Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપાનાં ફૂડ વિભાગનો સપાટો:પનીરના નામે એનાલોગ પધરાવતા એકમોમાં તપાસ, 71 કિલો અખાદ્ય પદાર્થોનો નાશ, મસાલાનાં 38 નમૂના લેવાયા

    18 hours ago

    રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા રાજ્ય સરકારની એડ્વાઇઝરી મુજબ હોટલ, રેસ્ટોરન્ટ, કેટરર્સ અને લારી-ગલ્લાઓ પર મેગા ચેકિંગ ડ્રાઈવ હાથ ધરાઈ હતી. આ તપાસમાં સૌથી ગંભીર બાબત એ સામે આવી છે કે અનેક જાણીતા એકમો શુદ્ધ દૂધમાંથી બનતા પનીર કે ચીઝના બદલે વનસ્પતિજન્ય ફેટ અને પ્રોટીનમાંથી બનાવેલા 'ડેરી એનાલોગ'નો ઉપયોગ પનીર ટીકા મસાલા અને પનીર બટર મસાલા જેવી મોંઘી વાનગીઓમાં થતો હોવાનું સામે આવ્યું છે. આ માત્ર ગ્રાહકોને છેતરવા પૂરતું સીમિત નથી, પરંતુ તેમના સ્વાસ્થ્ય માટે પણ જોખમી સાબિત થઈ શકે તેમ હોવાથી 'એનાલોગ'ને પનીર તરીકે નહીં વેચવા સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત 10 સ્થળેથી 71 કિલો વાસી-અખાદ્ય ખોરાકનો સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો હતો તેમજ હાલ મસાલા સિઝન હોવાથી જુદા-જુદા સ્થળોએથી 38 નમૂનાઓ લઈ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. વાનગીમાં અસલી પનીરનો ઉપયોગ કરે છે કે એનાલોગનો ફૂડ વિભાગ દ્વારા પનીર મામલે વેપારીઓને ચેતવણી આપવામાં આવી છે, જે અંતર્ગત હવેથી કોઈ પેકેજ્ડ પનીર કે ડેરી એનાલોગના ઉત્પાદક અને વેચાણકર્તા એકમો 'એનાલોગ'ને 'પનીર' તરીકે વેચી શકશે નહીં. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ (લેબલિંગ એન્ડ ડિસ્પ્લે) રેગ્યુલેશન-2018ના ચુસ્ત પાલન માટે આદેશ અપાયા છે કે, દૂધ, દહીં, પનીર, ચીઝ, બટર અને ઘી જેવા શબ્દોનો ઉપયોગ નોન-ડેરી પ્રોડક્ટ્સ માટે કરી શકાશે નહીં. હવેથી તમામ હોટલ અને રેસ્ટોરન્ટ માલિકોએ ગ્રાહકો જોઈ શકે તે રીતે મેનૂ કાર્ડમાં અથવા બોર્ડ પર સ્પષ્ટ લખવું પડશે કે, તેઓ વાનગીમાં અસલી પનીરનો ઉપયોગ કરે છે કે એનાલોગનો. સાથોસાથ ઉપયોગમાં લેવાતા ખાદ્યતેલનો પ્રકાર અને બટરના સ્થાને માર્ગારીન કે ફેટ સ્પ્રેડ વપરાય છે કે કેમ તેની જાહેરાત કરવી પણ ફરજિયાત બનાવવામાં આવી છે. 71 કિલો અખાદ્ય જથ્થાનો સ્થળ પર જ નાશ ફૂડ વિભાગના ચેકિંગ દરમિયાન શહેરના અલગ-અલગ વિસ્તારોમાં કુલ 59 પેઢીઓમાં તપાસ કરવામાં આવી છે. જેમાં ફૂડ વિભાગે કુલ રૂ. 30,700 નો વહીવટી ચાર્જ વસૂલ્યો છે. તપાસ દરમિયાન 10 પેઢીઓ એવી મળી આવી હતી જ્યાં અત્યંત બિનઆરોગ્યપ્રદ અને વાસી ખોરાક પીરસવામાં આવતો હતો. ફૂડ વિભાગે ત્વરિત કાર્યવાહી કરી એકસપાયરી ડેટ વીતેલી વાસી બ્રેડ સહિત કુલ 71 કિલો અખાદ્ય જથ્થાનો સ્થળ પર જ નાશ કર્યો હતો. નાશ કરાયેલ ચીજવસ્તુઓની વિગતો: 1. A-1 કેટરર્સ (સદર): 8 કિલો અખાદ્ય વાસી તૈયાર ખોરાક. 2. કર્ણાવતી સ્નેક્સ (કનક રોડ): 5 કિલો વાસી બેકરી પ્રોડક્ટ્સ. 3. વાઘેશ્વરી પંજાબી (કનક રોડ): 3 કિલો વાસી તૈયાર ખોરાક. 4. ઠાકોરજી રેસ્ટોરન્ટ (કનક રોડ): 6 કિલો અખાદ્ય વાસી તૈયાર ખોરાક. 5. શ્રી ચાઇનીઝ (બસપોર્ટ કોમ્પ્લેક્સ): 4 કિલો વાસી ખોરાક. 6. આર.આર. પાન (ગોંડલ રોડ): 5 લિટર વાસી લસ્સીનો જથ્થો. 7. સોમનાથ ચાઇનીઝ (સ્વામિનારાયણ ચોક) 14 કિલો વાસી તૈયાર ખોરાક અને ડેરી પ્રોડક્ટ્સ. 8. નીલકંઠ રેસ્ટોરન્ટ (સત્ય સાઈ રોડ): 3 કિલો વાસી બાંધેલો લોટ. 9. સાઇઝ ઝીરો (અક્ષર માર્ગ): સૌથી વધુ 22 કિલો અખાદ્ય વાસી તૈયાર ખોરાક. 10. ફીલ ઇન ચાઇનીઝ (કાલાવડ રોડ): 1 કિલો એક્સપાયરી ડેટ વાળી બ્રેડ મસાલાની સિઝનને લઈને 38 નમૂનાઓ લેવાયા ફૂડ વિભાગ દ્વારા મેગા ચેકીંગ ડ્રાઈવ દરમિયાન માત્ર દંડ કે નાશની કામગીરી જ નહીં, પરંતુ ગુણવત્તાની ચોકસાઈ માટે મસાલાની સિઝન ચાલુ હોવાથી ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાંથી કુલ 38 નમૂનાઓ લીધા છે. જેમાં પેડક રોડ, મોરબી રોડ, મવડી, વાવડી અને પરાબજાર સહિતનાં વિસ્તારોમાંથી નમુના લેવામાં આવ્યા છે. નમૂનાઓના રિપોર્ટ આવ્યા બાદ કસૂરવારો સામે કાયદેસરની કોર્ટ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ફૂડ વિભાગે લીધેલા નમૂનાઓની જાણકારી વહીવટી ચાર્જ વસૂલ કરાયેલી 59 પેઢીઓની યાદી ફૂડ વિભાગે જે પેઢીઓ સામે વહીવટી કાર્યવાહી કરી દંડ વસૂલ્યો છે તેમાં શહેરના તમામ મુખ્ય વિસ્તારોની જાણીતી હોટલો અને રેસ્ટોરન્ટ્સનો સમાવેશ થાય છે. જેમાં સદર વિસ્તારની મી.ચિકન, A-1 કેટરર્સ, હુસેની અને બિસમીલ્લાહ કેટરર્સ; કનક રોડ પરની કર્ણાવતી સ્નેક્સ, વાઘેશ્વરી પંજાબી, હીના ફેમિલી રેસ્ટોરન્ટ, ઠાકોરજી અને વિનય રેસ્ટોરન્ટ; કરણપરાની માધવ, જય જલારામ, બંસીધર અને મમતા ડાયનિંગ હોલ તેમજ જય અંબે અલ્પાહારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગોંડલ રોડ પર બાલાજી નમકીન, શ્રી રામ પંજાબી, ભાગ્યલક્ષ્મી, જય બાલાજી રેસ્ટોરન્ટ અને આર. આર. ફાસ્ટ ફૂડ સામે કાર્યવાહી થઈ છે. પશ્ચિમ ઝોન અને કાલાવડ રોડ પર સૂર્યોદય રેસ્ટોરન્ટ, નીલકંઠ, રજનીકાંત મદ્રાસ કાફે, હનુમંત કાફે, ક્રિષ્ના પંજાબી, થીયા ઓર્ગેનિક્સ, પટેલ નાસ્તા સેન્ટર, મેગી ફોરએવર, કિરણ લાઈવ પફ, પોમોઝ પીઝા, રૂસી મદ્રાસ કાફે, અંજલી ચાઇનીઝ, શ્રીમાં પાઉંભાજી, સાઈઝ ઝીરો અને ફીલ ઇન ચાઇનીઝ જેવી પેઢીઓ દંડાઈ છે. ફૂડ વિભાગ દ્વારા ભૂપેન્દ્ર રોડ પર જલારામ વડાપાઉં અને બાપાસીતારામ આલૂપુરી; પેડક રોડ પર અનામ ઘૂઘરા, તિરુપતિ સેન્ડવિચ, દેશી સ્પૂન, સદગુરુ બ્રેડ અને વેફલ ડોટ કોમ; કુવાડવા રોડ પર ભાગ્યોદય રેસ્ટોરન્ટ અને ગાયત્રી મદ્રાસ કાફે; તેમજ કિશનપરા રોડ પર સ્નેક એન્ડ સેઈક, કેફેટો, ક્લાઉડ 99, નેમીશ સેન્ડવિચ, ટેસ્ટ ઓફ એગ અને રાજૂ મદ્રાસ કાફે જેવી જાણીતી પેઢીઓ પાસે પણ વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. આવી કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવે એવી શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    વૈશાખ માસમાં સૌ પ્રથમવાર ગરમીનો પારો 42.5 ડિગ્રી પહોંચ્યો:ભાવનગરમાં એક જ દિવસમાં તાપમાન નો પારો 2.1 ઉચકતા લોકો ગરમી અકળાયા, 42 કિલોમીટર ઝડપે ગરમ લું ફેંકાઈ
    Next Article
    સુરેન્દ્રનગરમાં ભાજપનો અભિવાદન સમારોહ:સ્થાનિક સ્વરાજ ચૂંટણીના વિજેતા ઉમેદવારોનું સન્માન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment