Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૈશાખ માસમાં સૌ પ્રથમવાર ગરમીનો પારો 42.5 ડિગ્રી પહોંચ્યો:ભાવનગરમાં એક જ દિવસમાં તાપમાન નો પારો 2.1 ઉચકતા લોકો ગરમી અકળાયા, 42 કિલોમીટર ઝડપે ગરમ લું ફેંકાઈ

    15 hours ago

    ભાવનગરમાં સપ્તાહના પ્રારંભ સાથે જ ગરમીમાં સતત વધારો થઈ રહ્યો હતો અને તાપમાનનો પારો વધી ને 42.5 ડિગ્રીએ પહોંચી ગયો હતો, પરંતુ ફરીવાર હવામાન વિભાગ દ્વારા હિટ વેવની આગાહી કરવામાં આવી છે ત્યારે ભાવનગરમાં તાપમાન નો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યા હતો, તાપમાનનો પારો 2.1 ડીગ્રી વધી ને 42.5 ડિગ્રીએ પહોંચતા આગ ઝરતી ગરમીનો અનુભવ થયો હતો. આગામી દિવસોમાં હજુ પણ તાપમાનનો પારો વધશે, આજ સવારથી જ તાપમાનનો પારો 25.6 ડીગ્રી નોંધાયો હતો, જ્યારે સવારથી જ 20 થી 42 કિલોમીટર ની ઝડપે ગરમ લું ફેંકાઈ હતી, વૈશાખ માસના આરંભ સાથે જ ઉનાળો આકરો બન્યો છે ત્યારે એક જ દિવસમાં ગરમીનો પારો સડસડાટ 2 ડિગ્રી ઉપર પહોંચીને 42.5 ડિગ્રીને અડી જતા આભ માંથી અંગારા વરસતા ભાવનગરવાસીઓ તોબા પોકારી ઊઠ્યા હતા, ખાસ કરીને બપોરના સમય રીતસર ચામડી દઝાડે તેવી ગરમીનો અહેસાસ થઈ રહ્યો હતો ગરમીની સાથોસાથ 20 થી લઈ 42 કિલોમીટર ની ઝડપે ગરમ લું ફેંકાઈ હતી, રાત્રે પણ ઉકળાટથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા, લૂ થી બચવા આ મુજબના પગલાં લેવા જોઈએ જેમાં દર્દીએ સીધા સુર્યપ્રકાશથી બચવું. તેમજ વારંવાર પાણી પીવું જોઈએ અને શક્ય તેટલું વધારે પાણી અને પ્રવાહી પીવું, લીંબુ સરબત, મોળી છાસ, તાળફળી, નાળિયેરનું પાણી, ખાંડ મીઠાનું દ્રાવણ તથા ઓ.આર.એસ. પુષ્કળ પ્રમાણમાં પીવા જોઈએ. ગરમીમાં શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું જોઈએ. છેલ્લા છ દિવસનું તાપમાન નો પારો તા.26 એપ્રિલ ને રવિવારના રોજ મહત્તમ તાપમાન 41.6 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 28.6 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 26 ટકા અને પવનની ઝડપ 16 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.27 એપ્રિલ ને સોમવારના રોજ મહત્તમ તાપમાન 38.6 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 27.8 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 34 ટકા અને પવનની ઝડપ 24 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.28 એપ્રિલ ને મંગળવારના રોજ મહત્તમ તાપમાન 39.7 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 24.6 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 40 ટકા અને પવનની ઝડપ 28 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.29 એપ્રિલ ને બુધવારના રોજ મહત્તમ તાપમાન 40 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 24.2 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 44 ટકા અને પવનની ઝડપ 26 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.30 એપ્રિલ ને ગુરુવારના રોજ મહત્તમ તાપમાન 40.4 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 74 ટકા અને પવનની ઝડપ 30 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.31 એપ્રિલ ને શુક્રવારના રોજ મહત્તમ તાપમાન 42.5 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 25.6 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 59 ટકા અને પવનની ઝડપ 42 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી.
    Click here to Read More
    Previous Article
    નવસારીમાં 4 મેથી 'નકશા' પ્રોજેક્ટ શરૂ:હાંસાપોરથી મિલકતોની માપણી, દસ્તાવેજો તૈયાર રાખવા અપીલ
    Next Article
    મનપાનાં ફૂડ વિભાગનો સપાટો:પનીરના નામે એનાલોગ પધરાવતા એકમોમાં તપાસ, 71 કિલો અખાદ્ય પદાર્થોનો નાશ, મસાલાનાં 38 નમૂના લેવાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment