Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં રૂ.441 કરોડનાં વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત:વાપીમાં 150 બેડની હોસ્પિટલનું લોકાર્પણ; GST આવક દર વર્ષે 15થી 20 ટકા વધે છે: CM

    7 hours ago

    વલસાડ જિલ્લામાં રૂ.441 કરોડનાં વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું. વાપીમાં યોજાયેલા કાર્યક્રમમાં તેમણે કહ્યું કે ગુજરાતે વિકાસનો રોડમેપ કાગળ પર જ નહીં, જમીન પર પણ ઉતાર્યો છે. કાર્યક્રમમાં વાપીની 150 બેડની નવી હોસ્પિટલનું લોકાર્પણ કરાયું. મુખ્યમંત્રીએ કહ્યું કે હોસ્પિટલની સુવિધાઓ જોઈને સમજાશે કે સરકારી હોસ્પિટલમાં પણ ખાનગી હોસ્પિટલ કરતાં સારી સુવિધાઓ હોઈ શકે છે. તેમણે કહ્યું કે રાજ્યમાં આરોગ્ય સહિતના ક્ષેત્રોમાં સારી માળખાકીય સુવિધાઓ ઊભી થઈ રહી છે. મુખ્યમંત્રીએ આ વિકાસકાર્યો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નાણાકીય વ્યવસ્થાપનનો મજબૂત પાયો નાખ્યો હોવાનું પણ કહ્યું. તેમણે જણાવ્યું કે ગુજરાતમાં GSTની આવક દર વર્ષે 15થી 20 ટકા વધી રહી છે. સરકાર નાગરિકોને સારા રસ્તા, પૂરતી વીજળી, પાણી અને જરૂરી માળખાકીય સુવિધાઓ આપે છે. તેના બદલામાં વેપારીઓ અને નાગરિકો કરવેરા દ્વારા સરકારને સહયોગ આપે છે. મુખ્યમંત્રીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ના મંત્રને સાકાર કરવા સરકાર પ્રયાસ કરી રહી છે. વિકાસનાં કામો સરકાર અને જનતાના સહકારથી શક્ય બને છે. વરસાદી માહોલ અને વિવિધ મુશ્કેલીઓ વચ્ચે પણ વલસાડના નાગરિકોએ શાંતિ અને મક્કમતાથી સરકારને સાથ આપ્યો હોવાનું તેમણે કહ્યું. આ માટે તેમણે જિલ્લાના નાગરિકોને અભિનંદન પાઠવ્યા. કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, જિલ્લાના રાજકીય આગેવાનો, પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા.
    Click here to Read More
    Previous Article
    ત્રણ સિંહો શિકારની શોધમાં હાલરિયા ગામમાં ઘૂસ્યા:બગસરાના બજરંગ પરામાં રખડતા પશુઓમાં નાસભાગ, ઘટના CCTVમાં કેદ
    Next Article
    ટ્રકની ટક્કરથી ટ્રેક્ટરનો અકસ્માત:અમીરગઢ-ઈકબાલગઢ હાઇવે પર કપાસ ભરેલી ટ્રોલી પલટી; ટ્રેક્ટર સવાર લોકોનો બચાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment