Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ 42.9°C સાથે દેશનું સૌથી ગરમ શહેર:ગુજરાતના 7 જિલ્લામાં ગરમીનો પારો 40°Cને પાર, માવઠા બાદ હવે આકરો બફારો અકળાવશે

    12 hours ago

    રાજ્યમાં છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જોવા મળેલા વરસાદી માહોલ બાદ હવે વાતાવરણ સંપૂર્ણપણે બદલાયું છે. માવઠાની અસર ઓસરતાની સાથે જ સૂર્યદેવતાએ પોતાનો મિજાજ બતાવવાનું શરૂ કર્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના સાત શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો છે, જેના કારણે હવે આકરો ઉનાળો શરૂ થયો હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. ગઈકાલે ભાવનગર, ગીર સોમનાથ, મહિસાગર, હિંમતનગર, ભરૂચ સહિતના જિલ્લાઓના છુટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદ ખાબક્યો હતો. ભારે પવનને કારણે વૃક્ષો પડવાની પણ ઘટનાઓ સામે આવી હતી. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, પણ લોકોને બફારાનો સામનો કરવો પડી રહ્યો છે. રાજકોટમાં સૌથી વધુ ગરમી, અનેક શહેરોમાં પારો 40ને પાર છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા આંકડા મુજબ, સૌરાષ્ટ્રનું રાજકોટ 42.9°C તાપમાન સાથે દેશનું સૌથી ગરમ શહેર નોંધાયું છે. તે સિવાય અમરેલી, સુરેન્દ્રનગર અને વડોદરામાં પણ ગરમીનું જોર વધુ જોવા મળ્યું છે. હવે વાતાવરણ સૂકું રહેશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હવે રાજ્યમાં વરસાદી વાદળો વિખેરાઈ ગયા છે. આગામી 12 મે સુધી સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ-દમણમાં હવામાન મુખ્યત્વે સૂકું (Dry Weather) રહેશે. જે જિલ્લાઓમાં વાવાઝોડા અને પવનની ચેતવણી હતી, ત્યાં હવે પવનની ગતિ સામાન્ય થઈ છે, પરંતુ તેની સામે તાપમાનમાં વધારો થયો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં બફારાનો માર તાપમાન વધવાની સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં બફારો પણ વધ્યો છે. સુરત, દમણ અને વેરાવળ જેવા વિસ્તારોમાં તાપમાન ભલે 40°Cથી નીચે હોય, પરંતુ ભેજને કારણે અસહ્ય અકળામણ અનુભવાઈ રહી છે. આ પણ વાંચો… લોકો જ નહીં પશુ-પક્ષીઓ પણ બને છે હિટસ્ટ્રોકનો શિકાર, અબોલ જીવના મૃત્યુદરમાં પણ 20 ટકાનો વધારો ખેડૂતો અને નાગરિકો માટે સૂચના છુટા-છવાયા સ્થળોએ હજુ પણ વરસાદની સંભાવના હોવાથી ખેડૂતો કેરીના ઉતારા અને ઉનાળુ પાકની લણણી સાવઘાની સાથે કરે. સાથે જ ગરમીનો પારો સતત વધી રહ્યો હોવાથી બપોરના સમયે લોકોએ સીધા તડકાથી બચવા અને વધુ પ્રમાણમાં પ્રવાહી લેવા માટે આરોગ્ય વિભાગ દ્વારા સલાહ આપવામાં આવી છે. 6 મેના વરસેલા માવઠાના દૃશ્યો યુપી સહિત 9 રાજ્યોમાં વરસાદ, બિહારમાં કરા પડ્યા, વીજળી પડવાથી 2ના મોત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ભારતમાં વરસાદનો દોર ચાલુ છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશમાં બુધવારે વરસાદ થયો. જ્યારે બિહાર, હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં કરા પણ પડ્યા. ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં ગોદામમાં રાખેલ 100 ક્વિન્ટલ ઘઉં પલળી ગયા. રાજ્યમાં મહત્તમ તાપમાન 40°Cથી નીચે આવી ગયું છે. આજે 44 જિલ્લાઓમાં વાવાઝોડા-વરસાદનું એલર્ટ છે. બિહારમાં પટનાના વિસ્તારોમાં કરા પણ પડ્યા. અહીં બપોરના સમયે જ અંધારું છવાઈ ગયું. પૂર્ણિયામાં આકાશી વીજળી પડવાથી બે લોકોના મોત થયા. ઉત્તરાખંડના કેદારનાથ ધામ સહિત ઊંચી પર્વતમાળાઓ પર સતત ચોથા દિવસે હિમવર્ષા થઈ. ગુજરાતનું રાજકોટ દેશમાં સૌથી ગરમ રહ્યું. અહીંનું તાપમાન 42.9°C નોંધાયું. જ્યારે મહારાષ્ટ્રના વાશિમમાં તાપમાન 42.6°C રહ્યું. રાજસ્થાનના ફલોદીમાં સૌથી વધુ તાપમાન 42.8°C નોંધાયું. (વાંચો સંપૂર્ણ અહેવાલ)
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સમાં 100 અંકથી વધુનો ઉછાળો:78,100 પર કારોબાર કરી રહ્યો છે, નિફ્ટી પણ 50 અંક ચઢ્યો; IT અને ઓટો શેર્સમાં ખરીદી
    Next Article
    વેરાવળના પાંડવા ગામે રોડ પર 4 સિંહ દેખાયા:ખોરાકની શોધમાં સાવજ રહેણાંક વિસ્તારમાં આવ્યા, વાહનોના પૈડાં થભી ગયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment