Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાહકજન્ય રોગચાળા સામે મનપાનું 'મિશન મોડ':283 ટીમોએ 1.39 લાખ ઘરો ખંખોળ્યા, 1700 મેલેરિયા ટેસ્ટ નેગેટિવ આવતા રાહત

    12 hours ago

    ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ચોમાસાની ઋતુમાં શહેરમાં મચ્છરજન્ય અને વાહકજન્ય રોગચાળાને નાથવા માટે 'મિશન મોડ' હેઠળ સઘન સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરનો એક પણ રહેણાંક કે કોમર્શિયલ વિસ્તાર બાકી ન રહે તેવા સુચારુ આયોજન સાથે આરોગ્ય ટીમોએ મેદાનમાં ઉતરીને છેલ્લા 1 અઠવાડિયામાં 1.39 લાખથી વધુ ઘરોની મુલાકાત લીધી હતી. આ સઘન ઝુંબેશ દરમિયાન શંકાસ્પદ લક્ષણો ધરાવતા આશરે 1700 લોકોના મેલેરિયા ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જે તમામ નેગેટિવ આવતા તંત્ર અને શહેરીજનોએ મોટો રાહતનો શ્વાસ લીધો છે, જ્યારે તપાસ દરમિયાન 900 થી વધુ સ્થળોએથી મચ્છરોના પોરા શોધી કાઢી તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે. 1 અઠવાડિયામાં 5 લાખથી વધુ નાગરિકોને આવરી લેતો મેગા સર્વે ભાવનગર મનપા દ્વારા શહેરભરમાં રોગચાળો ફેલાતો અટકાવવા માટે કુલ 283 ટીમો અને 57 સુપરવાઈઝરોને ફિલ્ડમાં ઉતારવામાં આવ્યા હતા. આ ટીમોએ 7 દિવસના ટૂંકા ગાળામાં 1,39,141 ઘરોની પ્રત્યક્ષ મુલાકાત લઈને 5,03,930 જેટલી વિશાળ વસ્તીને સર્વે હેઠળ આવરી લીધી હતી. સર્વે દરમિયાન ઘરો અને આસપાસના પરિસરમાં પાણી ભરેલા કુલ 4,38,096 પાત્રોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી, જે પૈકી 929 પાત્રોમાં જોખમી મચ્છરોના લાર્વા (પોરા) મળી આવ્યા હતા. આરોગ્ય કર્મીઓએ આ તમામ પોરાઓનો ત્વરિત નાશ કરી સંભવિત રોગચાળાના જોખમને ટાળ્યું હતું. ઘરની અંદર અને બહાર 900 થી વધુ ઉત્પત્તિ સ્થાનોનો સફાયો મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા ઇન્ટ્રા-ડોમેસ્ટિક અને એક્સ્ટ્રા-ડોમેસ્ટિક બંને સ્તરે સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જેમાં ઘરની અંદરના 901 ઉત્પત્તિ સ્થાનો અને ઘરની બહારના ખુલ્લા વિસ્તારોમાંથી 929 જેટલા મચ્છર ઉત્પત્તિ સ્થાનોનો સફાયો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ખુલ્લા પાણીના ખાબોચિયા અને મચ્છરોના બ્રીડિંગ પોઈન્ટ્સ ગણાતા 333 સ્થળો પર ખાસ કેમિકલ ઓઈલ સ્પ્રે કરીને ટ્રીટમેન્ટ કરવામાં આવી હતી. કન્સ્ટ્રક્શન સાઈટ્સ, શાળાઓ અને આંગણવાડીઓ સહિતના 35 સંવેદનશીલ સ્થળોની પણ આકસ્મિક ચકાસણી કરવામાં આવી હતી, જ્યાં માત્ર 1 સ્થળે જ સામાન્ય પોરા મળી આવ્યા હતા. 1697 નાગરિકોના બ્લડ સેમ્પલ લેવાયા આ સઘન સર્વેલન્સ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા તાવ અને શંકાસ્પદ લક્ષણો ધરાવતા કુલ 1697 લોકોના લોહીના નમૂના એકત્ર કરી મેલેરિયાની તાત્કાલિક લેબોરેટરી તપાસ કરવામાં આવી હતી, જેમાં તમામ રિપોર્ટ્સ નેગેટિવ નોંધાયા છે. સર્વે ટીમો દ્વારા ઘરે-ઘરે જઈને નાગરિકોને મચ્છરોના ઉપદ્રવથી બચવાના ઉપાયો, પાણીના પાત્રો ઢાંકીને રાખવા અને કોઈપણ પ્રકારનો તાવ જણાય તો તુરંત જ નજીકના અર્બન હેલ્થ સેન્ટર (UHC) કે સામુહિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અંગે વિસ્તૃત માર્ગદર્શન અને જાગૃતિ પૂરી પાડવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    જુના સિંધુનગર વિસ્તારમાંથી જુગારીઓ ઝડપાયા:ઘોઘારોડ પોલીસે રૂ.4.36 લાખના મુદામાલ સાથે 6 ગેમ્બલરની ધરપકડ કરી
    Next Article
    વલસાડમાં આશા વર્કરોએ DDOને આવેદન આપ્યું:2 વર્ષથી બાકી પ્રોત્સાહક રકમ ચૂકવવા અને નિયમિત વેતનની માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment