Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    1.36 કરોડથી વધુ મતદારો મતદાનથી દૂર રહ્યા:મનપામાં 49.30 લાખ અને જિલ્લા પંચાયતમાં 87.36 લાખ મતદારોની ઉદાસીનતા, રાજ્યમાં 68 ફરિયાદો, ચુડા તાલુકાના જેપર ગામે ફરી મતદાન

    11 hours ago

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થયા બાદ સામે આવેલા આંકડાઓ રાજ્યમાં મતદારોની ઉદાસીનતાનું સ્પષ્ટ ચિત્ર દોરી રહ્યા છે. દિવ્યભાસ્કરના વિશ્લેષણ મુજબ 15 મહાનગરપાલિકા અને 34 જિલ્લા પંચાયતમાં મળીને કુલ 1,36,67,317 મતદારો એવા છે જેઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો નથી. એક તરફ મતદાન જાગૃતિ માટે તંત્ર દ્વારા વ્યાપક પ્રયાસો થયા હતા, છતાં આટલી મોટી સંખ્યામાં મતદારો મતદાનથી દૂર રહેતા પ્રશ્નો ઊભા થયા છે. 15 મનપામાં 49.30 લાખ મતદારો મતદાનથી દૂર રહ્યા 15 મહાનગરપાલિકામાં કુલ 1,10,03,000 નોંધાયેલા મતદારોમાંથી 60,72,615 લોકોએ મતદાન કર્યું હતું, જ્યારે 49,30,385 મતદારો મતદાન કરવા આવ્યા નહોતા, જેના ટકા 44.81 થાય છે. પુરુષોમાં 23,57,186 અને મહિલાઓમાં 25,73,199 મતદારો મતદાનથી દૂર રહ્યા છે. અમદાવાદ મનપામાં સૌથી વધુ મતદારો અમદાવાદમાં સૌથી વધુ 18,31,188 મતદારો મતદાન માટે બહાર આવ્યા નહોતા, જ્યારે ગાંધીધામ (53.97%) અને પોરબંદર (51.16%)માં પણ અડધાથી વધુ મતદારો મતદાનથી દૂર રહ્યા છે. 15 મનપામાં 49.30 લાખ મતદારોએ મતદાન ના કર્યું 34 જિલ્લા પંચાયતમાં 87.36 લાખથી વધુએ મતદાન ન કર્યું રાજયમાં જિલ્લા પંચાયતોના આંકડા પણ ચિંતાજનક છે. 34 જિલ્લા પંચાયતમાં કુલ 41,71,837 પુરૂષ અને 45,65,095 મહિલા મતદારો મતદાનથી દૂર રહ્યા છે, જે મળીને 87,36,932 થાય છે અને તેની ટકાવારી 33.37 છે. દાહોદ જિલ્લામાં સૌથી વધુ 2,36,616 પુરૂષ મતદારો મતદાનથી દૂર રહ્યા છે, જ્યારે બનાસકાંઠામાં 2,50,826 મહિલાઓએ મતદાન કર્યું નથી. મતદાનના દિવસે કુલ 68 ફરિયાદો નોંધાઈ મતદાન દરમિયાન વ્યવસ્થાપન અંગે પણ કેટલીક બાબતો સામે આવી હતી. રાજ્ય ચૂંટણી આયોગના કંટ્રોલ રૂમમાં મતદાનના દિવસે કુલ 68 ફરિયાદો નોંધાઈ હતી, જેમાં આચારસંહિતા ભંગ, ઈવીએમમાં ટેકનિકલ ખામી અને મતદાર યાદીમાંથી નામ ગાયબ હોવા જેવા મુદ્દાઓ સામેલ હતા. ચુડા તાલુકાના જેપર ગામે ફરી મતદાન ચૂંટણી આયોગના અધિકારીઓના જણાવ્યા મુજબ તમામ ફરિયાદોનું નિવારણ કરવામાં આવ્યું છે. બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના જેપર ગામના મતદાન મથક નં. 4/5 પર ઈવીએમમાં ટેકનિકલ ક્ષતિ સર્જાતા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે ફરી મતદાન યોજવાની ફરજ પડી હતી. હજુ પણ મોટી સંખ્યામાં મતદારો મતાધિકારનો ઉપયોગ કરતાં નથી મતદાન જાગૃતિ માટે સરકાર અને તંત્ર દ્વારા વ્યાપક અભિયાન છતાં આંકડાઓ દર્શાવે છે કે હજુ પણ મોટી સંખ્યામાં મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા નથી. આ પરિસ્થિતિ સ્પષ્ટ કરે છે કે ભવિષ્યમાં મતદારોમાં જાગૃતિ વધારવા માટે વધુ અસરકારક પગલાં લેવાની જરૂર છે.
    Click here to Read More
    Previous Article
    આધેડની કોથળામાંથી મળેલી લાશનો ભેદ ઉકેલાયો:વ્યાજે લીધેલા 3.5 લાખ રૂપિયા વ્યાજ સાથે પરત કર્યા બાદ પણ વધુ રકમની માંગણી કરી માનસિક આપ્યો, કંટાળીને આરોપીએ હત્યાનો પ્લાન બનાવ્યો
    Next Article
    ગરમીનો પારો 44 ડિગ્રી પહોંચતા શિક્ષણ વિભાગ એલર્ટ:સ્કૂલોના સમયમાં ફેરફાર કરવા DEOની સૂચના, 12 વાગ્યા પહેલા વિદ્યાર્થીઓને છોડવા અને ઓપન એર એક્ટીવિટી ન કરાવવા આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment