Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૈનમુનિ દ્વારા શ્રાવકોને માંગલિક સંબોધન:જીવનમાં સફળતા મેળવવા માટે વ્યકિતએ સમયનું મૂલ્યાંકન કરવું જરૂરી છે: મુનિશ્રી

    1 week ago

    આચાર્ય મહાશ્રમણજીના સુશિષ્ય મુનિ ડૉ. મદન કુમારજીનું વેસુ પુણ્યભૂમિ એપાર્ટમેન્ટમાં આગમન થયું હતું. અહીં ચાર દિવસનો કાર્યક્રમ રહેશે અને આગામી 31 માર્ચ ના રોજ ભગવાન મહાવીરનો 2625મો જન્મ કલ્યાણક મહોત્સવ પણ જ ઉજવવામાં આવશે. પુણ્યભૂમિ એપાર્ટમેન્ટના પ્રાંગણમાં ધર્મસભાને સંબોધિત કરતા મુનિએ જણાવ્યું હતું કે આજે દરેક ચિંતનશીલ વ્યક્તિનું ચિંતન એ હોય છે કે જીવનને સફળ કેવી રીતે બનાવવું. આ સંદર્ભમાં ભગવાન મહાવીરે કહ્યું છે કે સમયને ઓળખો. જે વ્યક્તિ સમયને ઓળખે છે તે પંડિત છે. જે વ્યક્તિ સમયનું મૂલ્યાંકન કરી જાણે છે, તે પોતાના જીવનને સફળ બનાવી શકે છે. સમયને ઓળખવાનો અર્થ છે સમયનો સદુપયોગ કરવો અને સમયને ધર્મ આરાધનામાં લગાવવો. ધર્મનું શ્રવણ દુર્લભ છે. જે તન્મયતા સાથે તીર્થંકરોની વાણી સાંભળે છે, ધર્મ પુરુષોના પ્રવચન સાંભળે છે અને જ્ઞાન સરિતામાં ડૂબકી લગાવે છે, તે જ્ઞાન પ્રાપ્ત કરે છે. ધાર્મિક પ્રવચન સાંભળવાનો મુખ્ય ઉદ્દેશ્ય આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનો છે. આગમમાં કહેવાયું છે કે શ્રવણથી જ્ઞાન થાય છે, જ્ઞાનથી વિજ્ઞાન થાય છે, વિજ્ઞાનથી તપ થાય છે, તપથી નિર્જરા થાય છે અને નિર્જરાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. દરેક વ્યક્તિએ પોતાનો સમય ધર્મ આરાધનામાં વિતાવવો જોઈએ. ધર્મ આરાધનાથી શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, શું ગ્રહણ કરવા યોગ્ય છે અને શું ત્યાજવા યોગ્ય છે.
    Click here to Read More
    Previous Article
    લેઉઆ પટેલ સમસ્ત ગેવરીયા પરિવારનું સ્નેહમિલન યોજાયું:વ્યસન મુકિત-ફોનની લત છોડવા યુવાઓએ સંક્લ્પ લીધો,કુરિવાજો નાબૂદ કરવા માટે સમાજે નિર્ણય લીધો
    Next Article
    આજે મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણ દિવસ:ગોપીપુરાના 422 વર્ષ જૂના જિનાલયમાં વિમાન આકારના પુષ્પ દીવડા આકર્ષણ બનશે, 1 લાખ લાડુનું લોકોને વિતરણ કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment