Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પીવાનું પાણી મોંઘુ થયું, 20 લીટર જગમાં રૂ. 10નો વધારો:1 જૂનથી ભાવવધારો લાગુ, વડોદરા વોટર વેલ્ફેર એસોસિએશનનો નિર્ણય

    11 hours ago

    પીવાનું પાણી પણ હવે મોંઘુ બનશે. વડોદરા વોટર વેલ્ફેર એસોસિયેશનની એક બેઠકમાં પાણીના જગના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે સામાન્ય જનતાના ખિસ્સા પર વધુ એક મોંઘવારીનો ડામ લાગવા જઈ રહ્યો છે. જેમાં 20 લીટરના જગમાં રૂ. 10નો વધારો કરવા નિર્ણય કરાયો છે અને ભાવવધારો 1 જૂનથી લાગુ થશે. પેટ્રોલ ડીઝલના વધતા ભાવોના કારણે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધ્યો વોટર વેલફેર એસોસિએશન દ્વારા પાણીના જગના ભાવમાં ધરખમ વધારો કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. એસોસિએશન દ્વારા લેવાયેલા આ તાજેતરના નિર્ણય અનુસાર, આગામી 1 જૂન, 2026થી પ્રતિ પાણીના જગ દીઠ રૂ. 10નો સીધો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. વોટર વેલફેર એસોસિએશનના પ્રમુખ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ઈંધણના આ અવિરત વધારાને કારણે ટ્રાન્સપોર્ટેશન એટલે કે હેરફેરનો ખર્ચ પણ ખૂબ જ વધી ગયો છે. આ ઉપરાંત પ્લાસ્ટિક કાચો માલ, પ્રોસેસિંગ કોસ્ટ અને મજૂરી ખર્ચમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. પાણીના વ્યવસાય સાથે સંકળાયેલા નાના-મોટા વેપારીઓ માટે જૂના ભાવે વ્યવસાય ચલાવવો હવે આર્થિક રીતે પોસાય તેમ ન હોવાથી એસોસિએશન દ્વારા આ આકરો નિર્ણય લેવાની ફરજ પડી છે. અગાઉ 20 લિટરનો જગ 20 રૂપિયામાં મળતો હતો જેના હવે રૂ. 30 ચૂકવવા પડશે. ઓફિસ તેમજ મધ્યમવર્ગીય લોકોનું બજેટ વધી જશે આ નિર્ણયને પગલે હવે મધ્યમવર્ગીય પરિવારો અને ઓફિસો ચલાવતા વેપારીઓ પર આર્થિક બોજ વધશે તે નક્કી છે. એસોસિએશન દ્વારા તમામ સ્થાનિક વોટર સપ્લાયર્સ અને ડિસ્ટ્રિબ્યુટર્સને કડક સૂચના આપી દેવામાં આવી છે કે 1 જૂનથી ફરજિયાતપણે નવા સુધારેલા દર મુજબ જ ગ્રાહકોને પાણીના જગ સપ્લાય કરવા. ઉલ્લેખનીય છે કે, લગ્નપ્રસંગો, જાહેર કાર્યક્રમો, સરકારી તેમજ ખાનગી ઓફિસો અને ઘરોમાં મિનરલ વોટરના જગની માંગ ખૂબ જ વધારે રહે છે. આવામાં અચાનક પ્રતિ જગ 10 રૂપિયા વધી જવાથી લોકોના માસિક બજેટ પર તેની સીધી અસર જોવા મળશે. સામાન્ય નાગરિકોમાં આ ભાવ વધારાને લઈને અત્યારથી જ ભારે નારાજગી અને ગણગણાટ શરૂ થઈ ચૂક્યો છે. વડોદરામાં તો મોટાભાગના લોકોએ પાણી વેચાતું લેવું પડે છે વડોદરા શહેરમાં મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવતું પાણી અનેક વિસ્તારોમાં ઓછા દબાણ સાથે અને દુષિત પાણી મળતું હોવાની બૂમો ઉઠી છે. ત્યારે વડોદરા શહેરના મોટા ભાગના વિસ્તારમાં લોકોએ પાણી વેચાતું લેવું પડે છે. મોટા ભાગની સોસાયટીઓ અને કોમ્પ્લેક્ષમાં પાણીના જગ જ લેવા પડે તેવી સ્થિતિ છે. ત્યારે તેઓ ઉપર પણ આર્થિક બોજો વધી શકે છે. ત્યારે હવે મધ્યમવર્ગીય પરિવારના લોકોએ પણ મહિનાના બજેટમાં વધુ એક બોજો વેઠવો પડશે.
    Click here to Read More
    Previous Article
    નેતાજીએ સંતાઈને હાર પહેરી લીધો:પહેલા જ દિવસે મેયરો રજનીકાંત મોડમાં, જુઓ પાંચ એક્શન, કૉંગ્રેસ કાર્યકરોને પોલીસે પકડી-પકડીને કોકરોચની જેમ જીપમાં ભર્યા
    Next Article
    દારૂની હેરાફેરી માટે નવો કિમ્યો નિષ્ફળ:બોલેરો ગાડીના 'ચોર ખાના' માંથી 432 ચપટા વિદેશી દારૂ ઝડપાયો, ચાલક ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment