Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમીરગઢ બોર્ડર પર લાખોનો દારૂ ઝડપાયો:પ્લાસ્ટિક વેસ્ટેજની આડમાં 421 બોટલ જપ્ત, એકની ધરપકડ

    2 days ago

    અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પ્લાસ્ટિક વેસ્ટેજની આડમાં છુપાવેલી 421 બોટલ દારૂ મળી આવ્યો હતો. આ કાર્યવાહીમાં કુલ રૂ. 13.44 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને એક ટ્રક ચાલકની ધરપકડ કરવામાં આવી છે. બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરિક્ષિતા રાઠોડ અને બનાસકાંઠા-પાલનપુરના પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે દ્વારા વિદેશી દારૂની હેરાફેરી રોકવા અને વધુ કેસો કરવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના અનુસંધાને દાંતા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક વી.બી. બારડના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અમીરગઢ પોલીસ સ્ટાફ બોર્ડર ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ કરી રહ્યો હતો ત્યારે GJ-25-W-7750 નંબરના એક ટ્રકને રોકવામાં આવ્યો હતો. ટ્રકમાં પ્લાસ્ટિક વેસ્ટેજ ભરેલા કટ્ટાઓની આડમાં રૂ. 2,54,166/- ની કિંમતની 421 બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ છુપાવવામાં આવ્યો હતો. પોલીસે દારૂના જથ્થા અને ટ્રક સહિત કુલ રૂ. 13,44,211/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે પોલીસે ટ્રક ચાલક નારણ પરબતભાઈ કરશનભાઈ ભરડા (રહે. માધવપુર, તા.જી. પોરબંદર) વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી વિરુદ્ધ ગુજરાત નશાબંધી અધિનિયમ 1949 અને ગુજરાત નશાબંધી (સુધારા) અધિનિયમ 2016 ની કલમ 65એઇ, 116(બી), 98(2), 81, 83 મુજબ અમીરગઢ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર બી.ડી. ગોહિલ, ASI કલ્યાણસિંહ દેવિસિંહ, AHC યાસીનખાન દોલતખાન, AHC ઇશ્વરભાઇ દલાભાઇ, UPC મુકેશભાઇ રામજીભાઇ, APC અશોકભાઇ બાબુભાઇ અને APC પરવેજ આલમ સૈજુલ્લા સહિતના પોલીસકર્મીઓ જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં રાહદારીને મોતને ઘાટ ઉતારી ડમ્પર ચાલક ભાગ્યો:ટુ-વ્હીલર ચાલકોએ જીવના જોખમે પીછો કર્યો, બેફામ ચાલક ડમ્પર ભગાવી નાસી છૂટવામાં સફળ
    Next Article
    શિક્ષણવિદ ભીખુભાઈ પટેલને ‘શાલીન માનવરત્ન’ એવોર્ડ મળ્યો:શિક્ષણ અને સમાજસેવા ક્ષેત્રે તેમના અમૂલ્ય પ્રદાનને બિરદાવવામાં આવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment