Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તંત્રએ જાહેર કરેલા તમામ સ્થળ ફેલ:મહાપાલિકાના શાસકોએ જશ ખાટવા કરેલી 426 યોગ સેન્ટરની જાહેરાતનો ફિયાસ્કો, 40 દિવસમાં બે પૂછપરછ

    17 hours ago

    મનપાએ યોગ દિવસ નિમિત્તે શહેરીજનોને 421 સ્થળે વિનામૂલ્યે યોગ સાધના કરવાની ભેટ આપી હતી, પરંતુ મનપાએ જણાવેલ સ્થળો માટે 40 દિવસ થવા છતાં બે ઇન્કવાયરી આવી છે. અને હાલમાં જે યોગ ક્લાસ ચાલુ છે તે યોગ બોર્ડ દ્વારા વર્ષોથી ચાલતા હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ મનપાની એક પણ જગ્યા ઉપર નવા યોગ સેન્ટર ચાલુ ન થયાનું અને યોગ બોર્ડના ક્લાસના ફોટા પાડી અધિકારીઓ સોશિયલ મીડિયા ઉપર મૂકી પ્રચાર કરી રહ્યા હોવાનું જોવા મળ્યું છે. મનપાએ યોગ દિવસની ઉજવણી કરી લોકો પોતાના ઘર નજીક યોગાભ્યાસ કરે તેવા પ્રયત્નો કર્યા, પરંતુ એકસાથે 426 સ્થળે ક્લાસ ચાલુ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં અતિશયોક્તિ કરી દીધી તેવું હવે લાગી રહ્યું છે. તંત્રએ મનપાની શાળા, લગ્નહોલ, બગીચાઓમાં યોગ ક્લાસ શરૂ કરશે તેવું જણાવ્યું હતું, પરંતુ આજ સુધી મનપાએ પોતાના એક પણ ક્લાસ ચાલુ ન થયાનું અને ફક્ત બે સ્થળની પૂછપરછ આવી હોવાનું જણાવ્યું છે. મનપામાં યોગ સેન્ટર માટે કોઈ અધિકારીને જવાબદારી આપી નથી. તેમજ સંચાલન અને દેખરેખ માટે કોઈ કમિટી કે વિભાગ બનાવ્યો નથી. ફક્ત સમાજ કલ્યાણ વિભાગને ઇન્કવાયરી મુજબ કાર્યવાહી કરવાની સૂચના આપી છે. જેની સામે વાહવાહી મેળવવા કરેલી જાહેરાતને સાચી સાબિત કરવા યોગ બોર્ડ દ્વારા વર્ષોથી ચાલતા નિઃશુલ્ક ક્લાસને પોતાના ગણાવી સ્થળ મુલાકાત લઈ ફોટા પાડી મનપાની વેબસાઇટ અને સોશિયલ મીડિયા ઉપર મૂકી પ્રચાર શરૂ કર્યો છે. મનપાએ શા માટે પોતાની જગ્યા ઉપર યોગ ક્લાસ ચાલુ કરવાની જાહેરાત કરી તે સમજાતું નથી. આજે પણ અનેક ક્લાસ બગીચાઓ અને એપાર્ટમેન્ટનના પાર્કિંગમાં ચલાવવામાં આવી રહ્યા છે, છતાં તંત્રએ આ વર્ષોથી ચાલતા યોગ સેન્ટરને પોતાના ગણાવી યોગ બોર્ડ સાથે એમઓયુનું નામ આપી ખોટો જશ ખાટવાનો પ્રયાસ કર્યો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. ગુજરાત યોગ બોર્ડ દ્વારા વર્ષોથી ચાલતા નિઃશુલ્ક ક્લાસને એમઓયુ ગણાવી ફોટા પાડી મનપાની વેબસાઇટ ઉપર મૂકી દીધા તંત્રએ જાહેર કરેલા તમામ સ્થળ ફેલ મનપાએ વિશ્વ યોગ દિવસ નિમિતે શહેરને યોગ સેન્ટર સિટી જાહેર કરી શાળા, કોમ્યુનિટી હોલ સહિતના 426 કેન્દ્ર નિર્ધારિત કર્યા હતા, પરંતુ તમામ શાળાઓમાં સવારે 7 વાગ્યાથી શિક્ષણ કાર્ય ચાલુ થઈ જાય છે, તેવી જ રીતે કોમ્યુનિટી હોલ પણ વર્ષ દરમિયાન ફુલ હોય છે. ત્યારે ત્યાં પણ સવારથી પ્રસંગોની ઉજવણી થતી હોય છે, તો મનપાએ ઉતાવળમાં જે કેન્દ્રો જાહેર કર્યા હતા તેમાંથી એક પણ જગ્યા ઉપર યોગ ક્લાસ આજ સુધી ચાલુ થયા નથી. અને હાલમાં જે સ્થળે યોગ બોર્ડના ક્લાસ ચાલુ છે તેનું સ્થળ ફરે તેવી શક્યતા પણ નહીંવત છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટથી 29 ઓગસ્ટે ઉપડશે ટ્રેન:દર મહિને માત્ર રૂ.850 ભરો અને કરો તીર્થયાત્રા: IRCTC ‘પંચ મહાતીર્થ દર્શન ટ્રેન’ દોડાવશે, એડવાન્સ બુકિંગ શરૂ
    Next Article
    મિલન અને અજમેરના સપ્લાયર દિનેશની શોધખોળ:હાથમાં પાટો બાંધીને તેમાં છુપાવેલા 37.52 ગ્રામ MD ડ્રગ્સ સાથે રીઢો ખેપિયો ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment