Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલી માટે વંદે ભારત ટ્રેનની માંગ:સાંસદ ભરત સુતરિયાએ રાજકોટ રેલવે બેઠકમાં રજૂઆત કરી

    22 घंटे पहले

    અમરેલી લોકસભાના સાંસદ ભરત સુતરિયાએ રાજકોટ ખાતે પશ્ચિમ રેલવે દ્વારા આયોજિત બેઠકમાં ભાગ લીધો હતો. આ બેઠકમાં તેમણે અમરેલી જિલ્લાના રેલવે વિકાસ અને જનહિતના મુદ્દાઓ અંગે રજૂઆતો કરી હતી. સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોના સાંસદો પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ સુતરિયાએ અમરેલીને વંદે ભારત ટ્રેનની સુવિધા મળે તે માટે ભારપૂર્વક માંગ કરી હતી. તેમણે જણાવ્યું કે અમરેલી સહિત સમગ્ર પંથકના મુસાફરોને ઝડપી, આધુનિક અને વિશ્વસ્તરીય રેલવે સુવિધાનો લાભ મળે તે માટે વંદે ભારત ટ્રેન આવશ્યક છે. તેમણે જૂનાગઢ, જેતલસર, વડિયા, ચિતલ, ખીજડિયા, લાઠી અને ઢસા થઈ અમદાવાદ સુધી વંદે ભારત ટ્રેન દોડાવવાની માંગ કરી હતી. સાંસદે દલીલ કરી હતી કે આ ટ્રેન શરૂ થવાથી મુસાફરોને ઝડપી મુસાફરીની સુવિધા મળશે અને વેપાર, ઉદ્યોગ, શિક્ષણ તથા પ્રવાસન ક્ષેત્રને પણ ગતિ મળશે. વંદે ભારત ટ્રેનની માંગ ઉપરાંત, સાંસદ સુતરિયાએ અમરેલી–ધારી–વિસાવદર–જૂનાગઢ તેમજ વિસાવદર–સોમનાથ મીટરગેજ રેલવે લાઇનને બ્રોડગેજમાં રૂપાંતરિત કરવા માટે પણ રજૂઆત કરી હતી. તેમણે રેલવે લાઈનોની આસપાસ જમીન ધરાવતા ખેડૂતોને પડતી વિવિધ અગવડતાઓ અને વર્ષોથી પડતર રહેલા પ્રશ્નો અંગે રેલવે તંત્રનું ધ્યાન દોર્યું હતું. સાંસદે ખેડૂતોના પ્રશ્નોનો ત્વરિત અને યોગ્ય નિકાલ લાવવા માટે માંગણી કરી હતી. અમરેલીમાં ચાલી રહેલા વિવિધ રેલવે પ્રોજેક્ટ્સ ઝડપથી અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ થાય તે માટે પણ તેમણે તાકીદ કરી હતી. ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે નવા અંડરબ્રિજોના નિર્માણની માંગ કરવામાં આવી હતી. ખાસ કરીને, અમરેલી-કેરિયા રોડ અંડરબ્રિજના કામમાં ઝડપ લાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. સાંસદએ પોતાના લોકસભા મતવિસ્તારના તમામ લોકોને વધુ સારી રેલ્વે સુવિધાઓ મળી રહે તે હેતુથી સાવરકુંડલા, લીલીયા અને રાજુલા પંથકના રેલ્વે ને લગતા સ્થાનિક પ્રશ્નો પણ બેઠકમાં ઉઠાવ્યા હતા અને તેના ઝડપી નિરાકરણ માટે માંગણી કરી હતી. સૌરાષ્ટ્રના મહત્વના તીર્થધામ અને રેલ્વે મથક એવા વેરાવળથી નવી ટ્રેનો શરૂ કરવામાં આવે તેવી માંગણી પણ બેઠકમાં ઉચ્ચારવામાં આવી હતી, જેથી મુસાફરોને વધુ સુવિધા અને મોટી સંખ્યામા લાભ મળી શકે. આ બેઠક દરમિયાન સાંસદ ભરત સુતરિયાએ સ્પષ્ટ કર્યું હતું કે અમરેલી જિલ્લાનો રેલ્વે કનેક્ટિવિટીના માધ્યમથી સર્વાંગી વિકાસ થાય તે તેમની પ્રાથમિકતા છે. તેમની વિવિધ રજૂઆતો અને માંગણીઓ અંગે રેલ્વે તંત્ર દ્વારા સકારાત્મક પ્રતિભાવ આપવામાં આવ્યો
    Click here to Read More
    Previous Article
    સાયબર ગુનેગારોની મસમોટી આંતરરાજ્ય ગેંગ મામલે તપાસ શરૂ:​જૂનાગઢ એસ.ઓ.જી.નો મ્યુલ હન્ટને લઈ મોટો સપાટો: 39.53 કરોડના ફ્રોડ કેસમાં મુખ્ય સૂત્રધાર સહિત બે આરોપીની પોલીસે પૂછપરછ શરૂ કરી.
    Next Article
    ભરૂચ ડબલ મર્ડરમાં પોસ્ટમોર્ટમમાં ઘટસ્ફોટ, મરવા છતાં ઘા ઝીંક્યા:પુત્રવધૂને 44 અને વેવાણને 23 ઘા મારી મોતને ઘાટ ઉતારી; છૂટાછેડાના દબાણની ફરિયાદ, હત્યારાએ દોઢ મહિના પહેલા પ્લાન ઘડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment