Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મણિમા હોસ્પિટલમાં નર્સનો 42 હજારનો મોબાઈલ ચોરાયો, CCTV:વેઇટિંગ એરિયામાં આરામ કરતા હતા ને ફોન ગાયબ, અજાણ્યો તસ્કર ફોન લઈને રફૂચક્કર

    2 सप्ताह पहले

    મહેસાણા શહેરની મણિમા હોસ્પિટલમાંથી દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓ બાદ હવે હોસ્પિટલના સ્ટાફની સુરક્ષા સામે પણ સવાલો ઊભા થયા છે. હોસ્પિટલમાં નાઇટ ડ્યુટી પર તૈનાત એક સ્ટાફ નર્સ વહેલી સવારે વેઇટિંગ એરિયામાં આરામ કરી રહ્યા હતા, તે દરમિયાન એક અજાણ્યો તસ્કર તેમનો કિંમતી મોબાઈલ ફોન ચોરીને રફુચક્કર થઈ ગયો હતો. ચોરીની આ સમગ્ર ઘટના હોસ્પિટલમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે. શું છે સમગ્ર ઘટના? મહેસાણાની મહેશ્વરી સોસાયટીમાં રહેતા સંજનાબેન ધીરજકુમાર રાઠોડ મણિમા હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવે છે. ગત 25મી મેના રોજ તેઓ હોસ્પિટલમાં રાત્રિ ફરજ (Night Duty) પર હતા. 26મી મેના રોજ વહેલી સવારે આશરે પોણા ચાર વાગ્યાના સુમારે, સતત ફરજથી થાકેલા સંજનાબેન હોસ્પિટલના વેઇટિંગ એરિયામાં આવેલા લોખંડના બાંકડા પર આરામ કરવા બેઠા હતા. તેમણે પોતાની બાજુમાં જ પોતાનો મોબાઈલ ફોન મૂક્યો હતો અને ત્યાં જ તેમની આંખ લાગી ગઈ હતી. સવારે સાડા છ વાગ્યે જ્યારે સંજનાબેન જાગ્યા, ત્યારે બાજુમાં મૂકેલો સેમસંગ કંપનીનો A-56 મોડલનો ઓલિવ ગ્રીન કલરનો મોબાઈલ ફોન ગાયબ હતો. સ્ટાફમાં તપાસ કરી પણ ફોન ન મળ્યો મોબાઈલ ગાયબ હોવાનું માલૂમ પડતાં સંજનાબેને તાત્કાલિક હોસ્પિટલના અન્ય સ્ટાફના માણસોની મદદ લીધી હતી અને આસપાસના વિસ્તારમાં ભારે શોધખોળ કરી હતી. જોકે, Vi કંપનીનું સીમકાર્ડ ધરાવતો અને 41,999ની કિંમતનો આ કિંમતી ફોન ક્યાંયથી મળી આવ્યો ન હતો. ચોરીની આ ઘટના બાદ સંજનાબેન પરિવાર સાથે અચાનક બહારગામ ગયા હોવાના કારણે તેમના દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં થોડો વિલંબ થયો હતો. બહારગામથી પરત આવ્યા બાદ તેમણે આ અંગે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. નર્સની ફરિયાદના આધારે મહેસાણા શહેર એ-ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા ચોર શખસ વિરૂદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હોસ્પિટલના સીસીટીવી ફૂટેજમાં તસ્કરની હિલચાલ સ્પષ્ટ દેખાઈ રહી હોવાથી, પોલીસે આ ફૂટેજના આધારે ચોરને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    ઈરાન-ઈઝરાયલમાં 2 મહિના પછી ફરી યુદ્ધ:ઈરાને તેલ અવીવ પર મિસાઈલો છોડી, વળતા પ્રહારમાં ઈઝરાયલે તેહરાન-તબરીઝને ટાર્ગેટ કર્યા
    Next Article
    આજથી શાળાના પ્રાંગણમાં ફરી ગુંજ્યો વિદ્યાર્થીઓનો કિલકિલાટ:પ્રિન્સિપાલે કહ્યું- બાળકો વગર શાળા સૂની લાગી; વિદ્યાર્થીઓ પોતાના મિત્રોને મળીને આનંદિત દેખાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment