Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચ ડબલ મર્ડરમાં પોસ્ટમોર્ટમમાં ઘટસ્ફોટ, મરવા છતાં ઘા ઝીંક્યા:પુત્રવધૂને 44 અને વેવાણને 23 ઘા મારી મોતને ઘાટ ઉતારી; છૂટાછેડાના દબાણની ફરિયાદ, હત્યારાએ દોઢ મહિના પહેલા પ્લાન ઘડ્યો

    23 घंटे पहले

    ભરૂચમાં 10 જૂને થયેલા ચકચારી ડબલ મર્ડર કેસની પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. પારિવારિક વિવાદ અને ઘર કંકાસના કારણે આચરેલા આ હત્યાકાંડમાં આરોપી સસરા જૈનુલ અબ્બાસ ઝનોરવાલાએ પુત્રવધૂ અલીફીયા અને વેવાણ શહેનાજબેન નમકવાલાની નિર્મમ હત્યા કરી હતી. હત્યારાએ પુત્રવધૂને 44 ઘા ઝીંક્યા હતા અને મરવા છતાં ઘા ઉપર ઘા કરતો રહ્યો હતો. લોહીના છાંટા શર્ટ પર પડતાં બદલીને વેવાણના ઘરે જઈ તેના પર 23 ઘા ઝીંક્યા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પ્રાથમિક તપાસ મુજબ, બંને મહિલાઓના મોત થયા બાદ પણ તેમના શરીર પર વારંવાર ઘા ઝીંકવામાં આવ્યા હતા. દીકરી અને પત્નીની હત્યા થતાં ફરિયાદ નોંધાઈ છે. ચારિત્ર્ય પર શંકા રાખી છૂટાછેડાનું દબાણ કરાતું મૃતક અલીફીયાના પિતા અબ્દુલ હુશેન સૈફુદ્દિન નમકવાલાની ફરિયાદ અનુસાર, અલીફીયાના પતિ ડૉ. યુસુફ ઝનોરવાલા અને સસરા જૈનુલ ઝનોરવાલા લાંબા સમયથી તેના ચારિત્ર્ય અંગે શંકા વ્યક્ત કરી છૂટાછેડા માટે દબાણ કરતા હતા. પરિવાર આ માટે તૈયાર ન થતાં રોષમાં આવી જૈનુલે આ હત્યાકાંડને અંજામ આપ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રમઝાન માસના કારણે પ્લાન મોકૂફ રાખ્યો પોલીસ તપાસમાં વધુ એક મહત્વનો ખુલાસો એ થયો છે કે, આરોપી જૈનુલ ઝનોરવાલાએ 1.5 મહિના અગાઉથી જ બંનેની હત્યા કરવાનો પ્લાન ઘડી લીધો હતો. આ માટે તેણે અગાઉથી જ હથિયારોની ખરીદી કરી લીધી હતી. જો કે, દરમિયાન રમઝાન મહિનો શરૂ થતાં તેણે પોતાની યોજના થોડા સમય માટે મોકૂફ રાખી હતી. મોલમાં ખરીદી કરી બાદમાં હત્યાને અંજામ આપ્યો તપાસ મુજબ, ઘટનાના દિવસે જૈનુલ શહેરના ડી-માર્ટ મોલમાં ગયો હતો, જ્યાંથી તેણે ઓરિયો બિસ્કિટનું પેકેટ ખરીદ્યું હતું. ત્યારબાદ તે સ્ટેશન રોડ પર આવેલા સિટી સેન્ટરમાં આશરે 1 કલાક સુધી રોકાયો હતો. ત્યાંથી તે સીધો કોઠીરોડ સ્થિત પોતાના પુત્રના નિવાસસ્થાને પહોંચ્યો હતો, જ્યાં પુત્રવધૂ અલીફીયા પર ધારદાર હથિયાર વડે હુમલો કરી તેના ગળા અને શરીરના અન્ય ભાગોમાં અંદાજે 44 જેટલા ઘા મારી હત્યા કરી હતી. મરી જવા છતાં પણ હત્યારો સસરો રોકાતો ન હતો અને ઘા ઝીંક્યા રાખ્યા હતા. પુત્રવધૂની હત્યા બાદ વેવાણના ઘરે પહોંચ્યો હુમલા દરમિયાન લોહીના ડાઘ લાગતા આરોપીએ પોતાના કપડાં બદલી બીજો શર્ટ પહેર્યો હતો. ત્યારબાદ તે બેગમાં હથિયારો લઈને વ્હોરાવાડ સ્થિત અલીફીયાના પિયર પહોંચ્યો હતો. અહીં દરવાજો ખોલનાર તેની વેવાણ શહેનાજબેન પર હુમલો કરી અંદાજે 23 જેટલા ઘા ઝીંકી તેમની પણ નિર્મમ હત્યા કરી હતી. ડબલ મર્ડર બાદ આપઘાતનો પ્રયાસ પુત્રવધૂ અને વેવાણની હત્યા બાદ આરોપીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આરોપીએ પોતાના શરીર પર પણ ઇજાઓ પહોંચાડી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હાલ તે હોસ્પિટલમાં પોલીસ દેખરેખ હેઠળ સારવાર હેઠળ છે. સુસાઇડ નોટ અને 5 હથિયારો જપ્ત પોલીસે આરોપીના મકાનની તપાસ દરમિયાન એક સુસાઇડ નોટ પણ કબજે લીધી છે, જે હત્યાકાંડ પહેલાં લખવામાં આવી હોવાનું માનવામાં આવે છે. આ નોટને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવી છે. આ ઉપરાંત, ઘટનાસ્થળેથી 4 છરી અને 1 કુહાડી સહિતના હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસની સીડીઆર સહિતની તપાસ હાલ પોલીસ આરોપીની કોલ ડિટેઇલ્સ, સીસીટીવી ફૂટેજ, ફોરેન્સિક પુરાવા અને સુસાઇડ નોટના આધારે વધુ તપાસ ચલાવી રહી છે. શહેરમાં ભારે ચકચાર મચાવનાર આ કેસમાં આગામી દિવસોમાં વધુ મહત્વના ખુલાસા થવાની શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    અમરેલી માટે વંદે ભારત ટ્રેનની માંગ:સાંસદ ભરત સુતરિયાએ રાજકોટ રેલવે બેઠકમાં રજૂઆત કરી
    Next Article
    આંતરરાષ્ટ્રીય બોગસ કોલ સેન્ટરનો પર્દાફાશ:કેનેડાના નાગરિકોને ડરાવી લાખો પડાવતી, લોકેશન છુપાવવા હાઈટેક એપ્સનો ઉપયોગ; બે મહિલા સહિત 11ની ધરપકડ, મુંબઈનો માસ્ટરમાઇન્ડ પોલીસ પકડથી દૂર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment