Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેટોડા જતા 25 હજાર વાહનચાલકોને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે:વાગુદડ પાસે 2 કરોડના ખર્ચે બ્રિજનું નિર્માણકાર્ય પૂરજોશમાં, હજુ પોણો વર્ષ વૈકલ્પિક રસ્તેથી જવું પડશે

    1 day ago

    રાજકોટથી ઔદ્યોગિક વિસ્તાર મેટોડા તરફ જતા માર્ગ પર વાગુદડ પાસે જર્જરિત બ્રિજને તોડી પાડી તેના સ્થાને અત્યાધુનિક નવા બ્રિજનું નિર્માણ કાર્ય પૂરજોશમાં શરૂ કરવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લા માર્ગ અને મકાન (RB) વિભાગ દ્વારા આશરે ₹2 કરોડના ખર્ચે 45 મીટર લંબાઈ ધરાવતો બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ માર્ચ-2027 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જેનાથી મેટોડા GIDC તરફ અવરજવર કરતા ૨૫ હજારથી વધુ વાહનચાલકો અને નોકરિયાતોને ટ્રાફિક જામની સમસ્યામાંથી કાયમી છુટકારો મળશે. 29 જૂનથી નિર્માણ કાર્ય શરૂ વાગુદડ પાસે આવેલો જૂનો પુલ અત્યંત જર્જરિત થઈ જતાં સુરક્ષાના ભાગરૂપે તેને તોડી પાડવામાં આવ્યો હતો. ટ્રાફિક વ્યવસ્થા માટે બે વૈકલ્પિક ડાયવર્ઝન બ્રિજના ચાલુ બાંધકામના પગલે માર્ગ પરથી પસાર થતાં વાહનો માટે વિશેષ ડાયવર્ઝનની વ્યવસ્થા કરવામાં આવી છે: મેટોડા GIDCના 25 હજારથી વધુ લોકો માટે આશીર્વાદરૂપ રાજકોટ અને મેટોડા ઔદ્યોગિક વસાહતને જોડતો આ માર્ગ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે: મેટોડા GIDCમાં સેંકડો ઔદ્યોગિક એકમો આવેલા હોવાથી રાજકોટ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી હજારો ઉદ્યોગપતિઓ, કામદારો, એન્જિનિયરો અને માલવાહક વાહનો દરરોજ અહીંથી પસાર થાય છે. નવો બ્રિજ કાર્યરત થતાં વાહનચાલકોનો સમય અને ઇંધણ બંને બચશે તેમજ વર્ષો જૂની ટ્રાફિક સમસ્યાનો કાયમી અંત આવશે.
    Click here to Read More
    Previous Article
    મેળોજમાં નિઃશુલ્ક આયુર્વેદ-હોમિયોપેથી નિદાન-સારવાર કેમ્પ:113 લાભાર્થીઓએ આરોગ્ય સેવાઓનો લાભ લીધો
    Next Article
    રિવરફ્રન્ટનું કામ કરનાર એજન્સી આજી નદી શુદ્ધ કરશે:રામનાથ મહાદેવ મંદિર નજીક સફાઇનો પ્રોજેકટ સફળ થતા ફેઝ વાઇઝ 11.5 કિમીનું શુદ્ધિકરણ થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment