Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શિક્ષણવિદ ભીખુભાઈ પટેલને ‘શાલીન માનવરત્ન’ એવોર્ડ મળ્યો:શિક્ષણ અને સમાજસેવા ક્ષેત્રે તેમના અમૂલ્ય પ્રદાનને બિરદાવવામાં આવ્યું

    2 days ago

    વિદ્યાનગરીના શિક્ષણવિદ અને ચારુતર વિદ્યા મંડળના અધ્યક્ષ ભીખુભાઈ પટેલને શિક્ષણ અને સમાજસેવા ક્ષેત્રે તેમના અમૂલ્ય પ્રદાન બદલ પ્રતિષ્ઠિત ‘શાલીન માનવરત્ન’ સન્માનથી નવાજવામાં આવ્યા છે. આ સન્માન વેમાર (કરજણ) સ્થિત મંદિરના પ્રાંગણમાં સંત ભગવંત સાહેબજીના દિવ્ય સાનિધ્યમાં યોજાયેલા એક સમારોહમાં અપાયું હતું. આ ઐતિહાસિક અને આધ્યાત્મિક સમારોહમાં સ્વાધ્યાય પરિવારના ધનશ્રી દીદીનું પણ સન્માન કરાયું હતું. કાર્યક્રમની શરૂઆતમાં કલાત્મક રીતે શણગારેલા રથમાં મહાનુભાવોને સભા મંડપ સુધી લાવવામાં આવ્યા હતા. વડોદરા, અંકલેશ્વર અને વેમાર (કરજણ)ની યુવતીઓએ પરંપરાગત નૃત્યો અને સ્વાગત ગીતોથી ભક્તિમય વાતાવરણ સર્જ્યું હતું. ભીખુભાઈ પટેલનો પરિચય આપતા અનુપમ મિશનના પૂજ્ય પીટરદાસજીએ તેમને શિક્ષણ જગતના સાચા મશાલચી ગણાવ્યા હતા. સન્માનનો સ્વીકાર કરતા ભીખુભાઈએ નમ્રતાપૂર્વક આ એવોર્ડને સાહેબજીના આશીર્વાદ ગણાવ્યા હતા. આ પ્રસંગે તેમના ધર્મપત્ની સરોજબેનના સમર્થનની પણ સંતોએ નોંધ લીધી હતી. સંત ભગવંત સાહેબજીએ આશીર્વચન પાઠવતા ભીખુભાઈની સાદગી અને સેવાકીય ભાવનાના વખાણ કર્યા હતા. અનુપમ મિશન અને સ્વાધ્યાય પરિવારના આ સંગમમાં દેશ-વિદેશના હરિભક્તો અને ચારુતર પંથકના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ચારુતર વિદ્યા મંડળ (CVM)ના અધ્યક્ષ અને CVM યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ એન્જિનિયર શ્રી ભીખુભાઈ બી. પટેલ શિક્ષણ, ઉદ્યોગ અને સમાજસેવા ક્ષેત્રે એક અગ્રણી વ્યક્તિત્વ છે. આણંદ જિલ્લાના ભરોડા ગામના એક સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા ભીખુભાઈએ પોતાની મહેનત અને દ્રઢ સંકલ્પથી સફળતા પ્રાપ્ત કરી છે. તેમણે વલ્લભ વિદ્યાનગરની એમ.યુ. પટેલ ટેકનિકલ હાઈસ્કૂલમાંથી શાળાકીય શિક્ષણ અને બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય (BVM)માંથી સિવિલ એન્જિનિયરિંગની પદવી મેળવી હતી. વર્ષ 1975માં કોન્ટ્રાક્ટર તરીકે વ્યવસાયિક કારકિર્દીની શરૂઆત કર્યા બાદ તેઓ કૈરા ડિસ્ટ્રિક્ટ કોન્ટ્રાક્ટર એસોસિએશનના પ્રમુખ પણ રહ્યા હતા. તેઓ વર્ષ 2018થી ચારુતર વિદ્યા મંડળના અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા છે અને KGથી PG સુધીની 52 જેટલી સંસ્થાઓમાં સકારાત્મક પરિવર્તન લાવ્યા છે. તેમણે સરદાર પટેલ યુનિવર્સિટીના સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તરીકે પણ વર્ષો સુધી મહત્વની ભૂમિકા ભજવી છે. તેમના નેતૃત્વ હેઠળ વર્ષ 2019માં ચારુતર વિદ્યા મંડળને સ્ટેટ પ્રાઇવેટ યુનિવર્સિટી (CVM યુનિવર્સિટી)નો દરજ્જો પ્રાપ્ત થયો, જેના તેઓ પ્રથમ પ્રેસિડેન્ટ બન્યા.
    Click here to Read More
    Previous Article
    અમીરગઢ બોર્ડર પર લાખોનો દારૂ ઝડપાયો:પ્લાસ્ટિક વેસ્ટેજની આડમાં 421 બોટલ જપ્ત, એકની ધરપકડ
    Next Article
    Trump Says Iran Gave US A Hormuz 'Gift' Related To 'Oil, Gas'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment