Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરા સેન્ટ્રલ જેલમાં બે મોબાઈલ-સિમકાર્ડ મળ્યા:અમદાવાદની ઝડપી સ્કવોડનું સરપ્રાઇઝ ચેકિંગ, બે કાચા કામના આરોપીઓએ ગટરની PVC પાઈમાં મોબાઈલ સંતાડ્યો હતો

    13 hours ago

    વડોદરા મધ્યસ્થ જેલમાં અમદાવાદથી આવેલી ઝડતી સ્કવોડે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં કાચા કાચા કામના આરોપીના ખિસ્સામાંથી સિમકાર્ડ મળ્યું હતું, તો તેની બાજુમાં બેઠેલા અન્ય આરોપીના પગ પાસેથી દોરીથી બાંધેલો મોબાઇલ મળી આવ્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે, એક મોબાઇલ જેલની ગટરની PVC પાઇપમાં છુપાવી રાખવામાં આવ્યો હતો. આ મામલે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જેને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. આરોપી ગણેશના શર્ટના ખિસ્સામાંથી સિમકાર્ડ મળ્યું 23 ઓગસ્ટના રોજ અમદાવાદથી આવેલી ઝપતી સ્કવોડ દ્વારા વડોદરા સેન્ટ્રલ જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન જેલની અલગ-અલગ બેરેક અને યાર્ડમાં ઝડતી કરવામાં આવી હતી. સર્કલ વિભાગના યાર્ડ નં. 8ની બેરેક નં. 1માં કાચા આરોપી ગણેશ દેવેન્દ્રસિંહની અંગઝડતી લેતાં તેના શર્ટના ખિસ્સામાંથી સિમકાર્ડ મળી આવ્યું હતું, તેની બાજુમાં બેઠેલા કાચા આરોપી અજય સુનિલ મહિડાના જમણા પગ પાસે દોરીથી બાંધેલો મોબાઇલ ફોન મળી આવ્યો હતો. ગટરની PVC પાઇપમાંથી છુપાવેલો મોબાઇલ મળ્યો ઝપતી સ્કવોડની તપાસ દરમિયાન યાર્ડ નં. 11ની બેરેક નં. 4 પાછળ જનરલ સંડાસ-બાથરૂમ અને નવી ચાલીની વચ્ચે આવેલી ગટરની PVC પાઇપમાંથી પણ છુપાવેલો મોબાઇલ મળી આવ્યો હતો. બંને મોબાઇલ ફોન અને સિમકાર્ડ કબજે કરી વધુ તપાસ માટે FSLમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં છે. મોબાઇલનો ઉપયોગ કોણ કરતું હતું. મોબાઇલ જેલમાં કેવી રીતે પહોંચ્યા અને તેને પહોંચાડવામાં કોઈની મદદ હતી કે કેમ તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. જેલ કર્મચારીની સંડોવણી છે કે કેમ તે તેની પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    112માં ગુજરાત પોલીસની ‘સ્પીડ’ વધશે:500 નવા જનરક્ષક વાહનો સાથે હવે 1000 PCR વાન 24 કલાક દોડશે, 27 મિનિટનો રિસ્પોન્સ ટાઈમ હવે 10.49 મિનિટ
    Next Article
    જુના સિંધુનગર વિસ્તારમાંથી જુગારીઓ ઝડપાયા:ઘોઘારોડ પોલીસે રૂ.4.36 લાખના મુદામાલ સાથે 6 ગેમ્બલરની ધરપકડ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment