Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મિલન અને અજમેરના સપ્લાયર દિનેશની શોધખોળ:હાથમાં પાટો બાંધીને તેમાં છુપાવેલા 37.52 ગ્રામ MD ડ્રગ્સ સાથે રીઢો ખેપિયો ઝડપાયો

    18 hours ago

    શહેરના સ્પીડવેલ પાર્ટી પ્લોટની પાછળ સ્વામી વિવેકાનંદ ટાઉનશિપ સામેથી એસઓજીએ બાતમીના આધારે હાથમાં ગરમ પાટો બાંધીને તેમાં ડ્રગ્સ છુપાવી લાવેલા એક રીઢા ખેપિયાને 37.51 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી 1.17 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. અગાઉ એનડીપીએસના કેસમાં પકડાયેલો ભાવેશ ઉર્ફે મિનિ રાજુ મશરૂ નામનો રીઢો ખેપિયો સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાછળ સ્વામી વિવેકાનંદ ટાઉનશિપ બી વિંગ સાતમા માળે ફ્લેટ નં.706 ખાતેના તેના રહેણાક પર મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે આવી રહ્યો હોવાની એસઓજીને બાતમી મળી હતી. પોલીસે વોચ ગોઠવી શંકાસ્પદ હાલતમાં નીકળેલા ભાવેશ ઉર્ફે મિનિ મશરુને અટકાવી તપાસ કરતા તેના જમણા હાથ પર બાંધેલા ગરમ પાટામાંથી પ્લાસ્ટિકની પારદર્શક કોથળી મળી આવી હતી. એફએસએલ પરીક્ષણ કરાવતા તે રૂ.1,12,530 ની કિંમતનું 37.51 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ હોવાનું સામે આવ્યું હતું. પૂછપરછમાં ભાવેશે કબૂલાત કરી હતી કે, આ ડ્રગ્સનો જથ્થો મિલન ઉર્ફે એમકે સંજયકુમાર ખખ્ખરે મગાવ્યો હતો. મિલને રૂ.30 હજાર રોકડા અને રૂ.30 હજાર ઓનલાઇન આપ્યા હતા. ભાવેશ આ જથ્થો રાજસ્થાનના અજમેરથી દિનેશ નામના શખ્સ પાસેથી લાવ્યો હતો. પોલીસે રૂ.1,17,530નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ તાલુકા પોલીસને સોંપી છે. મિલન અને અજમેરના સપ્લાયર દિનેશની શોધખોળ, 1.17 લાખનો મુદ્દામાલ કબજે ભાવેશ અને મિલન બંનેનો ગુનાહિત ઇતિહાસ પીઆઇ એન.બી.ચૌધરીએ જણાવ્યું હતું કે, ભાવેશ ઉર્ફે મિનિ મશરુ છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ લાવી દેવાના ખેપિયા તરીકે કામ કરી રહ્યો છે. ભાવેશે નવેમ્બર-ડિસેમ્બરથી અત્યાર સુધીમાં મિલન ખખ્ખર માટે રાજસ્થાનથી ત્રણ વખત ડ્રગ્સનો જથ્થો લાવ્યાની કબૂલાત કરી છે. ભાવેશ સામે અગાઉ એનડીપીએસ અને મારામારી સહિતના 3 ગુના નોંધાયેલા છે. તેવી જ રીતે ડ્રગ્સ મગાવનાર મિલન ખખ્ખર ઘણા વર્ષોથી આ ધંધામાં સંડોવાયેલો છે. પ્રથમ વખત 2019માં અને ત્યારબાદ 2023માં એસઓજીએ મિલન ખખ્ખરને માદક પદાર્થના જથ્થા સાથે પકડીને કેસ કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    તંત્રએ જાહેર કરેલા તમામ સ્થળ ફેલ:મહાપાલિકાના શાસકોએ જશ ખાટવા કરેલી 426 યોગ સેન્ટરની જાહેરાતનો ફિયાસ્કો, 40 દિવસમાં બે પૂછપરછ
    Next Article
    સિક્યુરિટીએ યુવકને કાબૂમાં લઈ બેડ સાથે બાંધ્યો:સિવિલમાં દર્દીએ બારીના કાચ ફોડ્યા, ગળું કાપવાનો કર્યો પ્રયાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment