Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિધાનસભામાં ગાજેલું ડાયાલિસિસ મશીન ખરીદીનું કૌભાંડ તો માત્ર એક ‘ધુમાડો’:43 કરોડ ખર્ચ, 600 મશીન, 4 કર્મચારીઓ સસ્પેન્ડ પણ આ ખરીદી પૂર્વ આરોગ્ય મંત્રી-સચિવની મંજૂરી બાદ થઈ!

    8 hours ago

    ભાસ્કર ઈન્વેસ્ટિગેશન કેન્દ્ર સરકારના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘વન નેશન, વન ડાયાલિસિસ’ અંતર્ગત ગુજરાતના કિડનીના દર્દીઓને મફત સારવાર મળે તે માટે 2022માં રાજ્યમાં 188 ડાયાલિસિસ સેન્ટર શરૂ કરવામાં આવ્યા હતા. આ માટે કિડની હોસ્પિટલ (IKDRC-ITS) દ્વારા 43 કરોડના ખર્ચે 600 ડાયાલિસિસ મશીનોની ખરીદી કરાઈ હતી. ત્રણ વર્ષ બાદ અચાનક વિધાનસભા સત્રમાં આ મશીનોની ખરીદીમાં મોટું કૌભાંડ થયું હોવાનો મુદ્દો ઉછળ્યો હતો. તેના જવાબમાં આરોગ્ય મંત્રીએ IKDRCના કરાર આધારિત 4 કર્મીને સસ્પેન્ડ કરી દીધા હોવાનો જવાબ રજૂ કર્યો હતો. ‘દિવ્ય ભાસ્કર'ના ઈન્વેસ્ટિગેશનમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. વિધાનસભામાં ગાજેલું મશીન ખરીદીનું કૌભાંડ માત્ર એક ‘ધૂમાડો' છે, અસલી આગ બીજે જ ક્યાંક લાગી છે! ઇન્વેસ્ટિગેશનમાં ઘટસ્ફોટ થયો છે કે, 600 ડાયાલિસિસ મશીનની ખરીદીમાં તત્કાલીન આરોગ્ય મંત્રી, આરોગ્યના અધિક મુખ્ય સચિવની મંજૂરી મળ્યા બાદ ખરીદીની પ્રક્રિયા શરૂ થઈ હતી. બીજી તરફ સીએ ઓડિટ કે CAGના અહેવાલમાં પણ ક્યાંય ડાયાલિસિસ મશીનની ખરીદીમાં કોઈપણ પ્રકારની ત્રુટિનો ઉલ્લેખ નથી. IKDRCએ પારદર્શક રીતે GeM મારફતે 600 ડાયાલિસિસ મશીનની ખરીદી કરી હતી. રિવર્સ ઓક્શન બાદ એલ-1 બિડર તરીકે આવેલી નિપ્રો મેડિકલ (ઇન્ડિયા) પ્રા. લિ. કંપનીને એક ડાયાલિસિસ મશીનની કિંમત રૂ. 7.20 લાખ મુજબ વર્ક ઓર્ડર અપાયો હતો. CAGના અહેવાલમાં પણ ક્યાંય ડાયાલિસિસ મશીનની ખરીદીમાં કોઈપણ પ્રકારની ત્રુટિનો ઉલ્લેખ નથી તો પછી 4 કર્મીઓને કેમ કાઢી મુકાયા? તપાસમાં ખૂલ્યું છે કે, ખરો ખેલ ડાયાલિસિસ માટે નિયમિત વપરાતા 'કન્ઝ્યુમેબલ્સ' (મેડિકલ સાધન-સામગ્રી) ની સપ્લાયમાં ચાલી રહ્યો છે. આ કરોડો રૂપિયાનો વેપાર કરતા વગદાર સપ્લાયરોનું વર્ચસ્વ તોડવા માટે જ્યારે આ કર્મચારીઓએ નવું ટેન્ડર બહાર પાડવાની હિલચાલ કરી, ત્યારે તેમને સિસ્ટમમાંથી જ આઉટ કરી દેવામાં આવ્યા છે! અગાઉની તપાસમાં આવા આક્ષેપો સામે ક્લિનચિટ મળી હોવા છતાં કર્મચારીઓને ટાર્ગેટ બનાવવા બીજી વખત તપાસ શરૂ કરાઈ હોવાનું ફલિત થાય છે. કોણ શું કહે છે? મશીન ખરીદીની પ્રક્રિયામાં અમારી કોઈ ભૂમિકા નહોતી. - બરતરફ કર્મચારીઓ ડાયાલિસિસ મશીન ખરીદી મામલે કમિટી તપાસ કરે છે. સપ્તાહમાં નિવેડો આવશે. -પ્રફુલ પાનસેરિયા, આરોગ્ય મંત્રી, ગુજરાત કાગળ ઉપર કાંઈ ખોટું નથી. પણ કોન્ફ્લિક્ટ ઓફ ઈન્ટરસ્ટ હોય એવું લાગે છે. સંસ્થા બદનામ થઈ રહી છે. - ડૉ. પ્રાંજલ મોદી, ડાયરેક્ટર - IKDRC-ITS
    Click here to Read More
    Previous Article
    માળિયામાં ખેતર તરબતર થતાં ખેડૂતોની મહેનત ‘પાણીમાં’:મચ્છુ ડેમના 16 પાટિયા ખોલાતા માળિયાના નદીકાંઠા, શહેરી, ગ્રામ્ય વિસ્તારના લોકોને 2017ની પૂરની યાદ તાજી થઈ
    Next Article
    અભયદાન:108 ટીમની સતર્કતાથી ખાનપરથી મોરબી આવી રહેલી એમ્બ્યુલન્સમાં જોડિયા બાળકની કિલકારી ગુંજી ઉઠી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment