Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટથી 29 ઓગસ્ટે ઉપડશે ટ્રેન:દર મહિને માત્ર રૂ.850 ભરો અને કરો તીર્થયાત્રા: IRCTC ‘પંચ મહાતીર્થ દર્શન ટ્રેન’ દોડાવશે, એડવાન્સ બુકિંગ શરૂ

    16 hours ago

    ભારતીય રેલવે અને IRCTC દ્વારા ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ અને ‘દેખો અપના દેશ’ અંતર્ગત ધાર્મિક પ્રવાસીઓ માટે ‘પંચ મહાતીર્થ દર્શન યાત્રા’નું આયોજન કરાયું છે. આ યાત્રા ભારત ગૌરવ ટ્રેન દ્વારા તા.29 ઓગસ્ટથી 10 સપ્ટેમ્બર (12 રાત્રિ/ 13 દિવસ) સુધી રાજકોટથી પ્રસ્થાન કરશે. સામાન્ય નાગરિકો માટે આ યાત્રા વધુ સરળ બનાવવા દર મહિને માત્ર રૂ.850ના સરળ EMI હપ્તાથી ઓનલાઇન બુકિંગ પણ શરૂ કરી દેવાયું છે. યાત્રાનું ભાડું (પેકેજ કેટેગરી) (નોંધ: સરકારી કર્મચારીઓ માટે LTC સુવિધા માન્ય) પેકેજમાં શું-શું ફ્રી મળશે? 1. રૂ. 850ના સરળ EMIથી બુકિંગ | મોંઘવારીમાં પણ યાત્રા સરળ બને તે માટે IRCTC દ્વારા દર મહિને રૂ. 850ના સરળ હપ્તા (EMI) નો વિકલ્પ અપાયો છે. આ સુવિધા ફક્ત ઓનલાઇન બુકિંગ માટે જ ઉપલબ્ધ રહેશે. 2. ક્યાં-ક્યાંથી ટ્રેનમાં બેસી શકાશે? | સૌરાષ્ટ્ર અને ગુજરાતના યાત્રિકો માટે રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, સાબરમતી (સેન્ટ્રલ જેલ સાઈડ), નડિયાદ, આણંદ, છાયાપુરી, ગોધરા, દાહોદ, રતલામ, ઉજ્જૈન અને સંત હિરદારામનગર સ્ટેશનથી ટ્રેનમાં બેસવા-ઉતરવાની સવલત રહેશે. 3. યાત્રાની તારીખ અને સમય | આ યાત્રા 29 ઓગસ્ટ 2026થી 10 સપ્ટેમ્બર 2026 (કુલ 12 રાત અને 13 દિવસ) સુધી ચાલશે, જેનું પ્રસ્થાન રાજકોટથી થશે. 4. ક્યાં-ક્યાં દર્શન કરવા મળશે? | 13 દિવસના આ ધાર્મિક પ્રવાસમાં પુરી, કામાખ્યા મંદિર, ગયા, વારાણસી અને અયોધ્યા જેવા પંચ મહાતીર્થના દર્શન કરવાનો લાભ મળશે.
    Click here to Read More
    Previous Article
    Gen-Z માટે મિત્રતા એટલે ChatGPTનું પ્રીમિયમ વર્ઝન, VIDEO:પ્રેમમાં નથી મળતું એ ફ્રેન્ડશીપમાં મળે છે, મિત્રોની Chai Date; ફ્રેન્ડશીપ ડેને લઈ યુવાઓએ શું શું કહ્યું?
    Next Article
    તંત્રએ જાહેર કરેલા તમામ સ્થળ ફેલ:મહાપાલિકાના શાસકોએ જશ ખાટવા કરેલી 426 યોગ સેન્ટરની જાહેરાતનો ફિયાસ્કો, 40 દિવસમાં બે પૂછપરછ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment