Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાંતલપુરના વોવા ગામે 15થી વધુ લોકો પર હુમલાનો મામલો:વનવિભાગની તપાસમાં વન્યપ્રાણીના હુમલાના પુરાવા ન મળ્યા, હડકાયા શ્વાને હુમલા કર્યાનું પ્રાથમિક તારણ

    9 hours ago

    પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વોવા ગામે એકાએક અજાણ્યા પ્રાણી દ્વારા 15થી વધુ ગ્રામજનો પર હુમલો કરી તેમને ઈજાગ્રસ્ત કરવામાં આવ્યા હોવાના બનાવથી સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ વનવિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. જોકે, તપાસ દરમિયાન કોઈ વન્યપ્રાણી દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાના પુરાવા મળ્યા નથી. શિયાળ જેવા વન્યપ્રાણીની આશંકા વચ્ચે તપાસ ઘટના બાદ ગ્રામજનોમાં શિયાળ જેવા કોઈ વન્યપ્રાણીએ હુમલો કર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. જેને પગલે વનવિભાગની ટીમે ગામ અને આસપાસના વિસ્તારોનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. જોકે, સ્થળ પરથી વન્યપ્રાણીની હાજરી દર્શાવતા કોઈ પગમાર્ક કે અન્ય પ્રત્યક્ષ કે પરોક્ષ પુરાવા મળી આવ્યા ન હતા. CCTV ફૂટેજમાં શ્વાન જોવા મળ્યો પાટણના DCF એન.જે. પરમારના જણાવ્યા મુજબ, ઘટના અંગે માહિતી મળતાં જ વનવિભાગની ટીમ વોવા ગામે પહોંચી હતી. વધુ તપાસના ભાગરૂપે વિસ્તારના CCTV ફૂટેજ પણ ચકાસવામાં આવ્યા હતા. તેમાં સવારે આશરે 8 વાગ્યાના સમયે એક કૂતરો જોવા મળ્યો હતો. બાદમાં આ કૂતરો મૃત હાલતમાં મળી આવતા વનવિભાગની ટીમે તેનું પણ બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. રાતભર પેટ્રોલિંગ છતાં કોઈ વન્યજીવ મળ્યો નહીં ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વનવિભાગના કર્મચારીઓએ સરપંચ અને ગ્રામજનો સાથે મળીને રાત્રિ દરમિયાન સમગ્ર ગામ તથા આસપાસના વિસ્તારોમાં પેટ્રોલિંગ કર્યું હતું. જોકે, રાતભર ચાલેલા સર્ચ અને પેટ્રોલિંગ દરમિયાન કોઈપણ પ્રકારનું વન્યજીવ જોવા મળ્યું ન હતું. હડકાયા શ્વાનના હુમલાની શક્યતા વનવિભાગના જણાવ્યા અનુસાર, સામાન્ય રીતે શ્વાન હડકાયો હોય ત્યારે તેના વર્તનમાં આક્રમકતા જોવા મળે છે અને આવા સંજોગોમાં લોકો પર હુમલાની ઘટનાઓ બની શકે છે. વોવા ગામની ઘટનામાં પણ ઉપલબ્ધ પુરાવા અને તપાસના આધારે હડકાયા સ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની પ્રાથમિક શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વન્યપ્રાણીના હુમલાની વાતને વનવિભાગે ફગાવી સમગ્ર તપાસ બાદ હાલના તબક્કે વન્યપ્રાણી દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાના દાવાને વનવિભાગે ફગાવી દીધો છે. CCTV ફૂટેજ, સ્થળ તપાસ અને રાત્રિ દરમિયાન કરવામાં આવેલા પેટ્રોલિંગના આધારે સ્વાનના હુમલાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    માણાવદરના પીપલાણા સ્વામિનારાયણ મંદિરમાં ગેસના બાટલાની કાળાબજારી, VIDEO:₹960નો ગેસનો બાટલો ₹1250 માં વેચાતો, મામલતદારે ₹90 હજારનો જથ્થો સીઝ કર્યો
    Next Article
    શ્રમિક પરિવારની 7 વર્ષની દીકરી સાથે સલૂનમાં અડપલાં:​અશ્લીલ વીડિયો બતાવનાર 25 વર્ષીય સલૂન સંચાલકની અટકાયત, રાવપુરા પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment