરે છે.આ માટે જ રાત્રે છતવાળા મકાનની દીવાલો અડો એટલે રીતસર તવાની જેમ હાથ શેકાવા લાગે છે. આ કારણે રાત્રે પણ તાપમાન નીચે જતું નથી અને રાહત મળતી નથી. આ કારણે હવે એ પ્રકારના બિલ્ડિંગની ડિઝાઇનની જરૂર છે જે ગરમી શોષે નહીં. જેથી તેના રહેવાસીઓને તાપમાનમાં ઘટાડો અનુભવાય. અગાઉ 10-15 વર્ષે પારો 44 ને પાર દેખાતો, હવે દર બે વર્ષે થાય છે 1892થી લઈને અત્યાર સુધીના હવામાન વિભાગના ડેટા દર્શાવે છે કે, અગાઉ 10-15 વર્ષે એકવાર તાપમાન 44.5 ડિગ્રી ક્રોસ કરતું, જે હવે ગ્લોબલ વોર્મિંગના કારણે વારંવાર થઈ રહ્યું છે. ભૂતકાળમાં લોકો એસી કે કૂલર વગર પણ ઉનાળો આસાનીથી પસાર કરી શકતા હતા. અગાઉ આખા ઉનાળામાં 3-4 દિવસ લૂ ફૂંકાતી હતી, જ્યારે હવે હવામાન વિભાગના ડેટા મુજબ હીટવેવના દિવસો વધીને 10થી 15 થઈ ગયા છે. 134 વર્ષના ઈતિહાસમાં સૌથી ગરમ દિવસ 13 મે 1977 નોંધાયો હતો. તે દિવસે તાપમાન 47.9 ડિગ્રી પર પહોંચી ગયું હતું. આ ઐતિહાસિક ગરમીનું મુખ્ય કારણ પણ અત્યારની જેમ ઉત્તર-પશ્ચિમ (વાયવ્ય) દિશાના પવનો જ હતા. રણની આગ અને અત્યંત શક્તિશાળી એન્ટિ-સાઇક્લોનને કારણે તે દિવસે રસ્તા પર ડામર ઓગળ્યો હતો અને પક્ષીઓ આકાશમાંથી નીચે પડ્યાના દાખલા પણ જોવા મળ્યા હતા. રાજકોટમાં નોંધાયેલા મહત્તમ તાપમાન
    Click here to Read More
    Previous Article
    છેતરપિંડી:ચીનથી મશીનરીનો માલ મગાવી આપવાના બહાને રાજકોટના વેપારી સાથે રૂ.15 લાખની છેતરપિંડી
    Next Article
    સિટી એન્કર:‘નિઃશુલ્ક રસોડું’ | રામરચિત ફાઉન્ડેશનની અનોખી સેવા, દરરોજ 500 વડીલની જઠરાગ્નિ ઠારવાનો મહાયજ્ઞ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment