Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં ઘન કચરાના વ્યવસ્થાપન માટે નવા બાયલોઝને મંજૂરી:મહાપાલિકાની ખાસ સામાન્ય સભામાં ગાંધી જયંતીએ નિર્ણય લેવાયો

    1 week ago

    મોરબી મહાપાલિકાની ખાસ સામાન્ય સભા ગાંધી જયંતીના દિવસે યોજાઈ હતી. આ બેઠકમાં શહેરમાંથી નીકળતા ઘન કચરાના વ્યવસ્થાપન માટે નવા બાયલોઝ બનાવવા મંજૂરી અપાઈ. આ સભા માત્ર પાંચ જ મિનિટમાં પૂરી થઈ હતી. મેયર ઉત્તમ સુરાણીના અધ્યક્ષ સ્થાને મહાપાલિકાના સભાખંડમાં આ બેઠક યોજાઈ હતી. ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, અન્ય કમિટીના ચેરમેન, ચૂંટાયેલા સભ્યો અને કમિશનર સંગીતા રૈયાણી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં બે મુખ્ય એજન્ડા હતા. પ્રથમ એજન્ડામાં ગત સામાન્ય સભાની કાર્યવાહીને બહાલી અપાઈ. બીજો એજન્ડા રાજ્ય સરકારના પરિપત્ર મુજબ ઘન કચરાના વ્યવસ્થાપન માટે નવા બાયલોઝ બનાવવા અંગેનો હતો, જેને તમામ સભ્યોએ મંજૂરી આપી. આગામી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નવા બાયલોઝ રજૂ કરાશે, ત્યારબાદ તેને સામાન્ય સભામાં અમલ માટે મૂકવામાં આવશે. હાલમાં 'સ્વચ્છતા હી સેવા' અભિયાન ચાલી રહ્યું છે. મેયરે નાગરિકોને તેમાં જોડાવા અપીલ કરી હતી. પરાબજારમાં ધૂળની સમસ્યા ઉકેલવા પણ આયોજન કરાશે તેમ મેયરે જણાવ્યું.
    Click here to Read More
    Previous Article
    શાળા નંબર 6માં ફાયર સેફ્ટીની તાલીમ અપાઈ:સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ફાયર ટીમે 318 વિદ્યાર્થીઓ અને 8 શિક્ષકોને માર્ગદર્શન આપ્યું
    Next Article
    સુરતમાં આડેધડ પથારા અને ટ્રાફિક વ્યવસ્થા સુધારવા તંત્ર સજ્જ:નવી સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી બે-ત્રણ મહિનામાં અમલી બને તેવી શક્યતા, 42,000થી વધુ વેન્ડરોની નોંધણી પૂર્ણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment