Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દારૂની હેરાફેરી માટે નવો કિમ્યો નિષ્ફળ:બોલેરો ગાડીના 'ચોર ખાના' માંથી 432 ચપટા વિદેશી દારૂ ઝડપાયો, ચાલક ફરાર

    12 hours ago

    ભાવનગરના બોરતળાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન ડ્રાઇવ દરમિયાન પોલીસે બાતમીના આધારે એક બોલેરો પીકઅપ ગાડીમાંથી ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે જો કે, ગાડીનો ચાલક પોલીસને જોઈને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો, પોલીસે દારૂ અને ગાડી મળી કુલ રૂ.5.60 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે, આ બનાવ અંગે બોરતાળવ પોલીસ મથકે થી મળતી માહિતી મુજબ ગઈકાલ તા.29/5 ના રોજ રાત્રિના સમયે પોલીસ કાફલો પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન ભાવનગર હાદાનગર આગળ અક્ષરપાર્ક ગરનાળા પાસે પહોંચતા પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી.ચૌહાણને ખાનગી રાહે બાતમી મળી હતી કે, અક્ષરપાર્ક રાણી લક્ષ્મીબાઈ સ્કૂલની પાછળ, સાઈનાથ પાનના ગલ્લાની સામે જાહેર રોડ પર એક બોલેરો પીકઅપ ગાડી શંકાસ્પદ હાલતમાં પડી છે, ​પોલીસે પંચોને સાથે રાખીને GJ-04-AW-6272 નંબરની બોલેરો પીકઅપની તપાસ કરતા, ગાડીના પાછળના બોડીના સાઈડના પડખામાં લોખંડના પતરા પર રીવેટ મારીને ખાસ 'ચોર ખાનું' બનાવેલું જોવા મળ્યું હતું, ​સ્થળ પર પ્રાથમિક તપાસ કર્યા બાદ ગાડીને ક્રેઈન દ્વારા ગઢેચી પોલીસ ચોકી ખાતે લાવવામાં આવી હતી. જ્યાં ગ્રાઇન્ડર અને અન્ય સાધનોની મદદથી લોખંડના પતરાના રીવેટ તોડીને જોતા, અંદરથી અખબારમાં વિંટાળેલી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જેમાં વહીસ્કીની 180 ML ની કુલ 432 સીલપેક ચપટા કિંમત રૂ.60,912 તથા બોલેરો ગાડી જેની કિંમત રૂ.5,00,000 મળી કુલ રૂ.5,60,912 ના મુદ્દામાલ કબ્જે કર્યો હતો, ​આ ગુનામાં સંડોવાયેલા આરોપી મુકેશ ઉર્ફે જોન્ટી ઉધમશીભાઈ મહેરા રહે.અક્ષરપાર્ક, રાણી લક્ષ્મીબાઈ સ્કૂલની પાછળની શેરીમાં, ચામુંડા પાન ભરતભાઈની દુકાન પાસે, ભાવનગર વાળા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ,ઇ), 116(બી), 98(2) મુજબ ગુનો નોંધીને તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    પીવાનું પાણી મોંઘુ થયું, 20 લીટર જગમાં રૂ. 10નો વધારો:1 જૂનથી ભાવવધારો લાગુ, વડોદરા વોટર વેલ્ફેર એસોસિએશનનો નિર્ણય
    Next Article
    ગાંધીનગરમાં બાળકી પર દુષ્કર્મ કરનારને છેલ્લા શ્વાસ સુધીની સજા:મર્યા પછી લાશ પરિવારને સોંપવા હુકમ, પીડિતાને 10 લાખનું વળતર અપાશે; સાડા પાંચ મહિનામાં સજા સંભળાવાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment