Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જુના સિંધુનગર વિસ્તારમાંથી જુગારીઓ ઝડપાયા:ઘોઘારોડ પોલીસે રૂ.4.36 લાખના મુદામાલ સાથે 6 ગેમ્બલરની ધરપકડ કરી

    12 hours ago

    ભાવનગર શહેરના ઘોઘારોડ પોલીસ મથકના સ્ટાફે જૂના સિંધુનગર વિસ્તારમાં આવેલ એક મકાનમાં દરોડો પાડી જુગારધામનો પર્દાફાશ કર્યો છે. પોલીસે હાર-જીતનો જુગાર રમી રહેલા 6 શખસોની ધરપકડ કરી રોકડ રકમ તેમજ મોબાઈલ સહિત કુલ રૂ.4,36,500નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ઘોઘારોડ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે જૂનું સિંધુનગર (ગોપાલ પાર્ક) માં રહેતો પ્રકાશ કનૈયાલાલ સોમવાણી પોતાના મકાનમાં બહારથી માણસો બોલાવી ગંજીપાના વડે તીનપત્તીનો જુગાર રમાડે છે અને સવલતો પૂરી પાડી પોતાના આર્થિક લાભ માટે નાળ ઉઘરાવે છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી મકાનમાલિક સહિત ૬ લોકોને પૈસા અને પાના વડે જુગાર રમતા રંગેહાથ ઝડપી લીધા હતા. ઝડપાયેલા આરોપીઓ કબ્જે કરાયેલો મુદ્દામાલ ઘોઘારોડ પોલીસે તમામ આરોપીઓ વિરૂદ્ધ જુગારધારાની કલમ 4 અને 5 મુજબ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરા સેન્ટ્રલ જેલમાં બે મોબાઈલ-સિમકાર્ડ મળ્યા:અમદાવાદની ઝડપી સ્કવોડનું સરપ્રાઇઝ ચેકિંગ, બે કાચા કામના આરોપીઓએ ગટરની PVC પાઈમાં મોબાઈલ સંતાડ્યો હતો
    Next Article
    વાહકજન્ય રોગચાળા સામે મનપાનું 'મિશન મોડ':283 ટીમોએ 1.39 લાખ ઘરો ખંખોળ્યા, 1700 મેલેરિયા ટેસ્ટ નેગેટિવ આવતા રાહત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment