Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફરિયાદ:શેરબજારમાં રોકાણના નામે યુવક સાથે 43 લાખની છેતરપિંડી, ખોટા કેસની ધમકી

    5 days ago

    શેરબજારમાં રોકાણ કરી ઊંચું વળતર મેળવવાની લાલચ આપી શહેરના એક યુવક સાથે 43ની છેતરપિંડી કરી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. નાગર રોડ, હેઠાણ ફળિયામાં આવેલ ગોકુલ એપાર્ટમેન્ટમાં રહેતા 36 વર્ષીય ભાવિકભાઈ સુધીરભાઈ માંકડે નોંધાવેલી ફરિયાદ મુજબ વર્ષ 2022માં તેની મુલાકાત કાળવા ચોક ખાતેના ગેસ્ટ હાઉસમાં વડોદરા જિલ્લાના કરજણ ગામના જીતેશ પ્રવીણભાઈ પ્રજાપતિ સાથે થઈ હતી. જીતેશે પોતે સ્ટોક ટ્રેડિંગ કંપની ચલાવતો હોવાનું કહી ભાવિકભાઈને શેરબજારમાં રોકાણ કરી સારૂ વળતર મેળવવા લલચાવ્યા હતા. તેની વાતોમાં આવીને યુવકે જીતેશ, તેના પિતા પ્રવીણભાઈ અને માતા જયાબેન પ્રજાપતિના બેંક ખાતામાં અલગ-અલગ સમયે અંદાજે રૂપિયા 51 લાખ જેટલી રકમ ટ્રાન્સફર કરી હતી. ​લાંબો સમય વીતવા છતાં ન તો વળતર મળ્યું કે ન તો મુદ્દલ રકમ પરત મળી. વારંવારની ઉઘરાણી બાદ શક્સોએ માત્ર રૂપિયા 8 લાખ પરત કર્યા હતા, જ્યારે બાકીના રૂપિયા 43 લાખ ચૂકવવામાં ઠાગાઠૈયા કરતા હતા. ગત 9 માર્ચ, 2025ના રોજ જ્યારે ભાવિકે ફોન પર પોતાના નાણાંની માંગણી કરી, ત્યારે નાણાં આપવાનો ઇનકાર કરી દીધો હતો. એટલું જ નહીં, જાનથી મારી નાખવાની તેમજ સ્યુસાઈડ કરી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. ​આખરે ભાવિક માંકડે સોમવારે ફરિયાદ કરતા એ ડિવિઝન પોલીસે જીતેશ પ્રજાપતિ, પ્રવીણભાઈ પ્રજાપતિ અને જયાબેન પ્રજાપતિ વિરુદ્ધ કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર ખાસ:6ઠ્ઠી પ્રસૂતિમાં ગર્ભાશય ફાટી જતા જીવ જોખમમાં મુકાયો, સિવિલમાં જટિલ ઓપરેશન કરી મહિલાને બચાવી લેવાઇ
    Next Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:જુડાની કચેરી પર જોખમ તોળાયું: ઈમારત ખાલી કરવા RBએ આખરી નોટિસ આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment