Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉમાશંકર જોશીની 115મી જન્મજયંતી ઉજવાઈ:બોટાદ કોલેજમાં ગુજરાતી વિભાગ દ્વારા કાર્યક્રમ યોજાયો

    14 hours ago

    બોટાદની કવિશ્રી બોટાદકર આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજમાં 21 જુલાઈ, 2026ના રોજ ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય કવિ, વિવેચક અને જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા ઉમાશંકર જોશીની 115મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી. આ ઉજવણી ગુજરાતી વિભાગ અને શ્રુણ્વન્તુ સાહિત્ય સભા અંતર્ગત યોજાઈ હતી. જેમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ. જનકભાઈ રાવલે ઉમાશંકર જોશીની સર્જન પ્રક્રિયા પર વક્તવ્ય આપ્યું હતું. તેમણે કવિની કાવ્યસર્જન શૈલી અને ગૂઢ વિચારોની સુંદર છણાવટ કરી. ત્યારબાદ અધ્યાપિકા ડૉ. શર્મિલાબેન પરાલિયાએ કવિના જીવન અને તેમની સમગ્ર સાહિત્યિક યાત્રા વિશે રસપ્રદ વક્તવ્ય આપ્યું. કાર્યક્રમમાં ગુજરાતી વિભાગના વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેમણે ઉમાશંકર જોશીના જીવન અને કવિકર્મ વિશે વક્તવ્યો રજૂ કર્યા તેમજ તેમની અમર કાવ્યરચનાઓનું ગાન કર્યું, જેનાથી વાતાવરણ સાહિત્યમય બન્યું. આ ઉજવણીએ વિદ્યાર્થીઓમાં સાહિત્ય પ્રત્યે અભિરુચિ કેળવવામાં અને મહાન સર્જકના ચિંતનને સમજવામાં મહત્વનો ભાગ ભજવ્યો. કૉલેજના આચાર્ય અનિરુદ્ધસિંહ મકવાણા સાહેબના માર્ગદર્શન હેઠળ આ પ્રેરણાદાયી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો.
    Click here to Read More
    Previous Article
    ભાવનગરમાંથી ગેરકાયદે મદ્રેસા ઝડપાયું, મૌલાનાની પૂછપરછ:કટ્ટર વિચારધારા વાળા પુસ્તકો મળ્યા, 2 વર્ષથી 10થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા
    Next Article
    ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં વિકરાળ આગ:ધુમાડાના ગોટેગોટા ઊડતાં ભાગદોડ, 5 કલાકની મથામણ બાદ કાબૂ; પ્લાસ્ટિકની ખુરશીઓ-ટેબલ અને વાયરિંગ સહિતનો માલસામાન બળીને ખાખ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment