Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં આડેધડ પથારા અને ટ્રાફિક વ્યવસ્થા સુધારવા તંત્ર સજ્જ:નવી સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી બે-ત્રણ મહિનામાં અમલી બને તેવી શક્યતા, 42,000થી વધુ વેન્ડરોની નોંધણી પૂર્ણ

    1 week ago

    સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ટ્રાફિક અને રોજગાર વચ્ચે સંતુલન જાળવવા માટે નવી ‘સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી’ લાગુ કરવાની દિશામાં ગતિ તેજ કરવામાં આવી છે. આગામી બે થી ત્રણ મહિનામાં આ નીતિ સમગ્ર સુરત શહેરમાં અમલી બને તેવી પ્રબળ શક્યતાઓ છે. મહાનગરપાલિકા દ્વારા નિયુક્ત કરવામાં આવેલી ખાનગી કન્સલ્ટન્ટ એજન્સી દ્વારા છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી સર્વે અને રજીસ્ટ્રેશનની પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. તાજેતરના અહેવાલ મુજબ સમગ્ર સુરત શહેરમાં અત્યાર સુધીમાં 42 હજારથી પણ વધુ શેરી ફેરિયાઓ અને સ્ટ્રીટ વેન્ડર્સની અધિકૃત નોંધણી પૂર્ણ થઈ ચૂકી છે. કતારગામ ઝોનમાં 6500થી વધુ ફેરિયાઓ કન્સલ્ટન્ટ એજન્સી દ્વારા હાથ ધરવામાં આવેલા ઝોનવાર વિગતવાર સર્વેમાં રસપ્રદ આંકડાઓ સામે આવ્યા છે. શહેરમાં સૌથી વધુ ફેરિયાઓ કતારગામ ઝોનમાં નોંધાયા છે, જ્યાં આ સંખ્યા 6,500થી વધુ છે. બીજી તરફ, ઉધના-બી ઝોનમાં સૌથી ઓછા શેરી ફેરિયાઓ રજીસ્ટર થયા હોવાનું સામે આવ્યું છે. આ સર્વેમાં દરેક ઝોનના રસ્તાઓની પહોળાઈ, ટ્રાફિકની ગીચતા, જાહેર અવરજવર અને સ્થાનિક પરિસ્થિતિ જેવા વિવિધ માપદંડોને ધ્યાનમાં રાખીને વિગતવાર ડેટાબેઝ તૈયાર કરવામાં આવ્યો છે, જેથી વેન્ડિંગ ઝોન અને નોન-વેન્ડિંગ ઝોન યોગ્ય રીતે નિર્ધારિત કરી શકાય. ઉચ્ચ અધિકારીઓ સમક્ષ ડ્રાફ્ટ પ્લાનનું પ્રેઝન્ટેશન રજૂ કરાયું આ સર્વેના આધારે એજન્સી દ્વારા એક વિસ્તૃત ડ્રાફ્ટ સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી અને તેના અમલીકરણ માટેનો માસ્ટર પ્લાન તૈયાર કરી દેવાયો છે. તાજેતરમાં જ મનપા કમિશનર સહિતના ઉચ્ચ વહીવટી અધિકારીઓ સમક્ષ આ ડ્રાફ્ટ પ્લાનનું એક પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યું હતું. હવે વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે મનપા કમિશનરની સૈદ્ધાંતિક મંજૂરી બાદ તેને નિર્ધારિત સમિતિ સમક્ષ મુકાશે. ત્યારબાદ કાયદેસરની ટાઉન વેન્ડિંગ કમિટી અને ટ્રાફિક વ્યવસ્થાપન સંભાળતા પોલીસ તંત્ર સમક્ષ પણ આ પોલિસીનું પ્રેઝન્ટેશન થશે. આગામી સમયમાં વેપારી એસોસિએશનો અને ફેરિયા પ્રતિનિધિઓ જેવા વિવિધ હિતધારકો સમક્ષ આ ડ્રાફ્ટ મૂકી તેમના મંતવ્યો અને જરૂરી સુધારા-વધારા મેળવાશે, ત્યારબાદ TVCની આખરી મંજૂરી મેળવીને તેને કાયદાકીય રૂપ આપવામાં આવશે. વર્ષ 2018માં પણ સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી માટે કવાયત હાથ ધરાઈ હતી ઉલ્લેખનીય છે કે, સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2018માં પણ સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી લાવવા માટે કવાયત હાથ ધરાઈ હતી, પરંતુ રાજકીય ઇચ્છાશક્તિનો અભાવ અને કાયદાકીય અડચણોને કારણે તે યોજના અધૂરી રહી ગઈ હતી. જોકે, હવે સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટના કડક દિશાનિર્દેશો બાદ રાજ્ય સરકારે તમામ મહાનગરોને તાકીદે આ પોલિસી લાગુ કરવા સૂચના આપી છે, જેના કારણે સુરત મનપાએ આ કામગીરીને ટોચની અગ્રતા આપી છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં ઘન કચરાના વ્યવસ્થાપન માટે નવા બાયલોઝને મંજૂરી:મહાપાલિકાની ખાસ સામાન્ય સભામાં ગાંધી જયંતીએ નિર્ણય લેવાયો
    Next Article
    સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓના 15 કલાકથી ધરણા:પાણીની તંગી અને ભોજનમાં જીવાતથી રોષ; કલેક્ટર ન આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment