Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેળોજમાં નિઃશુલ્ક આયુર્વેદ-હોમિયોપેથી નિદાન-સારવાર કેમ્પ:113 લાભાર્થીઓએ આરોગ્ય સેવાઓનો લાભ લીધો

    एक दिन पहले

    પાટણ જિલ્લાના મેળોજ ખાતે નિઃશુલ્ક આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન-સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુલ ૧૧૩ લાભાર્થીઓએ નિદાન અને સારવારનો લાભ લીધો હતો. આ કેમ્પ ગાંધીનગરના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા નિયામકશ્રી આયુષની કચેરી દ્વારા પ્રેરિત હતો. તેનું આયોજન જિલ્લા પંચાયત, પાટણની આયુર્વેદ શાખાના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ દવાખાનું, તાવડીયા અને સરકારી હોમિયોપેથી દવાખાનું, સિદ્ધપુર દ્વારા કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન, આયુર્વેદ પદ્ધતિ હેઠળ ૫૭ લાભાર્થીઓએ અને હોમિયોપેથી પદ્ધતિ હેઠળ ૫૪ લાભાર્થીઓએ નિઃશુલ્ક સેવાઓ મેળવી હતી. તબીબો અને આરોગ્યકર્મીઓએ ઉપસ્થિત નાગરિકોને ચોમાસાની ઋતુચર્યા, આરોગ્યની યોગ્ય સંભાળ અને ઉપવાસ દરમિયાન રાખવાની સાવચેતી અંગે માર્ગદર્શન આપ્યું હતું. બદલાતી ઋતુમાં સ્વાસ્થ્ય જાળવવા માટે યોગ્ય આહાર-વિહાર, સ્વચ્છતા અને દૈનિક જીવનશૈલી વિશે પણ સમજ આપવામાં આવી હતી. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને આયુર્વેદ અને હોમિયોપેથી જેવી પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓની નિઃશુલ્ક આરોગ્ય સેવાઓ તેમના નજીકના સ્થળે ઉપલબ્ધ કરાવી આરોગ્ય પ્રત્યે જાગૃતિ કેળવવાનો હતો.
    Click here to Read More
    Previous Article
    સ્વસ્થ પોલીસ, સશક્ત પોલીસ:24 કલાક ફરજ પર રહેતા પોલીસ કર્મીઓના સ્વાસ્થ્યની ચિંતા, મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે નિરામય વેલ્નેસ સેન્ટરનું ઉદ્ઘાટન
    Next Article
    મેટોડા જતા 25 હજાર વાહનચાલકોને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે:વાગુદડ પાસે 2 કરોડના ખર્ચે બ્રિજનું નિર્માણકાર્ય પૂરજોશમાં, હજુ પોણો વર્ષ વૈકલ્પિક રસ્તેથી જવું પડશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment