Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં રાહદારીને મોતને ઘાટ ઉતારી ડમ્પર ચાલક ભાગ્યો:ટુ-વ્હીલર ચાલકોએ જીવના જોખમે પીછો કર્યો, બેફામ ચાલક ડમ્પર ભગાવી નાસી છૂટવામાં સફળ

    2 days ago

    શહેરમાં વધુ એક ડમ્પર ચાલકે એક રાહદારીને ભોગ લીધો છે.વાડજ સર્કલ ખાતે વહેલી સવારે ડમ્પરે રાહદારીને અડફેટે લેતા રાહદારીનું સ્થળ પર જ મોત થયું છે. આ બનાવ બાદ સ્થાનિકોએ ડમ્પરનો પીછો કર્યો પરંતુ ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો.બનાવ અંગે બી ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. મળતી વિગત મુજબ વાડજમાં હનુમાનપુર ચાલીમાં રહેતા ધીરજભાઈ વહેલી સવારે ચા પીવા ગયા હતા. ચા પીને ધીરજભાઈ ચાલીને ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે પૂર ઝડપે એક ડમ્પર આવી રહ્યું હતું .જેને ધીરજભાઈને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં ધીરજભાઈને શરીર અને માથાના ભાગે ગંભીર ઇજા થવાના કારણે સ્થળ પર જ મોત થયું હતું.અકસ્માત થતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા.અકસ્માત કરીને ડમ્પર ચાલક ડમ્પર લઈને નાસી રહ્યો હતો.કેટલાક સ્થાનિકોએ ટુ વ્હીલર ઉપર ડમ્પરનો પીછો પણ કર્યો પરંતુ ડમ્પર ચાલક ભાગી ગયો હતો. બનાવ અંગે બી ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઇ જે.એચ ચૌધરીએ જણાવ્યું કે ડમ્પર ચાલક અકસ્માત બાદ ફરાર થઈ ગયો છે પરંતુ ડમ્પરનો નંબર મેળવી લેવામાં આવ્યો છે.હાલ ફરિયાદ નોંધવાની તજવી જ ચાલી રહી છે.ફરિયાદ નોંધ્યા બાદ ડમ્પરના નંબરના આધારે ડમ્પર ચાલકની ધરપકડ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    'ધુરંધર 2'એ 6 દિવસમાં વિશ્વભરમાંથી ₹919 કરોડ કમાયા:સૌથી ઝડપી ₹900 કરોડ કમાવવાના મામલે 'પુષ્પા 2'ની બરાબરી કરી; રણબીર-આમીરના રેકોર્ડ તોડ્યા
    Next Article
    અમીરગઢ બોર્ડર પર લાખોનો દારૂ ઝડપાયો:પ્લાસ્ટિક વેસ્ટેજની આડમાં 421 બોટલ જપ્ત, એકની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment