Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માળિયામાં ખેતર તરબતર થતાં ખેડૂતોની મહેનત ‘પાણીમાં’:મચ્છુ ડેમના 16 પાટિયા ખોલાતા માળિયાના નદીકાંઠા, શહેરી, ગ્રામ્ય વિસ્તારના લોકોને 2017ની પૂરની યાદ તાજી થઈ

    7 hours ago

    મોરબી જિલ્લા અને ઉપરવાસમાં શનિવારે મેઘતાંડવ થયું હોય એમ અતિ ભારે વરસાદ થવાથી અગાઉથી ઓવરફ્લો રહેલા મોરબીની જીવાદોરી સમાન મહાકાય મચ્છુ - 2 ડેમના 16 પાટિયા ખોલવામાં આવતા 80 હજાર ક્યુસેકથી વધુ પાણી મોરબી મધ્યે નીકળતી મચ્છુ નદીમાંથી થઈ માળીયાના નદીકાંઠાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ફરી વળ્યાં હતા. મચ્છુ નદીના પાણીના પ્રવાહ આવતા માળીયાના નદીકાંઠાના શહેરી, ગ્રામ્ય વિસ્તારોમાં 2017માં પુરની યાદ તાજી થઈ હતી, મચ્છુ નદીમાં પ્રવાહને કારણે માળીયા નીચાણવાળા વિસ્તારો, નદીકાંઠાના ખેતરો જળબંબાકાર થઈ ગયા છે. પૂરના પાણી ખેતરોમાં ફરી વળતાં ખેડૂતોનો ઉભો પાક પાણીમાં ગરક થઈ ગયો છે, જેને કારણે ખેડૂતો આર્થિક સંકટમાં મુકાય ગયા છે અને ખેતરોમાં ફૂટ ફૂટ જેટલા પાણી ભરાતા ખેતરોમાં કપાસ સહિતનો પાક મુરજાય જવાની અણી ઉપર આવી ગયો હોવાની ખેડૂતોએ વેદના વ્યક્ત કરી હતી. ફરી ખર્ચ કરવાની ક્ષમતા નથી‎ ખેડૂત વિરડા જેસીગભાઈ ડોસાભાઈએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે મોંઘા બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ અને મજૂરી પાછળ હજારો રૂપિયાનો ખર્ચ કરીને રાત-દિવસ એક કરીને પાક તૈયાર કર્યો હતો. પૂરના આ કુદરતી કોપના કારણે તમામ મહેનત અને મૂડી પર પાણી ફરી વળ્યું છે. "હવે ખર્ચ કરવાની અમારી આર્થિક ક્ષમતા પણ બચી નથી. વળતર, વિશેષ રાહત પેકેજ જાહેર કરે‎ ખેડૂત જેઠાભાઈ કાનાભાઈએ જણાવ્યું હતું કે, આ પુર જેવી સ્થિતિને કારણે ખેતરોમાં પાણી ભરેલા હોય અને પાક માથેથી પાણી વહેતુ હોય એટલે હવે પાણી નીકળ્યા બાદ કઈ હાથમાં નહિ આવે. આવી આફ્તમાંથી ખેડૂતોને ઉગારવા કૃષિ વિભાગ તેમજ જિલ્લા પ્રશાસન તાત્કાલિક ધોરણે સહાય પૂરી પાડે તેવી માંગ છે. રોકડિયા પાક‎જળમગ્ન થઈ ગયા‎ માળીયાના ફતેપર ગામના ખેડૂત કોરડીયા દિલાવર ઓસમાણભાઈએ જણાવ્યું હતું કે, આ વર્ષે ચોમાસુ વિલંબિત હોવા છતાં પણ ધીમીધારે વરસાદ પડતો હોય ભારે મહેનત કરીને ખેતરોમાં વાવેતર કર્યું હતું અને ધીરેધીરે છોડ તૈયાર થઈ રહ્યા હતા. ત્યારે જ અમારો નદી કાંઠા ગ્રામ્ય વિસ્તાર હોવાથી શનિવારે મચ્છુ ડેમમાંથી અમારા ખેતરોમાં પાણીના ઘોડાપૂર ઘૂસી આવ્યા હતા. ખેતરોના પાળા તોડીને પ્રવેશેલા પૂરના પાણીના કારણે વાવેતર કરેલો કપાસ, મગફળી અને તલ જેવા રોકડિયા પાકો સંપૂર્ણપણે જળમગ્ન થઈ ગયા છે.
    Click here to Read More
    Previous Article
    Mangla Gauri Vrat 2026: मंगला गौरी व्रत आज, जानें पूजा का शुभ मुहूर्त, विधि और महत्व
    Next Article
    વિધાનસભામાં ગાજેલું ડાયાલિસિસ મશીન ખરીદીનું કૌભાંડ તો માત્ર એક ‘ધુમાડો’:43 કરોડ ખર્ચ, 600 મશીન, 4 કર્મચારીઓ સસ્પેન્ડ પણ આ ખરીદી પૂર્વ આરોગ્ય મંત્રી-સચિવની મંજૂરી બાદ થઈ!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment