Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણ દિવસ:ગોપીપુરાના 422 વર્ષ જૂના જિનાલયમાં વિમાન આકારના પુષ્પ દીવડા આકર્ષણ બનશે, 1 લાખ લાડુનું લોકોને વિતરણ કરાશે

    1 week ago

    જૈન ધર્મના અંતિમ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણ દિવસની ઉજવણી નિમિત્તે જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક યુવા મહાસંઘ દ્વારા શહેરના જુદા જુદા 3 સ્થળ પર લાડુ વિતરણ કરવામાં આવશે. સંખ્યાબંધ કાર્યકર્તાઓ દ્વારા સવારે 9:30 કલાકે સ્ટાર બજાર અડાજણ પાલ રોડ સવારે 10:00 કલાકે સરગમ શોપિંગ સેન્ટર પાર્લે પોઇન્ટ અને સ્ટેશન ખાતે જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર દરેક વ્યક્તિને લાડુનું વિતરણ કરી મોં મીઠું કરાવવામાં આવશે. સંસ્થાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ નીરવ શાહે જણાવ્યું હતું કે, ભગવાન મહાવીર સ્વામી એ માત્ર જૈન ધર્મ જ નહીં પરંતુ સમગ્ર માનવ સમુદાય અને જીવ સૃષ્ટિ પર વિચારતા તમામ ઉપર કરુણા વરસાવી છે. તેમણે આપેલા વિચારોને દરેક વ્યક્તિ પોતાના જીવનમાં આત્મસાત કરે તો કોઈ પણ પ્રકારની મુશ્કેલી ક્યારેય ઊભી થાય નહીં. જ્વેલરીની આંગી તૈયાર કરાશે ગોપીપુરા ખપાટિયા ચકલા ખાતે ભગવાન મહાવીર સ્વામીના 422 જુના પ્રાચીન જિનાલયમાં પણ ઉજવણી કરવામાં આવશે, જેમાં સવારે સાત વાગ્યે અભિષેક પ્રક્ષાલ, સાંજે છ વાગ્યે વિમાનની જેવી સજાવટવાળા પુષ્પ દીવડા અને જ્વેલરીની નયન રમ્ય આંગી તૈયાર કરવામાં આવશે. શહેરના મોટી સંખ્યામાં જૈન પરિવારો દર્શન માટે તેમજ ઉત્સવનો લાભ લેવા એકત્ર થશે. તેરાપંથ જૈન સમાજ દ્વારા 2625મો જન્મ કલ્યાણક ઉજવાશે જૈન પરંપરાના 24 તીર્થંકરોમાં અંતિમ તીર્થંકર ભગવાન મહાવીર અહિંસાના મહાન સાધક હતા. અર્જુનભાઈ મેડતવાલે જણાવ્યું હતું કે વર્તમાન સમયની તમામ સમસ્યાઓનું સમાધાન આ સિદ્ધાંતો દ્વારા થઈ શકે છે. આજે સમગ્ર વિશ્વમાં ભગવાન મહાવીરનો 2625મો જન્મ કલ્યાણક મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. તેરાપંથ જૈન સમાજ દ્વારા પણ વિવિધ સ્થળોએ ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવના કાર્યક્રમો યોજાશે. ઓલપાડમાં 130 વર્ષથી બિરાજમાન દરિયા માર્ગે સ્વયંભૂ શાંતિનાથ દાદા ઓલપાડ ટાઉનનું કરસનપુરા વિસ્તારમાં બિરાજમાન શાંતિનાથ ભગવાનની શ્વેત વર્ણની પ્રતિમા માત્ર આસ્થાનું પ્રતિક નથી પરંતુ તેના આગમનની કથા પણ અત્યંત ચમત્કારિક છે. 130 વર્ષ જૂની આ ધરોહર જૈન ધર્મના પાંચ મુખ્ય પૂજનીય તીર્થંકરોમાંના એક એવા શાંતિનાથ ભગવાનને સમર્પિત છે. ઇતિહાસ મુજબ, સવા સદી પૂર્વે ઓલપાડના મોર ભગવા ગામના દરિયાકિનારે માછીમારોને (ખારવા જ્ઞાતિના ભાઈઓને) દરિયાના મોજાં સાથે તણાઈ આવેલી એક રહસ્યમય લાકડાની બંધ પેટી મળી હતી. કુતૂહલવશ પેટી ખોલતા જ અંદરથી જૈન તીર્થંકરની મનોહર પ્રતિમા પ્રગટ થઈ હતી. આ સમાચાર મળતાં જ ઓલપાડ જૈન સંઘમાં હર્ષની હેલી ચઢી હતી અને ભગવાનની પ્રતિમાને સન્માનપૂર્વક ગાડામાં પધરાવી ઓલપાડ લાવવાની તૈયારી કરાઈ હતી. કુતૂહલવશ પેટી ખોલતા જ અંદરથી જૈન તીર્થંકરની મનોહર પ્રતિમા પ્રગટ થઈ હતી. આ સમાચાર મળતાં જ ઓલપાડ જૈન સંઘમાં હર્ષની હેલી ચઢી હતી અને ભગવાનની પ્રતિમાને સન્માનપૂર્વક ગાડામાં પધરાવી ઓલપાડ લાવવાની તૈયારી કરાઈ હતી.
    Click here to Read More
    Previous Article
    જૈનમુનિ દ્વારા શ્રાવકોને માંગલિક સંબોધન:જીવનમાં સફળતા મેળવવા માટે વ્યકિતએ સમયનું મૂલ્યાંકન કરવું જરૂરી છે: મુનિશ્રી
    Next Article
    ગુલ્લીબાજ ઇજનેરોને ફટકારવામાં આવી શોકોઝ નોટિસ:મતદાર યાદી સુધારામાં ગેરહાજર 25 આસિ.-2 ડે.ઇજનેરને શોકોઝ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment