Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગરમીનો પારો 44 ડિગ્રી પહોંચતા શિક્ષણ વિભાગ એલર્ટ:સ્કૂલોના સમયમાં ફેરફાર કરવા DEOની સૂચના, 12 વાગ્યા પહેલા વિદ્યાર્થીઓને છોડવા અને ઓપન એર એક્ટીવિટી ન કરાવવા આદેશ

    13 hours ago

    અમદાવાદમાં તાપમાનનો પારો 44 ડિગ્રીએ પહોંચતા અને હીટવેવની આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણાધિકારીએ શહેરની તમામ શાળાઓને સમયમાં ફેરફાર કરવા અને બપોરની શાળાઓ વહેલી છોડવા સૂચના આપી છે. વિદ્યાર્થીઓની સલામતી માટે શાળાઓએ સત્તાવાર પરિપત્રની રાહ જોયા વગર પોતાની રીતે વિવેકબુદ્ધિથી નિર્ણય લેવા અને ખુલ્લા મેદાનમાં થતી પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ કરવા જણાવાયું છે. શિક્ષણ વિભાગની નવી માર્ગદર્શિકા અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ પ્રચંડ ગરમીને જોતા શાળાઓ માટે નવી માર્ગદર્શિકા જારી કરી છે. વિદ્યાર્થીઓની સુરક્ષા પર ભાર શિક્ષણ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે બાળકોની સલામતી પ્રાથમિક જરૂરિયાત છે. શાળાઓને ઠંડકવાળા અને સુરક્ષિત વાતાવરણમાં જ શૈક્ષણિક કાર્ય કરવા અને શાળા પરિસરમાં પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા જાળવી રાખવા સૂચના અપાઈ છે. બાળકોને ગરમીમાં સુરક્ષિત રાખવા આપણી સામૂહિક જવાબદારી અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, 'શાળાઓએ શિક્ષણ વિભાગ કે જિલ્લા કક્ષાએથી લેખિત પત્રની રાહ જોવાની જરૂર નથી. વિદ્યાર્થીઓને ગરમીથી બચાવવા માટે શાળાઓ સ્વયંભૂ નિર્ણય લઈ શકે છે. બાળકોને પ્રચંડ ગરમીમાં સુરક્ષિત રાખવા એ આપણી સામૂહિક જવાબદારી છે.'
    Click here to Read More
    Previous Article
    1.36 કરોડથી વધુ મતદારો મતદાનથી દૂર રહ્યા:મનપામાં 49.30 લાખ અને જિલ્લા પંચાયતમાં 87.36 લાખ મતદારોની ઉદાસીનતા, રાજ્યમાં 68 ફરિયાદો, ચુડા તાલુકાના જેપર ગામે ફરી મતદાન
    Next Article
    મતગણતરી કેન્દ્રોની 100 મીટરમાં ઈલેક્ટ્રોનિક ઉપકરણો પર પ્રતિબંધ:પંચમહાલમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે જાહેરનામું બહાર પડાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment