Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માણાવદરના પીપલાણા સ્વામિનારાયણ મંદિરમાં ગેસના બાટલાની કાળાબજારી, VIDEO:₹960નો ગેસનો બાટલો ₹1250 માં વેચાતો, મામલતદારે ₹90 હજારનો જથ્થો સીઝ કર્યો

    10 hours ago

    માણાવદર તાલુકાના પીપલાણા સ્વામિનારાયણ મંદિરમાં ગેરકાયદેસર રીતે ગેસ સિલિન્ડરનું વધુ ભાવે વેચાણ કરી કાળાબજારી કરવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ માણાવદર મામલતદારની ટીમે દરોડો પાડી ₹90 હજારનો ગેસ સિલિન્ડરનો જથ્થો કબ્જે કર્યો છે. જાગૃત નાગરિકોએ મંદિર પરિસરમાં ચાલતા કાળાબજારની પોલ ખોલ સ્વામિનારાયણ મંદિરના મહંત અને સેવક દ્વારા ખુલ્લેઆમ ₹960 ના ભાવે મળતો ગેસનો બાટલો ગેરકાયદેસર રીતે ₹1250ની ઊંચી કિંમતે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને વેચવામાં આવતો હતો. એક જાગૃત નાગરિકો દ્વારા મંદિર પરિસરમાં ચાલતા આ કાળાબજારની પોલ ખોલવામાં આવી હતી. એટલું જ નહીં, વાયરલ થયેલા વીડિયોમાં ચોક્કસ જ્ઞાતિના લોકો પાસેથી પૈસા હાથોહાથ સ્વીકારવાને બદલે જમીન પર રખાવીને લેવામાં આવતા હોવાનું પણ સામે આવ્યું હતું. આ સિવાય મહંત દ્વારા વીડિયોમાં એવું પણ કબૂલ કરવામાં આવ્યું હતું કે તેઓ જૂનાગઢ, માણાવદર અને વંથલીથી આ ગેસના બાટલા મેળવતા હતા. મામલતદારે સ્વામિનારાયણ મંદિરમાં દરોડો પાડ્યો​ સોશિયલ મીડિયામાં મેસેજ અને વીડિયો પ્રસારિત થતાં જ તંત્ર હરકતમાં આવ્યું હતું અને માણાવદરના મામલતદાર મહેશ શુક્લાની આગેવાની હેઠળની ટીમે પીપલાણા સ્વામિનારાયણ મંદિર ખાતે તાત્કાલિક દરોડો પાડી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મામલતદારની ટીમે સ્થળ પરથી ભગત બાપુ નામના એક સેવક દ્વારા ચલાવવામાં આવતા આ ગેરકાયદેસર કારોબારનો પર્દાફાશ કર્યો હતો. સ્થળ પરથી ઇન્ડિયન ગેસ અને એચપી ગેસની વિવિધ એજન્સીઓના અલગ-અલગ સિલિન્ડરો મળી આવ્યા હતા. મામલતદાર દ્વારા મંદિરના પટાંગણમાંથી આશરે ₹90,290ની કિંમતનો મોટો ગેસ સિલિન્ડરનો જથ્થો સીઝ કરી લેવામાં આવ્યો હતો. સ્વામિનારાયણ મંદિરે સઘન તપાસ હાથ ધરી હતી: મહેશ શુક્લા ​આ કાર્યવાહી અંગે માણાવદરના મામલતદાર મહેશ શુક્લાએ વિગતવાર માહિતી આપતાં જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે સોશિયલ મીડિયામાં જે મેસેજ વાયરલ થયા હતા, તેના અનુસંધાને આજે તેઓ ટીમે સ્વામિનારાયણ મંદિર ખાતે રૂબરૂ આવીને સઘન તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન સ્થળ પરથી ભગત બાપુ નામના સેવક દ્વારા ગેસના બાટલાનો અનધિકૃત કારોબાર ચાલી રહ્યો હોવાનું માલૂમ પડ્યું હતું. સ્થળ પરથી ઇન્ડિયન અને એચપી ગેસના સીઝ કરાયેલા જથ્થાને સુરક્ષિત રાખવા માટે માણાવદર અને વંથલીની સંબંધિત માન્ય ગેસ એજન્સીઓને સુપ્રત કરી દેવામાં આવ્યો છે. 'વંથલીથી 10 બોટલો પૂરી પાડવામાં આવતી હતી' ​મામલતદારે વધુમાં ઉમેર્યું હતું કે તપાસ દરમિયાન ઘટનાસ્થળેથી ગેસ કનેક્શન સંબંધિત આશરે 32 જેટલી બુકો મળી આવી છે, જેમાંથી અત્યાર સુધીમાં આશરે 8 જેટલા ગ્રાહકો અને સંબંધિત લોકોના સત્તાવાર નિવેદનો નોંધવામાં આવ્યા છે. બાકીના લોકોના નિવેદનો લેવાની કામગીરી હાલ પ્રક્રિયા હેઠળ ચાલુ છે. તપાસ દરમિયાન એવું પણ ખૂલ્યું છે કે વંથલીથી આ કનેક્શન હેઠળ 10 બોટલો સત્તાવાર રીતે પૂરી પાડવામાં આવતી હતી. મંદિર પરિસરમાંથી ચાલતો આ ગેરકાયદેસર વહીવટ સંપૂર્ણપણે અને સદંતર બંધ થાય તે હેતુથી તમામ બોટલો સીઝ કરવામાં આવી છે. તમામ સંબંધિત વ્યક્તિઓના નિવેદનો પૂર્ણ થયા બાદ સમગ્ર તપાસનો અહેવાલ ડી.એસ.ઓને સુપ્રત કરવામાં આવશે અને તે પછી કાયદા અને નિયમો અનુસાર આગળની કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    OpenAI Expands ChatGPT Ads Worldwide As Advertising Revenue Hits $1 Billion Run Rate
    Next Article
    સાંતલપુરના વોવા ગામે 15થી વધુ લોકો પર હુમલાનો મામલો:વનવિભાગની તપાસમાં વન્યપ્રાણીના હુમલાના પુરાવા ન મળ્યા, હડકાયા શ્વાને હુમલા કર્યાનું પ્રાથમિક તારણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment